Good News: 4 માસથી બંધ પડેલી રો-રો ફેરી સેવા 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે


Updated: February 21, 2020, 9:20 PM IST
Good News: 4 માસથી બંધ પડેલી રો-રો ફેરી સેવા 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે
ફાઈલ તસવીર

ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલી ઘોઘા-દહેજ  રો રો ફેરી સર્વિસ ફરી શરૂ થવા જઇ રહી છે.

  • Share this:
ગાંધીનગરઃ ભારત સરકારની (Government of India) સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના (Gujarat Government) મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલી ઘોઘા-દહેજ  રો રો ફેરી સર્વિસ (Ghogha-Dahej Ro-Ro Ferry service) ફરી શરૂ થવા જઇ રહી છે.

આ સર્વિસ લોકોની હાલાકી દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પરંતુ ગતવર્ષે થયેલી અતિભારે વરસાદને કારણે દહેજ બાજુની ચેનલમાં ખૂબ જ મોટી માત્રામાં સિસ્ટેશન થઇ ગયેલી છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બંધ પડી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તારી પત્નીને વેંચીને પણ રૂપિયાની વસૂલી કરીશું, સાંજે તારા ઘરે આવીશું'

આ ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના શીપીંગ મંત્રાલય પાસે ટેકનીકલ સહાયતા માટે માંગ કરવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવેલ હતી.

આ પણ વાંચોઃ-રિટાયર્ડ કર્નલના ઘરે ચોરી કરવા માટે ઘૂસ્યો 'રાષ્ટ્રવાદી ચોર', પછી થઈ જોવા જેવી

આ ફેરી ફરી ચાલુ કરવા ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે એક એમ્પાવર્ડ ગ્રુપની રચના કરવાનો નિર્ણય કરેલ છે.આ એમ્પાવર્ડ ગ્રુપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓ તથા વિવિધ ટેકનીકલ એક્ષ્પર્ટ્સ રહેશે.આ પણ વાંચોઃ-આજથી શરુ થયું Samsung Galaxy Z Flipનું બુકિંગ, 1.10 લાખ રૂપિયાની છે કિંમત

આ એમ્પાવર્ડ ગ્રુપ આગામી થોડા દિવસોમાં ટેકનીકલ ચર્ચા-વિચારણા કરીને ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ટેકનીકલ સોલ્યુશન સાથે હવે 24 ફેબ્રુઆરીથી ઘોઘા દહેજ રો રો ફેરી ફરીથી ચાલુ કરવાની જાહેરાત કરી છે.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर