‘જીવણદાદા’ તરીકે જાણીતા ભારતીય કિસાન સંઘના જીવણભાઈ પટેલનું નિધન

‘જીવણદાદા’ તરીકે જાણીતા ભારતીય કિસાન સંઘના જીવણભાઈ પટેલનું નિધન
જીવણભાઇ પટેલની ફાઇલ તસવીર

‘જીવણદાદા’ તરીકે જાણીતા જીવણભાઇ પટેલનું આજે નિધન થયું છે. જીવણભાઈ પટેલ ગુજરાતના ખેડૂતો પર સારી પકડ ધરાવતા હતા

 • Share this:
  ‘જીવણદાદા’ તરીકે જાણીતા જીવણભાઇ પટેલનું આજે નિધન થયું છે. જીવણભાઈ પટેલ ગુજરાતના ખેડૂતો પર સારી પકડ ધરાવતા હતા. જીવણભાઇ પટેલે આજે સવારે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવણભાઇ પટેલેને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં ખેડૂતોના તથા ખેતીના હિત માટે મજબૂત સંગઠનનો પાયો નાખનાર ભારતીય કિસાન સંઘના જીવણભાઈ પટેલ (જીવણ દાદા) ના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે તેમજ પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના. ૐ શાંતિ..

  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ શ્રદ્ધાંજલિ આપી છે.  ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ શ્રદ્ધાંજલિ આપી છે.  નોંધનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જ્યારે નવા નિમાયા હતા ત્યારે તેઓ કિસાન સંઘની ઓફિસે ગયા હતા. પાટીલ ગાંધીનગરમાં કિસાન સંઘના કાર્યાલય બલરામ ભવન પહોંચી ગયા હતા અને ભવનમાં હાજર કિસાન સંઘના વરિષ્ઠ નેતા તથા ‘જીવણદાદા’ તરીકે જાણીતા જીવણભાઇ પટેલને ભેટી પડ્યા હતા અને તેમના આશીર્વાદ પણ લીધા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:January 09, 2021, 13:02 pm

  ટૉપ ન્યૂઝ