BJPને 8 બેઠકોની પેટાચૂંટણીમાં 5-6 બેઠક પર આંતરિક કલેહ નડી શકે, CMને રિપોર્ટ સોંપાયો


Updated: July 7, 2020, 3:02 PM IST
BJPને 8 બેઠકોની પેટાચૂંટણીમાં 5-6 બેઠક પર આંતરિક કલેહ નડી શકે, CMને રિપોર્ટ સોંપાયો
CM Vijay Rupani ના નિવાસસ્થાને આજે નિરીક્ષકોએ પોતાના રિવ્યૂ સોંપ્યા હતા.

CM વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાઈ બેઠક, સૂત્રોએ જણાવ્યું કે નિરીક્ષકો દ્વારા તમામ બેઠકોનો હાલ જણાવાયો, આ 5-6 બેઠક પર 'કૉંગ્રેસના પેરાશૂટ'ના કારણે રોષ ?

  • Share this:
ભાજપે નિરીક્ષકોએ જે તે વિધાનસભાની મુલાકાત લઈ તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ એ મુખ્ય મંત્રી નિવાસ્થાને મળેલ કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.આ રીવ્યુ બેઠકમાં આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. સૂત્રો કહી રહ્યા છે કે ભાજપને 4 થી 5 સીટ પર અત્યારે સ્થિતિ કપરી છે

પેટા ચૂંટણી માટે ભાજપે તમામ સીટ 2 નિરીક્ષકની નિમનુક કરી છે ભાજપને કેટલીક બેઠક પર સ્થિતિ કફોડી છે તો પણ ભાજપ માટે કેટલીક બેઠક પર કોરોનાના કારણે ઓછું મતદાન થાય તો ફાયદો થઈ શકે છે.

હાલમાં ભાજપના નિરીક્ષકો જે તે વિધાનસભા વિસ્તારમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી આવ્યા છે તેનો રિપોર્ટ પણ તૈયાર કરી મુખ્ય મંત્રી નિવાસ્થાને  મુખ્ય મંત્રી અને પ્રદેશ ભાજપના નેતાઓ ની હાજરીમાં  ચર્ચા કરવામાં આવી હતી જેમાં આગામી રણનીતિ તૈયાર કરી તે મુજબ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.


8 પૈકીની કેટલીક સીટ એવી છે જેમાં ભાજપ માટે સ્થિતિ સારી ના કહી શકાય એવી છે. પાર્ટીના સૂત્રો કહી રહ્યા છે કે 8 વિધાનસભા પેટા ચૂંઠણી મામલો ભાજપનો જ આંતરિક રીપોર્ટ ચોંકાવનારો હાલમા ભાજપ ને 5 થી 6 બેઠકો પર  હાર નો કરવો પ઼ડી શકે છે સામનો.

આ પણ વાંચો :  સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર : રાજ્યના 117 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, જામનગરમાં આભ ફાટ્યુજોકે હારનું કારણ ભાજપના જ નેતાઓની નારાજગી થઇ શકે છે એમ સૂત્રોએ જણાવ્યું છે. સતત પક્ષ પલટુઓ ને પ્રાઘાન્ય મળતા ભાજપના કાર્યકર્તાઓથી માંડી સ્થાનિક હોદ્દદારો નારાજઅબડાસા,ધારી, મોરબી , કરજણ,કપરાણા  મા  અંસતોષઅંસંતોષ ને ખાળવામા નહી આવે તો  ફરી ભાજપ  ને હાર નો સામનો કરવો પડી શકે છે.

વર્ષ 2017 મા જેઓ ભાજપ ના ઉમેદવાર હતા એમણે ચૂંટણી  ઇન્ચાર્જ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. ધારીમાં  દિલીપ સાંઘાણી તથા  મોરબીના કાંતિ અમૃતિયા લડ્યા હતા ચૂંંટણી. ચૂંટણી નિરિક્ષકો એ તમામ બાબતે  પ્રદેશ હોદ્દેદારો  સમક્ષ મંતવ્ય રજૂ કરવાનું આપ્યુ આશ્વાન.

ડાંગ બેઠકમાં ભાજપ પાસે કોઈ એવો મજબૂત દાવેદાર નથી કે તેના નામથી ચૂંટણી જીતી શકાય કે કોઈ એવી કામગીરી પણ નથી સરકારની જેના આધારે ભાજપ આસાનીથી જીત મેળવી શકે. તો આ સિવાય મોરબી અને અમરેલી બેઠકમાં ભાજપને ડર છે કે પાર્ટીનો આંતરિક કલેહ અને પાટીદાર મેજોરીટીના કારણે પાર્ટીને નુકશાન થઈ શકે છે અને અબડાસા બેઠક માટે પણ પાર્ટીનો રિપોર્ટ સારો નહિ હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

આ પણ વાંચો :  શાતીર તસ્કરો PPE કીટ પહેરીને આવ્યા, જ્વેલરી શોરૂમમાંથી 78 તોલા સોનું ચોરી ફરાર

આગામી સમયમાં ભાજપ આ તામાંમ બેઠક પર ડેમેજ કન્ટ્રોલ કરશે સાથે જ આક્રમક મુદ્દા પર પ્રચાર કરશે તો કેટલીક બેઠક પર ભાજપને ઓછું મતદાન થાય તો ફાયદો થઈ શકે છે કારણ કે એ બેઠક પર વધારે મતદાર કોંગ્રેસના છે. જો કોરોના ના કારણે એ મતદારો બહાર ન નીકળે તો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે આમ ભાજપ આગામી સમયમાં યોજાનાર રીવ્યુ બેઠક માં પોતાની નવી રણનીતી તૈયાર કરશે અને ચૂંટણી દરમિયાન તમામ બેઠક જીતવા પ્રયાસ કરશે
Published by: Jay Mishra
First published: July 7, 2020, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading