Home /News /north-gujarat /

ત્રણ મહિનામાં ભાજપમાં તખ્તો બદલાશે, અમદાવાદ માટે ચર્ચાઇ રહ્યાં છે આ નામ

ત્રણ મહિનામાં ભાજપમાં તખ્તો બદલાશે, અમદાવાદ માટે ચર્ચાઇ રહ્યાં છે આ નામ

ફાઇલ તસવીર

નિયમ મુજબ પ્રદેશ પ્રમુખની પસંદગી પહેલા 60 ટકા જિલ્લા પ્રમુખો જાહેર કરવા પડે.

ગાંધીનગર : ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફાર થવાના હતા પણ હવે પેટા ચૂંટણી આવી જતા તેના પર બ્રેક વાગી ગઈ છે. સપ્ટેમ્બરમાં ચૂંટણીઓ પૂર્ણ થાય એ બાદ પ્રદેશ માળખુ બદલવામાં આવશે પણ નિયમ મુજબ પ્રદેશ પ્રમુખની પસંદગી પહેલા 60 ટકા જિલ્લા પ્રમુખો જાહેર કરવા પડે અને એટલા માટે જ હવે સપ્ટેમ્બર માસ સુધીમાં 8 જિલ્લા સિવાયના પ્રમુખોની પસંદગી કરી લેવામાં આવશે એવી શક્યતા વર્તાઈ રહી છે.

અમદાવાદમાં આગામી ડિસેમ્બર માસ સુધીમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. ત્યારે શહેર પ્રમુખ બદલી દેવા જરૂરી બની રહે કારણ કે નવા પ્રમુખ જે નિમાય તેને ચૂંટણી માટે પૂરતો સમય જોઈએ જેથી આગામી 1 કે 2 માસમાં પ્રમુખ જાહેર કરી દેવા જરૂરી છે.

હાલમાં અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો, શહેર પ્રમુખ જગદીશ પંચાલને બદલવામાં આવશે એવી ચર્ચા શહેર સંગઠનમાં જ થઈ રહી છે. કારણ કે તેની સામે આંતરીક વિરોધ છે. શહેર સંગઠનના નેતાઓ જ અંદરખાને આક્ષેપ કરી રહ્યા છે કે તે સગાવાદ ચલાવી રહ્યા છે. કેટલાક નેતાઓ કે જે હાઈ કમાન્ડની નજીક છે તેની સાથે પણ વિખવાદ ચાલી રહ્યો છે. જેને લઈને બદલવામાં આવી શકે છે.

આ પણ વાંચો - સુરતમાં TikTok વીડિયો બનાવતા યુવતીને યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી, ભાઇને મારી નાંખવાની ધમકી આપી

તો બીજી તરફ શહેર સંગઠનના સૂત્રો કહી રહ્યા છે કે, શહેર પ્રમુખ માટે મુખ્ય 3 દાવેદાર છે. મણિનગર ધારાસભ્ય સુરેશ પટેલ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ હર્ષદ પટેલ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ જુઓ - 

સુરેશ પટેલ સિનિયર નેતા છે અને પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે. જ્યારે હસમુખ પટેલ હાઇકમાન્ડ અને શહેરના મંત્રીઓ સાથે સારા સબંધ ધરાવે છે. તો હર્ષદ પટેલ અમિત શાહના નજીક ના અને સ્વચ્છ છબી ધરાવે છે. જેને કારણે આ ત્રણ નેતાઓ પૈકી કોઈ એક નેતાની પસંદગી થાય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમિત શાહ, ગાંધીનગર, ગુજરાત, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन