Home /News /north-gujarat /

સ્‍ક્રેપ પોલીસી ટૂંક જ સમયમાં આવશે, રાજ્યમાં 41 લાખથી વધુ વાહનો ભંગારમાં જશે

સ્‍ક્રેપ પોલીસી ટૂંક જ સમયમાં આવશે, રાજ્યમાં 41 લાખથી વધુ વાહનો ભંગારમાં જશે

વાહનોને સ્‍ક્રેપ કરવાની પોલીસી આગામી એક-બે માસમાં આવનાર છે

Gujarat Assembly 2022: કોરોના કાળમાં પણ ગુજરાત પ્રવાસન નિગમે કરોડોના ખર્ચાઓ જાહેરાતો પાછળ કર્યા છે.

ગાંધીનગર :  ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly 2022) પ્રશ્નોત્તરીમાં અનેક મહત્તવના સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબ નીચે પ્રમાણે છે.

રાજ્ય સરકાર દ્વારા તા.૨૬-૮-૨૦૧૯ના રોજ નવું વિમાન ખરીદવાની મંજુરી આપવામાં આવેલ તે વિમાન રાજ્ય સરકારને તા.૨૧-૧૧-૨૦૧૯ના મળેલ છે. રાજ્ય સરકારે વિમાન પેટે રૂ.૧૯૭ કરોડ ૯૦ લાખ ૨૨ હજાર ૩૬૬ રૂપિયાની ચુકવણી કરેલ છે. વિમાનના મેઈન્‍ટેનન્‍સ માટે મે. ઈન્‍ડામર એવીએશન પ્રા. લિ. અને ઓપરેશન ખર્ચ માટે મે. રેયમન્‍ડ લિમિટેડને રૂપિયા ૧૯ કરોડ ૫૩ લાખ ૫૮ હજાર ૮૨૩ની ચુકવણી કરવામાં આવી છે. (અગ્રતાક્રમ-૨ અને ૧૫૪)

ગુજરાત પ્રવાસન નિગમ આખુ આઉટસોર્સીંગ એજન્‍સીના ભરોસે, ગુજરાત પ્રવાસન નિગમમાં પટાવાળા કાયમી અને અધિકારીઓ કોન્‍ટ્રાકટ/આઉટસોર્સીગથી છુટક પગારથી. ગુજરાત પ્રવાસન નિગમમાં ૨૦૧નું કુલ મંજુર થયેલ જગ્‍યાઓ છે, તે પૈકી મુખ્‍ય ૪ જગ્‍યાઓ પ્રતિનિયુકત્તિથી ભરાયેલ છે બાકીની વહીવટી મુખ્‍ય તમામ જગ્‍યાઓ ખાલી છે, ૧૫૪ જગ્‍યાઓ કાયમી ભરતીથી ભરવાની બાકી. આ જગ્‍યાઓ વર્ષોથી ખાલી છે. જ્યારે ૪૦ જગ્‍યાઓ કાયમી ભરાયેલ છે તે વર્ગ-૪ના કર્મચારીઓ, ડ્રાઈવર અને કુક છે. (અગ્રતાક્રમ-૩)

ભરૂચ જીલ્‍લામાં દહેજ ખાતે આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીના યુનિટમાં આગની ઘટના માર્ચ-૨૦૧૯માં બનેલ તે સાયપર મેપ્‍થીન પ્‍લાન્‍ટને મનાઈ હુકમ આપી બંધ રાખવામાં આવેલ તેમ છતાં તા.૨૦-૨-૨૦૨૦ના હુકમથી બિન શરતી કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી. મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં જંતુનાશક દવાઓ બનાવવા માટે અતિશય ઝેરી કેમિકલો વપરાય છે, જેના કારણે પ્રદૂષણ પણ ખૂબ થાય છે અને ખેતીને નુકશાન પણ ખૂબ થાય છે. માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવા છતાં ગંભીર આગની ઘટના બાદ મેઘમણીને પુનઃ ચાલુ કરવાની મંજૂરી આપી દેવામાં આવેલ. (અગ્રતાક્રમ-૨૩)

કોરોના કાળમાં પણ ગુજરાત પ્રવાસન નિગમે કરોડોના ખર્ચાઓ જાહેરાતો પાછળ કર્યા છે. આ સમયગાળા દરમ્‍યાન કોરોના મહામારીના કારણે નાગરીકો હેરાન-પરેશાન હતા, નાગરીકો ઓકસીજન, રેમડીસીવર ઈંજેકશન અને દવાઓ શોધવા લાઈનોમાં ઉભા રહેતા  હતા ત્‍યારે પ્રવાસન નિગમ નાગરીકોના ટેકસના નાણા જાહેરાતો પાછળ ખર્ચાઓ કરી રહ્યું હતું. રાજ્યમાં પ્રવાસન  અંગેની જાહેરાતો પાછળ સને ૨૦૨૦માં રૂ.૨૩૯૯.૩૯ લાખ અને સને ૨૦૨૧માં રૂ.૨૧૨૦.૨૬ લાખનો ખર્ચ કરવામાં આવ્‍યો. (અગ્રતાક્રમ-૫૮)

સને ૨૦૨૦ અને ૨૦૨૧ના કોરોના કાળના સમયમાં સવાયો ગુજરાતી કેમ્‍પેઈન માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.૧,૩૪,૪૫,૭૫૬ રૂપિયા જાહેરાતો પાછળ વિવિધ એજન્‍સીઓને ચૂકવવામાં આવ્‍યા છે (અગ્રતાક્રમ-૧૦૬)

રાજ્યમાં કલ્‍પસર યોજના શરૂ કરવા અગાઉ તા.૨૨-૧-૨૦૦૩ના રોજ સરકાર દ્વારા રૂ.૮૪ કરોડની વહીવટી મંજુરી આપેલ હતી. ૨૦ વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં કલ્‍પસર યોજના માટેના ૧૦ અભ્‍યાસક્રમો પૈકી ૩ અભ્‍યાસક્રમો પુર્ણ થયા છે તથા ૭ અભ્‍યાસક્રમો પ્રગતિ હેઠળ છે, જ્યારે આયોજના હેઠળના ૧૯ અભ્‍યાસો પૈકી ૧૮ અભ્‍યાસક્રમો પ્રગતિ હેઠળ અને ૧ અભ્‍યાસક્રમ આયોજન હેઠળ છે. ૨૦ વર્ષે પણ કલ્‍પસર યોજના અંગેના અભ્‍યાસક્રમો પ્રગતિ અને આયોજન હેઠળ છે તો આ યોજના પુર્ણ કરતાં કેટલો સમય લાગશે ? કલ્‍પસર યોજના માટે અભ્‍યાસક્રમો માટે અત્‍યાર સુધીમાં રૂ.૧૪૮.૫૭ કરોડ જેટલી માતબર રકમની ચુકવણી કરી દેવામાં આવી છે.  ૮૪ કરોડની વહીવટી મંજુરી સામે ૧૪૮ કરોડ તો અભ્‍યાસક્રમો પેટે જ ચૂકવાઈ ગયા છે ! (અગ્રતાક્રમ-૧૦૨)
કલ્‍પસર યોજના માટે કુલ રૂ.૨૧૬.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. (અગ્રતાક્રમ-૧૭૪)

અમદાવાદ (સાબરમતી) થી કેવડીયા (નર્મદા) સી-પ્‍લેન તા.૩૧-૧૦-૨૦૨૦ના શરૂ કરવામાં આવેલ. જે તા.૧૦-૪-૨૦૨૧થી બંધ કરવામાં આવેલ છે. સી-પ્‍લેન પાછળ રાજ્ય સરકારે રૂ.૭,૭૭,૬૫,૯૯૧ જેટલી રકમનો ખર્ચ કરેલ છે. (અગ્રતાક્રમ-૧૪૧)

માર્ગ અને મકાન વિભાગ અને તેની તાબા હેઠળની કચેરીઓમાં શેડયુલ ઓફ રેટ્સ (એસ.ઓ.આર.) વર્ષ ૨૦૧૫-૧૬માં સુધારેલ તે માલ-સામાન, શ્રમયોગી અને માલ પરિવહનના બેઝિક દર વિભાગ કક્ષાએથી તા.૧૨-૮-૨૦૨૧ના અને પ્રકરણ વાઈઝ આઈટમોના દર જિલ્‍લા કક્ષાએથી તા.૫-૨-૨૦૨૨ના સુધારવામાં આવેલ છે. એસઓઆરના દર વર્ષે સુધારવાની જોગવાઈ હોવા છતાં ૫-૫ વર્ષ સુધી આ દરો સુધારવામાં આવતા નથી. (અગ્રતાક્રમ-૧૪૭)

રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં ડેપ્‍યુટી ડાયરેકટર (મેડીકલ) વર્ગ-૧ની એક જગ્‍યા અમદાવાદ ખાતેની કચેરીમાં મંજુર થયેલ છે, આ જગ્‍યા તા.૧૫-૬-૨૦૦૮થી ખાલી છે. આ મહત્‍વની જગ્‍યા ૧૨ વર્ષથી ખાલી હોવા છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી. (અગ્રતાક્રમ-૧૪૯)

રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર (મેડીકલ) વર્ગ-૧ની અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ખાતે ૧-૧ જગ્‍યા મળી કુલ ૪ જગ્‍યા મંજુર થયેલ છે. આ તમામ જગ્‍યાઓ ખાલી છે. અમદાવાદ ખાતેની જગ્‍યા વર્ષ ૨૦૧૭થી, સુરત ખાતેની જગ્‍યા વર્ષ ૨૦૦૮થી, રાજકોટ ખાતેની જગ્‍યા વર્ષ ૨૦૧૧થી અને વડોદરા ખાતેની જગ્‍યા વર્ષ ૨૦૨૧થી ખાલી છે. આ મહત્‍વની જગ્‍યા ૧૨ વર્ષથી ખાલી હોવા છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી. (અગ્રતાક્રમ-૧૪૯)
રાજ્યમાં ઉડાન યોજના અન્‍વયે સાબરમતી રીવરફ્રન્‍ટથી શેત્રુજય ડેમ અને શેત્રુજય ડેમથી સાબરમતી રીવરફ્રન્‍ટને જોડતી હવાઈ સેવા ૨૦૧૯માં શરૂ કરવામાં આવનાર હતી તે સેવા હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. (અગ્રતાક્રમ-૧૫૩)

રાજ્યમાં ઉડાન યોજના અન્‍વયે જામનગરથી દિલ્‍હી, ગોવા અને હીંડનને જોડતી હવાઈ સેવા ૨૦૧૯માં શરૂ કરવામાં આવનાર હતી તે સેવા હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. (અગ્રતાક્રમ-૧૬૨)

રાજ્યમાં ઉડાન યોજના અન્‍વયે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીથી સુરત અને સુરતથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીને જોડતી હવાઈ સેવા ૨૦૧૯માં શરૂ કરવામાં આવનાર હતી તે સેવા હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. (અગ્રતાક્રમ-૧૬૨)

આ પણ વાંચો - જગદીશ ઠાકોર ટીમ પાર્ટ - 1 જાહેર: 25 ઉપપ્રમુખ, 75 મહામંત્રી, 5 પ્રોટોકોલ મંત્રી, 19 શહેર/ જિલ્લા પ્રમુખ

રાજ્યમાં ઉડાન યોજના અન્‍વયે કેશોદ થી મુંબઈને જોડતી હવાઈ સેવા શરૂ કરવામાં આવનાર હતી તે સેવા હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. (અગ્રતાક્રમ-૨૦૧)

અંબાજી, શામળાજી, ડાકોર, પાવાગઢ, સોમનાથ, દ્વારકા, પાલીતાણા અને જૂનાગઢ ખાતેના યાત્રાધામો ખાતે ઉચ્‍ચકક્ષાની સ્‍વચ્‍છતા જાળવવાની કામગીરી ખાનગી એજન્‍સીઓને સોંપવામાં આવેલ છે. આ એજન્‍સીઓને સને ૨૦૨૦ અને ૨૦૨૧માં કુલ ૨૭ કરોડ ૭૫ લાખ ૭૩ હજાર ૬૦૮ રૂપિયા ચુકવવામાં આવેલ છે. આ એજન્‍સીઓને પ્રતિ ચો.મી.ના ૯-૧૦ રૂપિયા ચૂકવવામાં આવે છે તેમ છતાં સ્‍વચ્‍છતા અને સફાઈની કામગીરીમાં સી-ગ્રેડ આવે છે. (અગ્રતાક્રમ-૧૯૩)

આ પણ વાંચો - કોંગ્રેસ શાસિત રાજ્યમા યુરોપ જેવું શિક્ષણ, ભાજપ-આપ માત્ર માર્કેટિંગ કરે છે: રઘુ શર્મા

રાજ્યમાં ૭૦ પ્રકારના વાહનોની નોંધણી થાય છે. તેમાં કુલ ૨,૨૮,૬૪,૧૪૪ વાહનો નોંધાયેલ છે. નોંધાયેલા વાહનો પૈકી ૧૫ વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્‍યા ૪૧,૨૦,૪૫૧ છે. ૧૫ વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા હોય તેવા વાહનોમાં ૨૬,૪૫,૯૫૯ મો-સાયકલ/સ્‍કૂટર, ૬,૩૪,૦૪૯ મોટરકાર, ૧,૧૧,૫૫૨ ટ્રેકટર(કૃષિ), ૧,૩૪,૧૫૩ થ્રી વ્‍હીલર (પેસેન્‍જર), ૪૧,૮૨૭ થ્રી વ્‍હીલર ગુડ્ઝ અને ૧,૭૬,૪૯૮ ગુડ્ઝ કેરીયર (ટ્રક)નો સમાવેશ થાય છે.

૧૫ વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા હોય તેવા વાહનોને સ્‍ક્રેપ કરવાની પોલીસી આગામી એક-બે માસમાં આવનાર છે તે મુજબ રાજ્યમાં ૪૧,૨૦,૪૫૧ વાહનો છે તે સ્‍ક્રેપમાં જશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly, Scrappage Policy, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર