6 મહિનામાં ચૂંટણી લેવી પડે તે લોકશાહી પ્રક્રિયા, બીજીબાજુ Corona, 8 બેઠક પર પેટાચૂંટણીનું શું થશે?


Updated: July 25, 2020, 12:36 AM IST
6 મહિનામાં ચૂંટણી લેવી પડે તે લોકશાહી પ્રક્રિયા, બીજીબાજુ Corona, 8 બેઠક પર પેટાચૂંટણીનું શું થશે?
ગુજરાત વિધાનસભા 8 બેઠક પેટા ચૂંટણી

અરજદારનું કહેવું છે કે, પેટા ચૂંટણીમાં 2000 ગામડામાં અસર થાય છે. એટલે કે, 8 બેઠકો પર 50 લાખની વસ્તી પર સંક્રમિત થવાની ભીતિ રહેલી છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં 8 બેઠકો પરની પેટા ચૂંટણી સ્થગિત કરવા માગણી કરવામાં આવી છે.

કોરોના મહામારીના લીધે ચૂંટણી સ્થગિત કરવા રજુઆત કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે, પેટા ચૂંટણીમાં 2000 ગામડામાં અસર થાય છે. એટલે કે, 8 બેઠકો પર 50 લાખની વસ્તી પર સંક્રમિત થવાની ભીતિ રહેલી છે.

આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ૮ વિધાનસભાની પેટા ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી? તેનો સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે. એકબાજુ વિધાનસભામાં રાજીનામું આપ્યાં પછી ૬ મહીનામાં ચૂંટણી આપવી પડે તેવી લોકશાહી પ્રક્રિયા છે. અને બીજી બાજુ કોરોનાની પરિસ્થિતિ છે. ચૂંટણીપંચે કોરોનાની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જ પડશે.

આ પણ વાંચોસુરત: 'કઈંક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ', તેવો Video બનાવનાર રત્નકલાકારનું મોત થતા હાહાકાર

હવે તો હાઈકોર્ટમાં મેટર આવી છે ત્યારે તેનાં ડાયરેક્શન કે ડીસીઝનને પણ ધ્યાનમાં લેવું પડશે. ચૂંટણીપંચ ગમે ત્યારે ચૂંટણી આપે ભાજપ હમેશાં સજ્જ છે, તૈયાર છે. કારણ કે ભાજપનો કાર્યકર્તા” સેવા હી સંગઠન”નાં મંત્ર સાથે લોકોની વચ્ચે સતત સેવા કરતો આવ્યો છે.
તેમણે કહ્યું કે, ભાજપ પાસે કાર્યકર્તાબળ છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજના, નિર્ણયો, પગલાં એટલે કે પ્રજાલક્ષી વિકાસબળ છે. ભાજપ કાર્યકર્તાબળ, વિકાસબળ અને સેવાબળ સાથે જનતાની વચ્ચે રહે છે. અમને જનતાનો વિશ્વાસ અને સમર્થન મળશે અને તમામ બેઠકો ભાજપ જીતશે તેવો અમારો વિશ્વાસ છે.
Published by: kiran mehta
First published: July 24, 2020, 11:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading