ગુજરાતના વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ : Covid 19ની આખી જીનમ સીક્વન્સ શોધી કાઢી

ગુજરાતના વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ : Covid 19ની આખી જીનમ સીક્વન્સ શોધી કાઢી
ગુજરાતના વૈજ્ઞાનિકોની અનોખી સિદ્ધી.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી, કોરોના વાયરસની રસી અને દવા શોધવામાં મદદ મળશે.

 • Share this:
  ગાંધીનગર : કોરોના વાયરસ (Coronavirus)ની મહામારી વચ્ચે દરેક ગુજરાતીની છાતી ગુજ ગજ ફૂલે તેવી શોધ ગુજરાતના વૈજ્ઞાનિકોએ કરી છે. આ અંગે મુખ્યમંત્રી કાર્યાલત તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલા GBRC (Gujarat Biotechnology Research Centre) તરફથી કોવિડ 19ની આખી જીનોમ સીક્વન્સ (Whole genome sequence) શોધી કાઢવામાં આવી છે. સરકારની જાહેરાત પ્રમાણે જીબીઆરસી દેશની પ્રથમ એવી રાજ્ય સરકારની લેબોરેટરી છે જેણે કોવિડ 19ની આખી જીનોમ સીક્વન્સ શોધી કાઢી હોય. ગુજરાતના વૈજ્ઞાનિકો દ્વારા શોધી કાઢવામાં આવેલી આ જીનોમ સીક્વન્સને હવે દવાઓનું સંશોધન કરી રહેલા લોકો માટે જાહેર કરવામાં આવશે. આનાથી કોવિડ 19ની દવા કે રસી શોધવામાં ખૂબ મદદ મળશે.

  જીનોમ સીક્વન્સથી શું ફાયદો થશે?  ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્સ સેન્ટર તરફથી શોધી કાઢવામાં આવેલી કોવિડ 19 જીનોમ સીક્વન્સથી કોરોના વાયરસના મૂળ ઉદભવ અંગે જાણકારી મેળવવી સરળ બનશે. આ ઉપરાંત કઈ દવા અસરકારક રહેશે અને કઈ દવા અસરકારક નહીં રહે તેમજ કોરોના વાયરસની રસી શોધવામાં આ જીનોમ સીક્વન્સ ખૂબ ઉપયોગી બનશે.

  આ પણ વાંચો :  કોરોના અપડેટ્સ : રાજ્યમાં કોરોનાનો હાહાકાર, ગુરુવારે નવા 105 કેસ નોંધાયા, કુલ 871 કેસ

  શું હોય છે જીનોમ સીક્વન્સ?

  જીબીઆરસીના ડિરેક્ટર ડૉક્ટર ચૈતન્ય જોશીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "દરેક સજીવોની રચના ન્યૂક્લોટાઇડથી બનેલી હોય છે. આનાથી જ તેનો પ્રકાર અને બધુ નક્કી થાય છે. આ વાયરસની રચના ન્યૂક્લિક એસિડમાં એટલે કે RNA (Ribonucleic acid)માં બની છે. આરએનએ જ નક્કી કરે છે કે વાયરસ કેવો હશે, કેવી રીતે રહેશે, કેવી રીતે ડબલ થશે. ગુજરાતમાં જે વાયરસ મળ્યો છે અને ચીનના વુહાનમાંથી જે પ્રથમ વાયરસ સીક્વન્સ મળી તે બંને વચ્ચે કેટલું અંતર છે તે શોધી કાઢવામાં આવશે. જે જાણ્યા બાદ એ પણ નક્કી થશે કે જે દવા છે તે કેટલી અસરકારક રહેશે અને કેટલી નહીં."

  વેક્સીન કેવી બનાવની તે નક્કી કરી શકાશે

  કોવિડ 19 જીનોમ સીક્વન્સની શોધ બાદ એ વાત માલુમ પડી શકે છે કે બજારમાં જે દવા છે તેમાંથી કઈ દવા અસરકારક રહેશે અથવા કઈ દવા વધારે કે ઓછી માત્રામાં અસર કરી શકશે. બીજું કે જીનોમ સીક્વન્સથી સ્પાઇક પ્રોટિન, ઇન્વલોપ પ્રોટિનની જે સીક્વન્સ મળશે તેનાથી વેક્સીન બનાવવા માટે વેક્સીન કેવી હોવી જોઈએ તે પણ નક્કી કરી શકાશે.

  આઠથી નવ દિવસમાં જીનોમ સીક્વન્સ શોધી કાઢી

  ગુજરાતના વૈજ્ઞાનિકોએ આઠથી નવ દિવસમાં કોવિડની આખી જીનોમ સીક્વન્સ શોધી કાઢી છે. આ કામ ખૂબ જ કપરું છે. કારણ કે વાયરસનો જીનોમ ખૂબ નાનો હોય છે. સેમ્પલ કલેક્ટર કરતી વખતે મનુષ્યનું જીનોમ તેની સાથે મર્જ થઈ જાય છે. વાયરસ કલ્ચરની ફેસિલિટી હોય તો આ કામ સરળતાથી અને ત્વરીત થઈ શકે છે.

  વિશ્વમાં કોવિડ 19ની ચાર હજાર જેટલી જીનોમ સીક્વન્સ

  જીબીઆરસીના ડિરેક્ટરે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાંથી આ પ્રથમ રિપોર્ટ છે. દેશમાં NIV (National Institute of Virology) પાસે જીનોમ સીક્વન્સ છે. વિશ્વ સ્તરે ચાર હજાર જીનોમ સીક્વન્સ થયા છે.
  Published by:News18 Gujarati
  First published:April 16, 2020, 13:02 pm

  ટૉપ ન્યૂઝ