રાજ્ય સરકાર હસ્તકના 45 બોર્ડ નિગમોમાં નિમણૂંક કરવાની ગતિવિધિ તેજ? વાયરલ થયો પત્ર


Updated: August 13, 2020, 12:08 PM IST
રાજ્ય સરકાર હસ્તકના 45 બોર્ડ નિગમોમાં નિમણૂંક કરવાની ગતિવિધિ તેજ? વાયરલ થયો પત્ર
રાજ્ય સરકાર 45 જેટલા બોર્ડ નિગમોમાં નિમણુંક કરે તેવી શકયતા છે.

રાજ્ય સરકાર 45 જેટલા બોર્ડ નિગમોમાં નિમણુંક કરે તેવી શકયતા છે.

  • Share this:
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર દ્વારા રાજ્ય સરકાર હસ્તકના વિવિધ બોર્ડ નિગમોમાં નિમણુંક કરવા માટે પ્રક્રિયા હાથ ધરી હોવાનું સુત્રો કહી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રધાનો અને જિલ્લા પ્રમુખોની પાસે કાર્યકર્તાઓની યાદી માંગી છે. રાજ્ય સરકાર 45 જેટલા બોર્ડ નિગમોમાં નિમણુંક કરે તેવી શકયતા છે. આ અંગેનો એક પત્ર પણ વાયરલ થઇ રહ્યો છે.

ગુજરાતમાં પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના સ્થાને  વર્ષ 2001 માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા.તેઓ વર્ષ 2014 માં દેશ ના વડાપ્રધાન બન્યા ત્યાં સુધી તેઓએ ગુજરાત માં મુખ્યપ્રધાન તરીકે સત્તા જાળવી રાખી..વર્ષ 2002 ,વર્ષ 2007, વર્ષ 2012 એમ સતત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત  મેળવી. જોકે, તેમના દિલ્હી ગયા બાદ ગુજરાતમાં બીજેપીનો ગ્રાફ ઘસાતો ગયો.તેમના અનુગામી આનંદીબેન પટેલ ના કાર્યકાળ વર્ષ 2015 માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓમાં બીજેપી એ રાજ્ય માં 31 માંથી 28 જિલ્લા પંચાયતમાં સત્તા ગુમાવી .જેને કારણે પક્ષમાં તેમના વિરુદ્ધ માહોલ બન્યો. અંતે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે  વર્ષ 2016માં મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા રાજકોટના વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

સીએમ રૂપાણીના  નેતૃત્વમાં વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી 99 બેઠકો મેળવી. આમ, પાતળી બહુમતી સાથે ગુજરાતમા સત્તા જાળવી રાખી. છેલ્લા 6 વર્ષ દરમ્યાન ગુજરાતમાં બીજેપીનો ગ્રાફ નીચો ગયો છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બર માસમાં યોજાવાની છે. ત્યારે ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાનાર ચૂંટણી પહેલાની  સેમિફાઇનલ ગણાતી ચૂંટણી જીતવી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ બીજેપી પ્રમુખ સી. આર. પાટીલ માટે મોટો પડકાર છે

કારણ બીજેપીની પહેલા જેવી લોકોમાં પકડ રહી નથી.બીજું પક્ષમાં આંતરિક જૂથબંધી વધી છે. બીજેપીમાં અત્યાર સુધી પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. તેનો કોઈ ઇનકાર કરી શકે નથી.પાટીદારોના સાથ વગર બીજેપી સત્તા ની નિસરણી પાર કરી શકે તેમ નથી. મહ્ત્વપૂર્ણ બાબત તો એ છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ ઇતર જ્ઞાતિના છે. છેલ્લા કેટલાક વર્ષોથી બીજેપીમાં પ્રદેશ પ્રમુખનું પદ પાટીદારો પાસે રહ્યું હતું. વર્ષ 2015 માં પાટીદાર અનામત આંદોલનને કારણે બીજેપીને તાલુકા અને જિલ્લા પંચાયતમાં સત્તાથી હાથ ધોવા પડ્યા હતા. ત્યારે આવી કપરી પરિસ્થિતિ માં ગુજરાતમાં બીજેપી સરકાર કાર્યકર્તાઓના સાથ વગર સત્તા પુનઃ પ્રાપ્ત કરી શકે તેમ નથી.

અત્યાર સુધી, બીજેપી સરકાર દ્વારા બોર્ડ નિગમોમાં  કાર્યકર્તાઓની નિમણુંક કરવામાં આવતી ન હતી. બીજેપી સરકારે અધિકારીઓના ભરોસે મોટાભાગના નિગમો મૂકી દીધા હતા.જેના કારણે અધિકારીઓને વહીવટ કરવાની મોજ આવી ગઈ હતી. રાજ્ય સરકારમાં બેઠેલા કેટલાક લોકોને આશંકા છે કે, બોર્ડ નિગમોમાં કાર્યકર્તાઓ નિમણુંક કર્યા બાદ હોદ્દેદારો દ્વારા ભષ્ટાચાર કરવામાં આવે તો પાર્ટીની ઇમેજને મોટું નુકસાન થાય. જોકે, હવે પ્રદેશ બીજેપી પ્રમુખ સી. આર. પાટીલની નિયુક્તિ બાદ પક્ષમાં સુર બદલાયેલા જૉવા મળી રહ્યા છે.

સૂત્રોની વાત માનીએ તો રાજ્ય સરકાર દ્વારા, 45 જેટલા બોર્ડ નિગમની યાદી તૈયાર કરી લેવા માં આવી છે. તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રભારી મંત્રીઓ ને  બોર્ડ નિગમ ને લાયક કાર્યકર્તાઓની યાદી તૈયાર કરવા માટે સૂચના આપી છે. પ્રભારી મંત્રીઓ દ્વારા જિલ્લા પ્રમુખો પાસે બોર્ડ નિગમ ને લાયક કાર્યકર્તાઓની યાદી માંગી છે. જેના પર પ્રદેશ બીજેપી ના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડ નિગમમાં નિમણુંક કરી દેવાશે.
વાયરલ થઇ રહેલો પત્ર


બોર્ડ નિગમના લિસ્ટ પર એક નજર કરી એ

ગુજરાત રોડ એન્ડ  ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ બોર્ડ, ગુજરાત એગ્રીકલચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી , ગુજરાત પ્રવાસન નિગમ, સ્ટેટ મેડીસનલ પ્લાન્ટ બોર્ડપ્રવિત્ર યાત્રા ધામ બોર્ડ જી એમ ડી સીગુજરાત અનુસૂચિત જન જાતી, નિગમ મહિલા અને બાળ આર્થિક વિકાસ નિગમ જી આઇ ડી સી
સહિત 45 જેટલા બોર્ડ નિગમોમાં કાર્યકર્તાઓની નિમણુંકને લઈ યાદી તૈયાર કરવા માટે સૂચના આપી હોવાનું સૂત્રો કહી રહયા છે.

આ પણ જુઓ - 

આ અંગે 45 નિગમની યાદી સાથેનો એક પત્ર પણ વાયરલ થઇ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકાર દ્વારા કાર્યકર્તાઓમા જોશ અને જુસ્સો ભરવા માટે બોર્ડ નિગમમાં નિમણુંક કરી દે તેવું સૂત્રો કહી રહયા છે.

આ પણ વાંચો - પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની ઉડી અફવા, પરિવાર અને હૉસ્પિટલે કહ્યું- આ વાત ખોટી છે
Published by: Kaushal Pancholi
First published: August 13, 2020, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading