રાજીનામાની વાત કરનારા પાટીલ ભાઉ, ગુનાહિત કેસનાં પુરાવાની વાત સોગંધનામામાં છે જ : મોઢવાડિયા

News18 Gujarati
Updated: October 25, 2020, 2:45 PM IST
રાજીનામાની વાત કરનારા પાટીલ ભાઉ, ગુનાહિત કેસનાં પુરાવાની વાત સોગંધનામામાં છે જ : મોઢવાડિયા
ફાઇલ તસવીર

કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાનો પલટવાર કરતા પત્રકાર પરિષદ કરી હતી.

  • Share this:
ગુજરાતમા આઠ વિધાનસભાના પેટા ચૂંટણીનો પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ - કૉંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલના નિવેદન પર કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાનો પલટવાર કરતા પત્રકાર પરિષદ કરી હતી.

કૉંગ્રેસના નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ પત્રકાર પરિષદ કરી, સી.આર. પાટિલ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, સી. આર. પાટિલ ઉર્ફે ભાઉએ પડકાર ફેંકતા પહેલા પોતાનો ભુતકાળ તપાસી લેવો જોઇએ. પાટિલ ભાઉ પર 107 ગુન્હાહીત કેસ સરકારી રેકોર્ડ પર નોંધાયા છે. મારે સાબિત કરવાની જરૂર નથી. પરંતુ સી. આર. પાટિલે 2014 અને 2019મા લોકસભા ચૂંટણી વખતે કરેલ સોગંધનામા ફોટા સાથે તેમને સ્વીકાર કર્યો છે, તેના આધારે હું બોલું છુ. મેં કશું નવીન વાત કરી નથી, કારણ કે, પાટિલ ભાઉ કરેલ ચૂંટણી પંચ સમક્ષ એફિડેવિટ લખ્યું છે. તેના પર 107 અલગ અલગ કેસ નોધાયા છે. પાટિલ 1975માં પોલીસ કોન્સ્ટેબલ બન્યાના ત્રણ વર્ષમાં 1978મા, તેમના પર દારુની હેરાફેરીમાં પલસાણા પોલીસ અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોધાયો છે. જેના પગલે પોલીસ વિભાગે તેઓને સસ્પેન્ડ કર્યા છે. 1984મા પોલીસ યુનિયન બનાવતા ડિપાર્મેન્ટે તેઓને બરખાસ્ત કર્યા હતા. સુરત કોર્પોરેશન દ્વારા ઓક્ટ્રોય પણ પાટિલ પર થયો. 2002મા ડાયમંડ કૌભાંડ જે 81 કરોડનું થયું તે મુદ્દે પણ કેસ થયો, મહિનાઓ સુધી જેલમાં રહ્યા તેના પુરાવા સરકારી રેકોર્ડ પર આજે પણ છે .

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : પાટીલ, કોન્સ્ટેબલ હતા ત્યારે દારૂની ગાડીનું પાયલોટિંગ કરતા : મોઢવાડિયા

વધુમાં મોઢવાડિયાએ કહ્યું હતુ કે, રાજીનામાની વાતો કરનારા પાટિલ ભાઉ ખોટા પડકાર ન કરે ભાજપની સંસ્કૃતિ રાજીનામા આપવાની નથી . ભાજપના વર્તમાન પ્રમુખ 32 લક્ષણા છે. ભાજપ નેતાઓ ભાઉને આવા નિવેદન આપતા પહેલા રોકવા જોઇએ. સીએમ પણ કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય પર દારુ મુદ્દે જે નિવેદન આપ્યું છે તે ન આપવું જોઇએ. પહેલા સીએમ ભાઉના રેકોર્ડ જોવે અને પુરવા સરકાર પાસે જ છે. તે તપાસ કરવી જોઇએ.ભાજપે કાળા નાણાથી ધારાસભ્યને ખરીદવા માટે ખરીદ વેચાણ સંઘ બનાવ્યું છે. પરંતુ 2017 ચૂંટણી કોંગ્રેસ છોડીને 14 ધારાસભ્ય ગયા હતા તેમાથી 2 જીત્યા હતા. 2019મા બે ધારાસભ્ય પાર્ટી છોડી હતી. આજે ઘરે બેઠા છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આઠે આઠ બેઠક જીતશે.
Published by: Kaushal Pancholi
First published: October 25, 2020, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading