Gujarat assembly election: પાર્ટીમાં છેલ્લા 1 વર્ષથી બોર્ડ-નિગમની (Board-Corporation) નિયુક્તિઓ અંગે ચર્ચાઓ ચાલતી હતી પરંતુ હવે આ 7 બોર્ડ-નિગમના રાજીનામા (Resignation) બાદ આગામી મહિને નવી નિયુક્તિઓ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું.
ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીઓ (Assembly elections news) પહેલા જ પ્રદેશ ભાજપે ચૂંટણીઓની તૈયારી (BJP preparing for elections) શરૂ કરી છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે (C R patil) 579 મંડળો સાથે વર્ચ્યુઅલ બેઠક ઉપરાંત 5 થી વધુ બોર્ડ-નિગમના (Board-Corporation) ચેરમેન-વાઈસ ચેરમેન સાથે મુલાકાત કરી હતી. પાર્ટી સુત્રોની વાત માનીએ તો 7 જેટલા ચેરમેન-વાઈસ ચેરમેનને મુખ્યમંત્રી કાર્યાલયમાં રાજીનામા મોકલી આપ્યા છે. જો કે હજી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પાર્ટીમાં છેલ્લા 1 વર્ષથી બોર્ડ-નિગમની નિયુક્તિઓ અંગે ચર્ચાઓ ચાલતી હતી પરંતુ હવે આ 7 બોર્ડ-નિગમના રાજીનામા બાદ આગામી મહિને નવી નિયુક્તિઓ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું.
આગામી સમયમાં જે નિયુક્તિઓ થવાની છે તેમાં પાર્ટી જ્ઞાતિ-જાતિના સમીકરણો ઉપરાંત સિનિયોરિટી ને ધ્યાનમાં રખાશે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે પણ સિનિયર વ્યક્તિને ટીકીટ નહીં આપી શકાય તેમને બોર્ડ-નિગમમાં જવાબદારી સોંપાશે. હાલ સૂત્રો કહી રહ્યા છે કે 7 બોર્ડ-નિગમમાં રાજીનામા લેવાયા પણ આ આંકડો હજુ પણ વધી શકે છે.
ગુજરાતના રાજકરણના સૌથી મોટા સમાચારબોર્ડ નિગમ માં ધરમૂળથી થશે બદલી બોર્ડ નિગમમાં પણનો રિપીટ થિયરીનો કરાશે અમલ જે પણ બોર્ડ નિગમમાં ચેરમેન વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતી હતી.
એમના સરકારે માંગ્યા રાજીનામાં 14 બોર્ડ નિગમમાં પદાધિકારીઓની ટર્મ પૂર્ણ કેટલાક બોર્ડમાં મુદ્દત પૂર્ણ થયા બાદ નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કરાયા હતા કાર્યરત સોમવાર સુધી તમામ ચેરમેન વાઇસ ચેરમેન આપશે રાજીનામાં ધનસુખ ભંડેરી, બી.એચ.ઘોડાસરા, હંસરાજ ગજેરા પંકજ ભટ્ટ સજ્જાદ હીરા વિમલ ઉપાધ્યાય લીલાબેન આંકોલિયા મધુ શ્રીવાસ્તવ, મુડુ ભાઈ મેર લિસ્ટમાં તમામ આપશે.