Home /News /north-gujarat /

Gujarat Budget: બોટાદ, જામખંભાળીયા અને વેરાવળમાં બનશે નવી મેડિકલ કૉલેજ; આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 21,246 કરોડની જોગવાઈ

Gujarat Budget: બોટાદ, જામખંભાળીયા અને વેરાવળમાં બનશે નવી મેડિકલ કૉલેજ; આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 21,246 કરોડની જોગવાઈ

ગુજરાતનું બજેટ રજૂ.

Gujarat Budget 2022-23: બજેટમાં કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  ગાંધીનગર: ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai)એ આજે રાજ્યનું વર્ષ 2022-23 માટેનું અંદાજપત્ર (Gujarat Budget 2022-23) રજૂ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ અંતિમ અને કનુભાઈ દેસાઈનું પ્રથમ બજેટ છે. બજેટ રજુ કરતી વખતે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યના લોકોની માથાદીઠ આવકમાં ધરખમ વધારો થયો છે. 20 વર્ષમાં ગુજરાતના લોકોની માથાદીઠ આવક 19,823 રૂપિયાથી વધીને 2,4,809 રૂપિયા થઈ હોવાનું નાણા મંત્રીએ જણાવ્યું હતું. બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 21,246 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં વિવિધ શહેરમાં આવેલી સરકારી હૉસ્પિટલોને અદ્યતન બનાવવા માટે પણ રકમની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવી આયુર્વેદિક તેમજ મેડિકલ કૉલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણને લઈને બજેટમાં શું શું જાહેરાત કરવામાં આવી તેના પર એક નજર કરીએ.

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૨૧,૨૪૬ કરોડની જોગવાઈ

  • કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા 45 કરોડની જોગવાઈ.

  • બાળકોને સઘને પોષણ આપવા બાલ-અમૃત પોષણ યોજના હેઠળ 20 કરોડ રૂપિયાનો જોગવાઈ.

  • નવજાત શિશુ તેમને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા 90 ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે 150 કરોડની જોગવાઈ.

  • શહેરી ક્ષેત્રોમાં બાકી રહેતી તમામ સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રો પર આરોગ્યકર્મીઓની 1238 નવી જગ્યા ઊભી કરવામાં આવશે. આ માટે 16 કરોડની જોગવાઈ.

  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનામાં રાજ્યના 80 લાખ કરતા વધુ કુટુંબોને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર માટે આવરી લેવાયેલા છે. આ યોજના માટે 1,556 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

  • 15મા નાણાપંચ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોની માળખાકીય સગવડોના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં 3,341 કરોડનું આયોજન. આગામી વર્ષ માટે જોગવાઈ 629 કરોડ.

  • સીંગરવા (અમદાવાદ) અને ડીસા (બનાસકાંઠા)ની પેટા જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરી જિલ્લા કક્ષાની હૉસ્પિટલ બનાવવા માટે 36 કરોડના આયોજન પૈકી જોગવાઈ 8 કરોડ.

  • વાપીમાં 100 બેડની નવી સબ-ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલ બનાવવામાં આવશે.

  • આરોગ્ય સંસ્થાઓ ખાતે ટેલી-રેડીયોલોજી, ટેલી- આઈ.સી.યુ, ટેલી-મેડિસિન અને ટેલી મેન્ટલ હેલ્થ સેવા માટે 2 કરોડની જોગવાઈ.

  તબીબી શિક્ષણ અને સંશોધન

  • તબીબી શિક્ષણનો વ્યાપ વધારી વધુ ડોકટર્સ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં 31 મેડિકલ કૉલેજ કાર્યરત છે, જેમાં 5,700 MBBS અને 2000 PGની સીટ ઉપલબ્ધ છે. હાલ બીજી પાંચ મેડિકલ કૉલેજો શરૂ કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત બોટાદ, જામખંભાળીયા અને વેરાવળમાં ખાતે નવી મેડિકલ કૉલેજો શરૂ કરવામાં આવશે.

  આ પણ વાંચો: NPS, PPF, SSYમાં રોકાણ કરનારા કે કરવા માંગતા લોકો માટે મહત્ત્વના સમાચાર

  • અમદાવાદ સુરત, રાજકોટ, વડોદરા, તથા ભાવનગરની સરકારી મેડીકલ કોલૅજોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા તેમજ આધુનિકીકરણ માટે જોગવાઈ 106 કરોડની જોગવાઈ.

  • દર્દીઓને તમામ સુવિઘાઓ મળી રહે તે માટે એસ.એસ.જી. હૉસ્પિટલનું આધુનિકીકરણ કરી તેમાં સ્પાઇન, કીડની અને આંખના રોગનો ઘનિષ્ઠ સારવાર માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઈ.

  • દર્દીઓને હૃદય રોગ સંબંધિત બીમારીની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્ડ વોજદરા ખાતે અત્યાધુનિક કાર્ડીએક કેથ લેબ અને હોસ્પિટલની સ્થાપના કરવા માટે 150 કરોડના આયોજના પૈકી 23 કરોડનો જોગવાઈ.

  • 900 બેડની સુવિધા સાથે અમદાવાદ સિવિલ હૉસ્પિટલના નવીનીકરણ માટે 450 કરોડના આયોજન પૈકી 68 કરોડનો જોગવાઈ.

  આ પણ વાંચો: કનુભાઈના બજેટમાં ગુજરાતના ખેડૂતોને શું મળ્યું? એક ક્લિકમાં જાણો... 

  આયુર્વેદ અને અન્ય સેવાઓ

  • સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવાનું આયોજન. આ માટે 12 કરોડની ફાળવણી.

  • નવસારી જિલ્લાના બિલિમોરા ખાતે સરકારી આયુર્વેદિક હૉસ્પિટલના મકાનનાં બાંધકામ માટે જોગવાઈ 1 કરોડ.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Budget 2022, Gujarat budget 2022, ગુજરાત બજેટ, બજેટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन