ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણી (Gujarat bypoll 2020 results
) નું પરિણામ આવી ગયું છે. જેમાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી (BJP)એ જીતી લીધી છે. અહીં એક રસપ્રદ વાત એ રહી છે કે કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા (Congress Turncoat) પાંચેય ઉમેદવારની જીત મળી છે. જીત મળી છે એટલું જ નહીં, 2017માં કૉંગ્રેસની ટિકિટ પરથી જેટલી લીડથી જીત મેળવી હતી તેનાથી વધારે લીડથી તમામે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર જીત મેળવી છે.
જેમાં સૌથી મોટી જીત કપરાડા બેઠક પરથી જીતુભાઈ ચૌધરીએ નોંધાવી છે. ગત ચૂંટણીમાં તેમની ફક્ત 170 વોટથી જીત થઈ હતી. આ વખતે તેમણે 46 હજાર કરતા વધારે મતથી જીત મેળવી છે. મોરબીની વાત કરવામાં આવી તે અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ 4,600 વોટથી જીત મેળવી છે. કૉંગ્રેસની ટિકિટ પર તેમણે 3,419 મતથી જીત મેળવી હતી. અન્ય ત્રણ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ગત ચૂંટણી કરતા વધારે લીડથી ચૂંટણી જીતી છે. આ રીતે પાંચેય બેઠક પર મતદારોએ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ ઉમેદવારોને કપાળે વિજય તિલક કરવાનું યોગ્ય માન્યું છે.
2017 સામાન્ય ચૂંટણી Vs 2020 પેટા-ચૂંટણી:
બેઠક--------નામ------------------2017-------2020
અબડાસા---પ્રદ્યુમનસિંહ જાડેજા--9746------ 36,778
મોરબી------બ્રિજેશ મેરજા------ -3,419 -----4,649
ધારી--------જે.વી. કાકડિયા------15,336-----17,209
કરજણ------અક્ષય પટેલ---------3,564-----16,409
કપરાડા------જીતુ ચૌધરી--------170-------46,580થી વધારે
આ પણ વાંચો:
2017ની ચૂંટણીનું પરિણામ:
અબડાસા: કૉંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપના છબિલભાઈ પટેલને 9746 મતોથી હાર આપી હતી.
મોરબી: કૉંગ્રેસના બ્રિજેશ મેરજાએ ભાજપના કાંતિભાઈ અમૃતિયાને 3,419 મતોથી હાર આપી હતી.
ધારી: કૉંગ્રેસના જે.વી. કાકડિયાએ ભાજપના દિલીપભાઈ સંઘાણીને 15,336 મતોથી હાર આપી હતી.
કરજણ: કૉંગ્રેસના અક્ષય પટેલે ભાજપના સતિષભાઈ બાબુભાઈ પટેલને 3,564 મતોથી હાર આપી હતી.
કપરાડા: કૉંગ્રેસના જિતુ ચૌધરીએ ભાજપના માધુભાઈ રાઉતને 170 મતોથી હાર આપી હતી.