પેટા-ચૂંટણી: મોરવા હડફ બેઠક માટે ભાજપના ઉમેદવારનું નામ જાહેર

પેટા-ચૂંટણી: મોરવા હડફ બેઠક માટે ભાજપના ઉમેદવારનું નામ જાહેર
નિમિષા સુથાર, સુરેશ કટારા. (ફાઇલ તસવીર)

મોરવા હડફ બેઠક પર આગામી 17મી એપ્રિલેના રોજ પેટાચૂંટણી યોજાશે. આ માટે 30મી માર્ચ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 31મી માર્ચે ઉમેદવારીપત્રની ચકાસણી કરવામાં આવશે.

 • Share this:
  ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha)ની મોરવા હડફ (Morva Hadaf) બેઠકની પેટા-ચૂંટણી માટે કૉંગ્રેસ બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપ તરફથી મોરવા હડફની પેટાચૂંટણી માટે નિમિષા સુથાર (Nimisha Suthar)ના નામની જાહેરાત કરવામાં આવી છે. મોરવા હડફ બેઠક પર આગામી 17મી એપ્રિલેના રોજ પેટાચૂંટણી (By-Election) યોજાશે. આ માટે 30મી માર્ચ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 31મી માર્ચે ઉમેદવારીપત્રની ચકાસણી કરવામાં આવશે.

  મોરવા હડફ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી 21 ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. જેમાંથી ચાર નામની પેનલ હાઇકમાન્ડને મોકલવામાં આવી હતી. જેમાંથી નિમિષા સુથારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નિમિષાબેન સુથાર વર્ષ 2012ની પેટાચૂંટણીમાં ધારાસભ્ય બન્યા હતા. હાલ તેઓ જિલ્લા ભાજપના ઉપપ્રમુખની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.  આ પણ વાંચો: સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે સાંસદ દર્શનાબેન જરદોશ માસ્ક વગર દેખાયા, શું તંત્ર તેમને દંડ ફટકારશે?  કૉંગ્રેસ તરફથી સુરેશ કટારાનું નામ જાહેર

  કૉંગ્રેસે તરફથી મોરવા હડફની પેટાચૂંટણી માટે સુરેશભાઈ કટારાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કૉંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી કૉંગ્રેસના સક્રિય કાર્યકર છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

  આ પણ વાંચો: હેલ્મેટ ન પહેરવાના ગુનામાં પોલીસે 8 મહિનાની પ્રેગનેન્ટ મહિલાને ત્રણ કિલોમીટર ચલાવી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સસ્પેન્ડ


  આ પણ વાંચો: ભરૂચ: માતા-પિતાની યાદમાં પુત્રએ બનાવ્યું અનોખું મંદિર, પૂજા સાથે કરે છે દિવસની શરૂઆત


  શા માટે પેટા-ચૂંટણી?

  પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર ખાંટ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ બેઠક આદિવાસી માટે અનામત છે. જોકે, બાદમાં વિજેતા ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર ખોટું હોવાનું ધ્યાન આવતા તેમને ધારાસભ્ય તરીકે ગેરકાયક ઠેરવવામાં આવ્યા હતા. આ અંગેનો ભૂપેન્દ્ર ખાંટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલતો હોવાથી આ બેઠક પર હજુ સુધી પેટા-ચૂંટણી યોજાઈ ન હતી. જોકે, થોડા દિવસ પહેલા બીમારીને પગલે ભૂપેન્દ્ર ખાંટનું અવસાન થતાં આ બેઠક પર પેટા-ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:March 29, 2021, 15:01 pm

  ટૉપ ન્યૂઝ