Gujarat By Election Result : કૉંગ્રેસનો સફાયો, હવે વિધાનસભામાં ભાજપના 'ત્રણ એક્કા'

Gujarat By Election Result : કૉંગ્રેસનો સફાયો, હવે વિધાનસભામાં ભાજપના 'ત્રણ એક્કા'
ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણીમાં ભવ્ય વિજય થયો હતો.

કોરોનાકાળ વચ્ચે પેટા ચૂંટણીમાં મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન યોજાયુ હતું.

  • Share this:
    ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણી (Gujarat Bypoll 2020 result)ના પરિણામ આવી ગયા છે. તમામ બેઠક પર ભાજપ (BJP)ની જીત થઈ છે. આ તમામ બેઠક કૉંગ્રેસ (Congress) પાસે હતી. રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા આ બેઠકો ખાલી પડી હતી. આઠમાંથી પાંચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ આયાતી એટલે કે કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ આપી હતી. આ તમામના કપાળે પણ જતાએ વિજય તિલક કર્યું છે. સૌથી ચર્ચાસ્પદ કહી શકાય તેવું પરિણામ ડાંગ બેઠક પર જોવા મળ્યું છે. અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો 60 હજારની લીડથી વિજય થયો છે.કોરોનાકાળ વચ્ચે પેટા ચૂંટણીમાં મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન યોજાયુ હતું. આ ચૂંટણીમાં ભાજપની જીતની સાથે વિધાનસભામાં સંખ્યાબળ 111એ પહોંચ્યું છે. આમ આ ભાજપે ચૂંટણીમાં 111 મેળવ્યા છે.

    ડાંગમાં સૌથી વધુ મતદાન



    રાજ્યની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં 58.14 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન ડાંગ બેઠક પર થયું છે. ડાંગ બેઠક પર 74.71 ટકા મતદાન થયું છે. સૌથી ઓછુ મતદાન ધારી બેઠક પર નોંધાયું હતું. ધારીમાં માત્ર 42.18 ટકા મતદાન થયું છે. આંકડા પ્રમાણે જોઇએ તો, ડાંગમાં સૌથી વધુ 74.71 ટકાથી વધુ મતદાન થયું છે. કપરાડામાં 67.34 ટકા મતદાન,કરજણમાં 65.94 ટકા, અબડાસામાં 61.31 ટકા, લીંબડીમાં 56.04 ટકા, મોરબીમાં 51.88 ટકા, ગઢડામાં 47.86 ટકા અને ધારીમાં સૌથી ઓછુ 42.18 ટકા જેટલુ જ મતદાન થયું છે.

    Diwali 2020 : ફટાકડા ફોડતા પહેલા આટલી વાતો રાખજો યાદ, નહીં તો થઇ શકે છે ધરપકડ

    કોરોનાકાળમાં કેવી હતી તકેદારી

    મતદાન પહેલા સમગ્ર મતદાન મથક સેનિટાઇઝ કરવામા આવ્યા હતા. પોલીંગ બુથ પર પણ 1000 મતદાતાઓ જ મતદાન કર્યુ હતુ. દરેક મતદાતાનું ટેમ્પરેચર ચેક કરીને જ અંદર જવા દેવામાં આવ્યા હતા. જો ટેમ્પરેચર વધારે હોય તો તેમને અલાયદા રૂમમાં ખાસ મતદાન મથકમાં મતદાન કરાવવામાં આવ્યું હતુ.



    મતદાન કરનારા મતદારોને ટોકન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેનિટાઇઝર અને ગ્લવ્ઝની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

    આ પણ વાંચો :  Gujarat Bypoll : કૉંગ્રેસની હાર પર બોલ્યા અમિત ચાવડા, 'અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે'

    ડાંગ: ડાંગ: પેટાચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર વિજય પટેલ 60,095 મતની જંગી લીડથી વિજેતા થયા છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત ચૂંટણી લડ્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ 94,006 મત જ્યારે કૉંગ્રેસ ઉમેદવારને કુલ 33,911 મત મળ્યા છે. કુલ 1,35,098 મત પૈકી 2,939 મત નોટામાં ગયા છે.

    કપરાડા: કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીનો ઐતિહાસિક વિજય થયો છે. જીતુભાઈ ચૌધરીની કપરાડા વિધાનસભા બેઠક પર સતત પાંચમી જીત થઈ છે. અત્યાર સુધી ચાર વખત તેઓ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કપરાડા બેઠક પર ચૂંટાયા હતા. પાંચમી વખત ભાજપના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જશે. નવા સીમાંકન બાદ ભાજપની આ બેઠક પર પ્રથમ જીત થઈ છે. જીતુભાઈ ચૌધરી સામે કૉંગ્રેસમાંથી બાબુભાઈ વરઠા મેદાનમાં ઉતર્યાં હતાં. જીતુભાઈને આ બેઠક પર 1,12,941 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના બાબુભાઈ વરઠાને 65,875 મત મળ્યા છે. આ બેઠક પર જીતુભાઈનો 47,066 મતથી વિજય થયો છે.

    આ પણ વાંચો :  Gujarat Bypoll : પેટાચૂંટણીમાં BJPની વિજય કૂચ, CM રૂપાણીએ કહ્યું, 'આ ચૂંટણી 2022નું ટ્રેલર છે'

    લીંબડી: લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 42 રાઉન્ડનાં અંતે ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાનો 32,050 મતની લીડ સાથે વિજય થયો છે. કિરીટસિંહ રાણાને કુલ 88,928 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ચેતનભાઇ ખાચરને કુલ 56,878 મત મળ્યા છે. આ બેઠક પર 3,558 મત નૉટામાં પડ્યા છે.

    મોરબી: અંતિમ રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાને કુલ 64,711 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને કુલ 60,062 મત મળ્યા છે. આ રીતે બ્રિજેશ મેરજાનો 4,649 મતની લીડથી વિજય થયો છે.

    કરજણ: ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કુલ 76,958 મત મળ્યાં. કૉંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને કુલ 60,533 મત મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષયપટેલનો 16,425 મતોથી વિજય થયો છે.

    ગઢડા: ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની જીત. ભાજપના ઉમેદવારને કુલ 70,886 મત મળ્યાં. કૉંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને 48,291 મત મળ્યાં. ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો 22,595 મતોથી વિજય થયો.

    આ પણ વાંચો :  Gujarat Bypoll : કૉંગ્રેસની 'દિવાળી બગડી,' પક્ષ છોડનારા નેતાને 'ગદ્દાર' ગણાવવા ભારે પડ્યા! આવી રીતે પલટી બાજી

    અબડાસા: આ બેઠક પર કૉંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને કુલ 71,848 મત મળ્યાં હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર શાંતિલાલ સેંઘાણીને કુલ 35,070 મત મળ્યા હતા. આ બેઠક પર અફક્ષ ઉમેદવાર હનિફ પડ્યારને 26,463 મત મળ્યા છે. બેઠક પર પ્રદ્યુમનસિંહનો 36,778 મતથી વિજય થયો છે.

    ઘારી બેઠક: બેઠક પર ભાજપના જે.વી. કાકડિયાને કુલ 49,974 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના સુરેશ કોટડિયાને કુલ 32,765 મત મળ્યા છે. આ બેઠક ભાજપના ઉમેદવાર કાકડિયાએ 17,209 મતની લીડથી જીતી લીધી છે.
    Published by:Kaushal Pancholi
    First published:November 09, 2020, 09:45 am

    ટૉપ ન્યૂઝ