Home /News /north-gujarat /

પૌત્રીની સગાઈમાં 'શક્તિ પ્રદર્શન' કરનારા કાંતિ ગામિત સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવા આદેશ

પૌત્રીની સગાઈમાં 'શક્તિ પ્રદર્શન' કરનારા કાંતિ ગામિત સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવા આદેશ

કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વાયરલ વીડિયો.

બીજેપી નેતા કાંતિ ગામિતની ગમે તે ઘડીએ થઈ શકે છે ધરપકડ, પૌત્રીની સગાઈમાં છ હજાર લોકો એકઠા થયાનો વીડિયો થયો હતો વાયરલ.

  અમદાવાદ: પૌત્રીની સગાઈમાં છ હજાર જેટલા લોકો એકઠા કરનારા ભાજપના નેતા કાંતિ ગામિત (BJP Leader Kanti Gamit)ની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. મીડિયામાં વહેતા થયેલા અહેવાલો અને હાઈકોર્ટ (Gujarat Highcourt)ની ટકોર બાદ સરકારે કાંતિ ગામિત સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવાનો આદેશ તાપી જિલ્લા (Tapi District) પોલીસ વડાને આદેશ આપી દીધો છે. આથી હવે પોલીસ ગમે ત્યારે કાંતિ ગામિતની ધરપકડ કરી લેશે. આ ઉપરાંત આ કેસમાં કાંતી ગામિતના સરપંચ પુત્ર સામે સોનગઢ પોલીસે મંગળવારે જ કોરોના ગાઇડલાઇનના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

  પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

  મંગળવારે સામે આવેલા વીડિયો બાદ તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિત સામે ગુનો દાખલ થયો છે. પોલીસ સ્ટેશન ખાતે જીતુ ગામિત સામે કોરોનાની ગાઇડલાઇનના ભંગનો ગુનો દાખલ થયો છે. જોકે, બુધવારે બપોર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવ નથી.

  હાઈકોર્ટે ગુનાની ગંભીર નોંધ લીધી

  તાપી જિલ્લા ખાતે બીજેપીના નેતાના ઘરે યોજાયેલા પ્રસંગના વીડિયો મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. આ મામલે કોર્ટે સરકારને સવાલો પૂછ્યા હતા કે, પ્રસંગમાં આટલી ભીડ ક્યાંથી આવી? અમે આ અંગેનો વીડિયો જોયા છે. સરકારે છ હજારની ભીડ સામે શું પગલાં લીધા? આ મામલે રાજ્ય સરકાર વતી સરકારી વકીલે રજુઆત કરી હતી કે, આ કેસમાં રાજ્ય સરકારના આદેશથી પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે આ મામલે તપાસના પણ આદેશ આપ્યા છે.

  આ પણ વાંચો: જામખંભાળીયામાં યુવાનને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવ્યો, પાંચ લોકોની ધરપકડ

  શું હતો બનાવ?

  મંગળવારે તાપી જિલ્લાના સોનગઢમાંથી ભાજપના નેતા અને પૂર્વ આદિજાતિ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇના કેટલાક વીડિયો વાયરલ થયા હતા. જેમાં જોઈ શકાતું હતું કે, સોનગઢનાં ડોસવાડા ગામમાં સગાઈ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દાવો કરવામાં આવ્યો છે કે અહીં એક સાથે છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા. એટલે કે આખું ગામ એકઠું થયું હતું.  લોકો ગરબે ઘૂમ્યા

  વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહ્યા છે. છ હજાર લોકો એકઠા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ તો કેવી રીતે જળવાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત તમામ લોકોએ માસ્ક પહેરી રાખ્યું હશે તેવી આશા રાખવી થોડી વધારે પડતી છે. ગુજરાતમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે લગ્ન પ્રસંગમાં 200 લોકોની મંજૂરી હતી તેને પરત લઈને ફક્ત 100 લોકોને મંજૂરી આપી છે. બીજી તરફ ભાજપના જ એક નેતા આ નિયમની ઐસીતૈસી કરી રહ્યા છે.

  આ પણ વાંચો: રાજકોટ કોવિડ હૉસ્પિટલમાં આગ મામલે પોલીસે વધુ બે ડૉક્ટરની ધરપકડ કરી

  અમે કોઈને બોલાવ્યા નથી

  આ મામલે વાતચીત કરતા બીજેપી નેતા કાંતિ ગામિતે જણાવ્યું હતું કે, "અમે કોઈને બોલાવ્યા ન હતા. તમામ લોકો જાતે જ આવ્યા હતા. દર વર્ષે તુલસી વિવાહના દિવસે અમે આ રીતે ઉજવણી કરીએ છીએ. આ વખતે મારી પૌત્રીની સગાઈ હતી. અમને કોરોનાની ગાઇડલાઇનનું ભાન હતું. ગામડાઓમાં કોરોના નથી. શહેરમાંથી આવતા લોકો કોરોના લઈને આવે છે. અહીં લોકો માસ્ક પણ નથી પહેરતા."  આ પણ વાંચો: માસ્ક ન પહેરનારા લોકોએ Covid સેન્ટરમાં સેવા આપવી પડશે, ગુજરાત હાઇકોર્ટનો મોટો આદેશ

  જિલ્લા કલેક્ટર, એસ.પી. અને નેતા સામે ફોજદારી કેસ કરો

  આ મામલ પ્રતિક્રિયા આપતા ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનિષ દોશીએ જિલ્લા કલેક્ટર, એસ.પી. અને બીજેપી નેતા સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગણી કરી છે. મનિષ દોષીએ જણાવ્યું હતું કે, "વિજય રૂપાણી સરકારમાં થોડા પણ શરમ હોય તો આ કેસમાં તેમના નેતા સામે કાર્યવાહી કરે. રાજ્ય સરકાર સબ-સલામતના દાવા કરે છે. સામાન્ય માણસને લગ્ન કરવા પોલીસની મજૂરી લેવી પડે છે અને સરકાર સાથે જોડાયેલા નેતા છ હજાર લોકોની ભીડ એકઠી કરે છે ત્યારે એપિડેમિક એક્ટ ક્યાં છે? આનાથી સાબિત થાય છે કે કાયદો ફક્ત સામાન્ય માણસ માટે જ છે.

  તાપીનો વધુ એક વીડિયો વાયરલ

  પૂર્વ મંત્રી કાંતિભાઇ ગામિતના ઘરે થયેલા પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ભંગના થયેલા વીડિયા બાદ બુધવારે તાપી જિલ્લામાંથી વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વ્યારાના કપુરા ગામ ખાતેનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર લોકો ઝૂમતા નજરે પડી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Coronavirus, COVID-19, Marriage, Tapi, પોલીસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन