Home /News /north-gujarat /ગુજરાત વિધાનસભા: આઠ બેઠક ગુમાવતા કૉંગ્રેસ પાસે 65 બેઠક રહી, ભાજપની બેઠક વધીને 111 થઈ

ગુજરાત વિધાનસભા: આઠ બેઠક ગુમાવતા કૉંગ્રેસ પાસે 65 બેઠક રહી, ભાજપની બેઠક વધીને 111 થઈ

ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ.

182 સભ્ય સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. આ અંગેનો નિર્ણય ચૂંટણી પંચ તરફથી લેવામાં આવશે.

    ગાંધીનગર: ત્રીજી નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠક (Gujarat Bypoll) માટે મતદાન યોજાયું હતું. આજે જાહેર થયેલા પરિણામ પ્રમાણે આ આઠેય બેઠક પર ભાજપ (BJP Win Gujarat Bypoll 2020)ની જીત થઈ છે જ્યારે કૉંગ્રેસનો સફાયો થયો છે. ચૂંટણી પહેલા આ આઠેય બેઠક કૉંગ્રેસ પાસે હતી. રાજ્ય સભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ (Congress)ના આઠ ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું હતું. આ કારણે ગુજરાતમાં પેટા-ચૂંટણી (Gujarat Bypoll) યોજવી પડી હતી. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની કુલ સભ્ય સંખ્યા વધીને 111 પર પહોંચી છે.

    ગુજરાત વિધાનસભાની સ્થિતિ: 180/182

    પેટા-ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપના 111, કૉંગ્રેસના 65, બીટીપીના 2, એનસીપીના 1, અપક્ષ 1 ધારાસભ્ય રહ્યા છે. 182 સભ્ય સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. આ અંગેનો નિર્ણય ચૂંટણી પંચ તરફથી લેવામાં આવશે. હાલ દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ બેઠક ખાલી પડી છે.

    આ પણ વાંચો: 

    2017નું પરિણામ:

    ગુજરાત વિધાનસભાની 2017ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 99 બેઠક, કૉંગ્રેસ 77 બેઠક, બીટીપી 2 બેઠક, એનસીપી એક બેઠક અને ત્રણ બેઠક પર અપક્ષ ધારાસભ્યનો વિજય થયો હતો. જોકે, ત્રણમાંથી બે અપક્ષ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો. આ બંને બેઠકમાં મોરવા હડફ અને લુણાવડાનો સમાવેશ થાય છે. જ્યારે વડગામ બેઠક પર જીગ્નેશ મેવાણીનો વિજય થયો હતો. ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક પર બીટીપી પાર્ટીનો વિજય થયો હતો. કુતિયાણા બેઠક પર એનસીપીના કાંધલ જાડેજાનો વિજય થયો હતો.

    2019 પેટા ચૂંટણી:

    2019ના વર્ષમાં ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટા-ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમરાઈવાડી બેઠક પર ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. લુણાવાડા બેઠક પર ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. ખેરાલુ બેઠક પરથી ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. જ્યારે થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી. આ ઉપરાંત કૉંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા બેઠક ખાલી પડી હતી.

    અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર: બાયડ બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, તેમજ રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. આ બંનેને ભાજપે ટિકિટ આપી હતી. ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી. આ ઉપરાંત થરાદ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જીત થઈ હતી. એટલે કે 2019ની પૂટા-ચૂંટણીમાં ત્રણ બેઠક ભાજપ અને ત્રણ બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ હતી.
    " isDesktop="true" id="1045111" >

    2020 પેટા ચૂંટણી:

    2020માં આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા અને કરજણ બેઠકનો સમાવેશ થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ec, Gujarat Assembly, Gujarat Bypoll, Gujarat vidhansabha, કોંગ્રેસ, ગુજરાત, ચૂંટણી, ભાજપ

    विज्ञापन
    विज्ञापन