ગુજરાત બજેટ-2021: નીતિન પટેલની જાહેરાત, આગામી પાંચ વર્ષમાં બે લાખ નવી ભરતી કરવામાં આવશે

ગુજરાત બજેટ-2021: નીતિન પટેલની જાહેરાત, આગામી પાંચ વર્ષમાં બે લાખ નવી ભરતી કરવામાં આવશે
નીતિન પટેલ.

આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરી, બોર્ડ કોર્પોરેશન, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અંદાજે બે લાખ યુવાનોની નવી ભરતી કરવામાં આવશે.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર (Gujarat Budget 2021-22) રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. નીતિન પટેલે ગુજરાતના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. નીતિન પટેલે (Nitin Patel) રજૂ કરેલું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. બજેટ દરમિયાન રોજગારી (Job) અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરી, બોર્ડ કોર્પોરેશન, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અંદાજે બે લાખ યુવાનોની નવી ભરતી (Recruitment) કરવામાં આવશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જીનિયરીગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈ.ટી., પ્રવાસન, હૉસ્પિટાલીટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ અને સર્વિસ સેક્ટરમાં 20 લાખ રોજગારી ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

બજેટ હાઇલાઇટ્સ:



>> વર્ષે 2021-22 માટે  2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કરાયું.
>>કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ.
>> જળસંપતિ માટે 5 હજાર 494 કરોડની જોગવાઈ.
>> શિક્ષણ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ.
>>આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ.
>> મહિલા અને બાળ વિભાગમાં 3,511 કરોડની જોગવાઈ.
>> પાણી પુરવઠા વિભાગ માટે 3,974 કરોડની જોગવાઈ.
>> સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે 4,353 કરોડની જોગવાઈ.
>> આદિજાતિ વિકાસ વિભાગ માટે 2,656 કરોડની જોગવાઈ.
>> પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8,796 કરોડની જોગવાઈ.
>> શહેરી વિકાસ માટે 13 હજાર 493 કરોડની જોગવાઈ.
>> શ્રમિક કલ્યાણ અને રોજગાર વિભાગને 1,502 કરોડની જોગવાઈ.
>> માર્ગ અને મકાન વિભાગ માટે 11 હજાર 185 કરોડની જોગવાઈ.
>> બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ.
>> ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને 13 હજાર 34 કરોડની જોગવાઈ.
>> કલાઈમેન્ટ ચેન્જ માટે 910 કરોડની જોગવાઈ.
>> ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ.
>> સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે 625 કરોડની જોગવાઈ.
>> વન અને પર્યાવરણ વિભાગને 1814 કરોડની જોગવાઈ.
>>કાયદો અને વ્યવસ્થા માટે 7 હજાર 960 કરોડની જોગવાઈ.
>> અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 1224 કરોડની જોગવાઈ.
>> મહેસૂલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ.
>> વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને 563 કરોડની જોગવાઈ.
>> રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે 507 કરોડની જોગવાઈ.
>> માહિતી અને પ્રસારણ માટે 168 કરોડની જોગવાઈ.

>> કાયદા વિભાગ માટે 1698 કરોડની જોગવાઈ.
>> સામાન્ય વહીવટ વિભાગને 1730 કરોડ જોગવાઈ.
>> વિધાનસભા બજેટમાં વન-બંધુ કલ્યાણ યોજના-1ની સફળતા બાદ આગામી 5 વર્ષે માટે 1 લાખ કરોડની વન-બંધુ કલ્યાણ યોજના-2ની જાહેરાત. કરવામાં આવી.
>>સાગરખેડૂ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત. યોજના માટે 50 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી.
Published by:Vinod Zankhaliya
First published:March 03, 2021, 12:21 pm

ટૉપ ન્યૂઝ