ગુજરાતમાં સૌથી વધુ કાર્યકર્તાઓ હોવાનો દાવો કરનારા ભાજપ સંગઠન પાસે શું ખેડૂત નેતાઓનો અભાવ છે?


Updated: August 11, 2020, 10:51 AM IST
ગુજરાતમાં સૌથી વધુ કાર્યકર્તાઓ હોવાનો દાવો કરનારા ભાજપ સંગઠન પાસે શું ખેડૂત નેતાઓનો અભાવ છે?
પ્રતિકાત્મક તસવીર

સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે એ સ્વાભાવિક છે. પરંતુ સરકારનો બચાવ કરવા માટે કોઇપણ નેતા મેદાને આવતા નથી.

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પાકવીમો અને અન્ય મુદ્દે સતત ખેડૂત  નેતાઓ અને વિપક્ષ  સરકારને સતત ઘેરી રહ્યા છે અનેક મોરચે સરકારને નીચું જોવાની સ્થિતિ આવી છે આવા સંજોગોમાં સરકારનો  બચાવ કરવો   કે સરકારનો પક્ષ  રાખવા માટે ભાજપ પાસે  જાણે  નેતા જ ના હોય એવી  સ્થિતિ સર્જાઈ રહી છે.  કારણ પણ અજીબ છે, છેલ્લા ઘણા સમયથી સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાની અણઆવડત અને ખોટા નિર્ણયના કારણે સતત ખેડૂતને હાલાકી પડી રહી છે. આવા સંજોગોમાં સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે એ સ્વાભાવિક છે. પરંતુ સરકારનો બચાવ કરવા માટે કોઇપણ નેતા મેદાને આવતા નથી.

જયારે કોઈ ગંભીર આક્ષેપ લાગે છે પુરાવા રજુ થાય છે તો પણ, સંગઠન પાસે તેનો જવાબ હોતો નથી કે સરકારે શું કામગીરી કરી તેનો જવાબ સંગઠનના એકપણ નેતા પાસે હોતો નથી. કિશાન મોરચો તો બનાવવામાં આવ્યો છે. તેમાં નેતાઓની નિમણુક પણ કરવામા આવી છે. તે પૈકીના કોઈ નેતા બોલવા માટે કે સરકારનો બચાવ કરવા માટે કે પછી સરકારે શું કામગીરી કરી તેના માટે એકપણ નેતા ભાજપ સંગઠન પાસે નથી. જે ખેડૂતો માટે સરકારે શું કર્યું એ લોકોને કહી શકે.

આ પણ વાંચો - રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત : તમામ ખેડૂતોને આવરી લેવાયા, કોઈ પ્રિમિયન નહીં ભરવું પડે

કિશાન મોરચો તો છે, પરંતુ ભાજપમાં અત્યારે આંતરિક લડાઈ ચાલી રહી છે. જેથી કેટલાક નેતાને કોરાણે મુકવામાં આવ્યા છે. તો અન્ય નેતાઓ પાક વીમો ખેડૂતને સબસીડી કે પાણી જેવા ગંભીર પ્રશ્ન પર બોલતા નથી તમામ નેતાને નેતાઓ અને મંત્રીઓની આગળ પાછળ ફરવમાં તો રસ છે પરંતુ સરકારની આબરુ બચાવવામાં રસ ના હોય એમ સંગઠનના એકપણ નેતા જવાબ આપતા નથી.છેલ્લા ઘણા સમયથી સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે.

આ પણ જુઓ - 
તો હાલમાં સંગઠનમાં રહેલા જ કેટલાક નેતાઓએ આવો પ્રયાસ કરે છે કે ખેડૂતોના પ્રશ્ને સરકારની આબરૂના લીરા ઉડે અને સરકાર બદનામ થાય અને લોકો સુધી માહિતી ના પહોચી શકે. આમ 1 કરોડ 11 લાખ કાર્યકર્તાઓ હોવાના દાવા તો કરવામાં આવે છે પરંતુ સંગઠન પાસે ખેડૂત નેતાનો અભાવ છે જેથી સરકારની આબરૂ જઈ રહી છે.

આ પણ  વાંચો- અમદાવાદ : મંદિરમાં દૂધ ચઢાવવા બાબતે પૂજારી અને દર્શનાર્થી વચ્ચેનો ઝઘડો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Published by: Kaushal Pancholi
First published: August 11, 2020, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading