ગુજરાત બજેટ 2021: ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિના મૂલ્યે અપાશે

ગુજરાત બજેટ 2021: ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિના મૂલ્યે અપાશે
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી.

 • Share this:
  ગાંધીનગર: ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર (Gujarat Budget 2021-22) રજૂ કર્યું છે. કોરોનાના કપરાકાળમાં ગુજરાતે વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવા નીતિન પટેલે ગુજરાતનું અત્યારસુધીનું સૌથી મોટું રૂપિયા 2,27,029 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યુ છે. જેમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  બજેટની મુખ્ય જાહેરાત:  >> રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ.

  >> ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ.

  >> બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ

  >> એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ.

  >> ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.

  આ પણ વાંચો: ગુજરાત બજેટ-2021: નીતિન પટેલની જાહેરાત, આગામી પાંચ વર્ષમાં બે લાખ નવી ભરતી કરવામાં આવશે

  >> ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ.

  >> ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.

  >> રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.

  આ પણ વાંચો:  સુરત: દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ સગીરા 12મા માળેથી પટકાઈ, મોત

  બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ

  બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરી છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની 50 હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  પશુપાલન

  >> ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે રૂ. ૮૧ કરોડની જોગવાઇ.
  >> ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. ૪૩ કરોડની જોગવાઈ.
  >> ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ.
  >> મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ.
  >> રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ.
  >> કરુણા એનિમલ એમ્બુલન્સ-૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂ. ૭ કરોડની જોગવાઈ.
  >> દુધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે રૂ. ૩ કરોડની જોગવાઈ.

  આ પણ વાંચો: સુરત: બે બાળકના પિતા એવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે આર્ટીકલશીપ માટે આવતી 20 વર્ષીય યુવતીની કરી છેડતી

  કૃષિ સંશોધન અને શિક્ષણ-રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ

  >> રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે રૂ. ૬૯૮ કરોડની જોગવાઇ.
  >> કામઘેનુ યુનિવર્સિટી હસ્તક સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે રૂ. ૧૩૭ કરોડની જોગવાઇ.

  સહકાર

  >> રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધીરાણ ઉપર સમય મર્યાદામાં પાક ધીરાણ ભરપાઇ કરતાં ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી શૂન્ય ટકા વ્યાજની પાક ધીરાણ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ.

  કૃષિ બજાર વ્યવસ્થા

  >> ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ રૂ. ૭૮ કરોડની જોગવાઈ.
  >> તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેકટ માટે ૫૦ ટકા કેપિટલ સહાયની યોજના હેઠળ રૂ. ૬ કરોડની જોગવાઇ.
  Published by:Vinod Zankhaliya
  First published:March 03, 2021, 12:39 pm

  ટૉપ ન્યૂઝ