ધો- 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! Jee, Neet, Gujce પરીક્ષાઓનું ઘરે બેઠા માર્ગદર્શન મળશે


Updated: May 17, 2020, 7:26 PM IST
ધો- 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! Jee, Neet, Gujce પરીક્ષાઓનું ઘરે બેઠા માર્ગદર્શન મળશે
ફાઈલ તસવીર

રાજ્યના ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ Jee,Neet,Gujcet જેવી તમામ પરીક્ષાઓનું ઘરે બેઠા જ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનામાર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિશિષ્ટ આયોજન હાથ ધર્યું છે.

  • Share this:
ગાંધીનગરઃ હાલમાં કોરોના વાયરસના (coronavirus) કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે. તેમાં ખાસ કરીને રાજ્યના ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ Jee,Neet,Gujcet જેવી તમામ પરીક્ષાઓનું ઘરે બેઠા જ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના (Education Minister Bhupendrasinh Chudasama) માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિશિષ્ટ આયોજન હાથ ધર્યું છે.

આ આયોજન અંતર્ગત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા રેકોર્ડિંગ કરીને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે .તૈયાર થનાર આ શૈક્ષણિક કાર્યક્રમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની youtube ચેનલ જી એસ એચ એસ ઈ બી ગાંધીનગર પર અપલોડ કરાશે.

આ પણ વાંચોઃ-ચાર સપ્તાહમાં સૌથી મોટું રોકાણ! Jio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે જનરલ એટલાન્ટિક

આ કાર્યક્રમો અપલોડ થતા jee, Neet ગુજસેટ જેવી પરીક્ષાઓનું માર્ગદર્શન મેળવવા ઇચ્છતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમોનો ઘરે બેઠા તમામ પરીક્ષાઓનું માર્ગદર્શન ઘરે બેઠા જ સરળતાપૂર્વક મેળવી શકશે.

આ પણ વાંચોઃ-કિમ જોંગનો આદેશ, દરેકને રોજ 90 કિલો મળ ત્યાગ કરવું પડશે, ફેઈલ થનારને મળશે સજા

ઉલ્લેખનીય છે કે નીટની પરીક્ષા માટેના ખાસ શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરાવીને તેનું પ્રસારણ હાલમાં વંદે ગુજરાત ચેનલ નંબર 12 પરથી બાયસેગના માધ્યમથી થઈ રહ્યું છે. તે ઉપરાંત ધોરણ 9થી 12ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ પણ વંદે ગુજરાત ચેનલ નંબર 9થી થઈ રહ્યું છે .આ પણ વાંચોઃ-અમદાવાદઃ લોકડાઉનમાં બાઈકની સીટમાં ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો ભેજાબાજ ઝડપાયો

બોર્ડની youtube ચેનલ પર નીટના ખાસ કાર્યક્રમો તેમજ ધોરણ ૯ થી ૧૨ ના મુખ્ય વિષયો ના શૈક્ષણિક કાર્યક્રમો પણ અપલોડ કર્યા છે તેનો પણ રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા છે. નીટ માટેના ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના લેક્ચર ના વિડીયો jee એને ગુજસેટ જેવી પરીક્ષા માટે પણ ઉપયોગી છે.
First published: May 17, 2020, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading