મયૂર માકડિયા, ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat Bypoll) પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP Gujarat) દ્વારા રાજ્યના 39 નવા જિલ્લા અને શહેર પ્રમુખનાં (BJP President of city and District નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલની (CR Paatil) આ પ્રથમ મોટી નિમણૂક છે. આ પ્રમુખોમાં અમદાવાદ જિલ્લો, સુરત શહેર જિલ્લો, વડોદરા શહેર જિલ્લો, રાજકોટ શહેર જિલ્લો, ભાવનગર શહેર જિલ્લો, જામનગર, જૂનાગઢ, વગેરે જેવા શહેરોની સાથે જિલ્લાનાં પ્રમુખો બદલામાં આવ્યા છે. જોકે, અંદાજે 95 ટકા નવા પ્રમુખોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની 8 બેઠોકો પરની પેટાચૂંટણીના પરિણામ પહેલાં 39 નવા પ્રમુખ જાહેર કર્યા છે. આ પ્રમુખોમાં નીચે મુજબના નામ શામેલ છે.
એક વ્યક્તિ એક હોદ્દો થિયરીનો અમલ કરાવતા સીઆર પાટિલ
ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા આ પ્રમુખોમાં અગાઉ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કરેલી જાહેરાત મુજબ એક વ્યક્તિ એક હોદ્દો થિયરીનો અમલ કરાવ્યો છે. સી.આર. પાટિલે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ વર્ષે શક્ય હશે ત્યા સુધી ધારાસભ્યોને કે સાંસદોને કે પાલિકા અને જિલ્લા અને તાલુકાના પ્રમુખોને હોદ્દો આપવામાં નહીં આવે. આ પદ્ધતિ મુજબ 90 ટકા નવા ચહેરા આપવામાં આવ્યા છે. દરમિયાન ભાજપે અમદાવાદ અને ગાંધીનગર શહેરના પ્રમુખોની નિમણૂકને બાકી રાખી છે.
ક્યાં મોટા માથા મુકાયા પડતાં
ભાજપે જાહેર કરેલી યાદીમાં અનેક મોટામાથા અને વર્તમાન પ્રમુખો પડતા મુકવામાં આવ્યા છે. આ પ્રમુખોમાં સુરત શહેરના પ્રમુખ નીતિન ભજીયાવાલા
વડોદરા શહેર પ્રમુખ રંજનબેન ભટ્ટ, ખેડા જિલ્લાના પ્રમુખ દેવુંસિંહ ચૌહાણ, અમદાવાદ જિલ્લાનાં પ્રમુખ આર.સી.પટેલ , બનાસકાંઠામાં કેશાજી ચૌહાણ,
જામનગર શહેરમાં હસમુખ હિંડોચા, પોરબંદર શહેરમાં વિક્રમ ઓડેદરા
ભાવનગર શહેર સનમ ભાઈ મોદીને પડતા મૂકવામાં આવ્યા છે.
દરમિયાન ભારતીય જનતા પાર્ટીની આઠ બેઠકોની પેટાચૂંટણી હતી એ બેઠકો કચ્છ જિલ્લો, ડાંગ જિલ્લો, વડોદરા જિલ્લો, મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, અમરેલી જિલ્લો, વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં કચ્છ જિલ્લાના પ્રમુખ સિવાય તમામ પ્રમુખોને બદલવામાં આવ્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર