Home /News /north-gujarat /

Gujarat Assembly Elections: ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસને મોટો ફટકો, ધારાસભ્ય અને માજી ધારાસભ્યના પુત્ર BJPમાં જોડાશે

Gujarat Assembly Elections: ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસને મોટો ફટકો, ધારાસભ્ય અને માજી ધારાસભ્યના પુત્ર BJPમાં જોડાશે

અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ શકે

Gujarat Assembly Elections: વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) વહેલી થવાના ભણકારા વચ્ચે ભાજપ ઉત્તર ગુજરાતમાં એક ધારાસભ્ય અને એક માજી ધારાસભ્યના પૂત્ર ભાજપમાં જોડાવાની તૈયારી

    Gujarat Assembly Elections: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) ભણકારા વાગી રહ્યા છે. જોકે, જાણકારોના મતે ચૂંટણી સમયસર જ થવાની છે. આ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ભાજપ (BJP) અને કૉંગ્રેસમાં (Congress) જોવા મળી રહ્યો છે. ચૂંટણીના રાજકીય (Gujarat Politics) લેખાજોખા જોતા હવે નારાજ નેતાઓ સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. કૉંગ્રેસના એક નારાજ ધારાસભ્ય અને એક સ્વર્ગસ્થ ધારાસભ્યના પુત્ર નજીકના દિવસોમાં ભાજપનો કેસરિયો ખેંસ ધારણ કરી લે તેવા સમાચારો સામે આવી રહ્યા છે.

    અહેવાલો મુજબ કૉંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ( MLA Ashwin Kotwal) નજીકના દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો ખેંસ ધારણ કરશે. કોટવાલ લાંબા સમયથી કૉંગ્રેસથી નારાજ છે. કોટવાલના આવવાથી ભાજપને ફાયદો થાય એમ છે. આ સાથે ભીલોડાના સ્વર્ગસ્થ ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા (Keval Joshiyara) પણ ભાજપમાં જોડાય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. ડૉ.અનિલ જોશીયારા (Dr. Anil Joshiyara) કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત થયા હતા અને લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.

    ' ટૂંક સમયમાં મારો નિર્ણય હું જાહેર કરીશ'

    અશ્વિન કોટવાલ રાજ્યના મુખ્યમંમી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરી ચુક્યા છે. ત્યારે મીડિયા સમક્ષ આડકતરો ઇશારો પણ કર્યો હતો કે, આગામી ટૂંક સમયમાં મારો નિર્ણય હું જાહેર કરીશ. ત્યાં ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે અશ્વિન કોટવાલ નજીકના દિવસોમાં ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે. અશ્વિન કોટવાલ કોંગ્રેસમાથી રાજીનામું આપી શકે છે .

    જોશીયારાની સારવારનો ખર્ચ સરકારે ઉઠાવ્યો હતો

    ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરમાં અવસાન પામેલા કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારાની સારવારનો ખર્ચ રાજ્ય સરકારે ઉપાડ્યો હતો. તેમને પહેલાં અમદાવાદ અને બાદમાં ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા. હવે તેમના અવસાન બાદ તેમની સીટ ખાલી પડી છે ત્યારે તેમના પુત્ર કેવલ જોશીયારા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

    ઉત્તર ગુજરાત ભાજપ માટે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યુ પરિણામ લાવી શક્યુ નહોતું. આમ ભાજપના પ્રમુખ સીઆર પાટિલના મિશન 182 માટે ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવો ખૂબ જરૂરી છે. ભાજપની આ રણનીતિ કૉંગ્રેસના નેતાઓની નારાજગીમાં સુપેરે પાર પડી જાય તેવો માહોલ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat Assembly elections 2022, કોંગ્રેસ, ગુજરાત વિધાનસભા ચૂંટણી, ગુજરાતી સમાચાર, ભાજપ, રાજકારણ

    આગામી સમાચાર