કોરોના સામે ગાંધીનગરના શિક્ષકની અનોખી લડત, ગામની દિવાલો ઉપર ચિત્રો દોરી ફેલાવશે જાગૃતિ

News18 Gujarati
Updated: April 5, 2020, 8:49 PM IST
કોરોના સામે ગાંધીનગરના શિક્ષકની અનોખી લડત, ગામની દિવાલો ઉપર ચિત્રો દોરી ફેલાવશે જાગૃતિ
ચિત્ર સાથે શિક્ષક

ચિત્રમાં તેમણે દર્શાવ્યું છે કે કોરોના વાયરસ હાલ તેની ચરમસીમા પર છે ત્યારે કેટલાક લોકો પરિવાર સાથે ઘરોમાં બંધ છે. અને કેટલાક લોકો બેફિકર થી રસ્તા પર અવર જવર કરી રહ્યા છે અને કેટલાક લોકો પાર્કમાં બેસી એકબીજા સાતગે ગપ્પા મારી રહ્યા છે.

  • Share this:
ગાંધીનગરઃ કોરોના વાયરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આ વાયરસથી બચવા તેને ફેલાતો અટકાવવા ગાંધીનગરના (Gandhinagar) એક શિક્ષક પેઈન્ટિંગનો માર્ગ આપનાવ્યો છે. કેનવાસ પર દોરેલું આ પેઇન્ટિંગ હવે ગામની દીવાલ પર દોરી જાગૃતિ ફેલાવશે.

કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં પણ લોકડાઉન છતાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારી ઓ સહિત સ્વૈચ્છીક સંગઠનો પણ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યા છે જો ઘરમાં લોકો રહેશે તો સુરક્ષિત રહેશે અને જો બહાર નીકળશે તો કોરોનાના સંક્રમણનો ખતરો વધશે. હાલ પણ આવી સલાહોને અવગણીને લોકો બહાર નીકળી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ના સોનારડા ગામના વતની અને શિક્ષક સંજય ઠાકોર એ કોરોના વાયરસથી જાગૃતિ કેળવાય તે માટે એક સુંદર ચિત્ર બનાવ્યું છે.

ચિત્રની તસવીર


ચિત્રમાં તેઓએ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે દેવો પણ આ વાતને જાણે સમર્થન કરી રહ્યા છે અને ઘરમાં રહેવા સિવાય હાલ કોઈ બીજો ઉપાય નથી. ચિત્રમાં તેમણે દર્શાવ્યું છે કે કોરોના વાયરસ હાલ તેની ચરમસીમા પર છે ત્યારે કેટલાક લોકો પરિવાર સાથે ઘરોમાં બંધ છે. અને કેટલાક લોકો બેફિકર થી રસ્તા પર અવર જવર કરી રહ્યા છે અને કેટલાક લોકો પાર્કમાં બેસી એકબીજા સાતગે ગપ્પા મારી રહ્યા છે.

તો જે લોકો રસ્તા પર નીકળી રહ્યા છે તેઓ જાહેરમાં થુકી રહ્યા છે , છીંકો ખાઈ રહ્યા છે.. ત્યારે કોરોના વાયરસ આવા લોકોની આસપાસ મંડરાઈ રહ્યો છે અને તે ગમે ત્યારે તેની જપેટ માં લઇ શકે છે. ત્યારે આકાશમાંથી ભગવાન શિવ, રામ અને કૃષ્ણ આ દ્રશ્ય જોઈ રહ્યા છે અને જે લોકો પોતાની રીતે ઘરમાં જ બંધ રહી લોકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યા છે તેઓ ને ભગવાન સુરક્ષાના આશીર્વાદ આપી રહ્યા છે અને ભગવાન ખુદ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યા છે.

શિક્ષક સંજયભાઈ જણાવે છે કે કોરોના સામે જાગૃતિ ફેલાવવા ની પ્રેરણા તેમને અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના મહામંત્રી અલકેશ ભાઈ પાસેથી મળી છે. હાલમાં તેઓએ આ પેઇન્ટિંગ કેનવાસ પર તૈયાર કર્યું છે. કોરોના સામેનું આ ચિત્ર સોશિયલ મીડિયા મારફતે લોકોમાં જાગૃતિ માટે તો ફેલાવશે સાથે ગાંધીનગર માં સોનારડા ગામની દીવાલો પર પણ આ ચિત્ર બનાવશે જેથી ગામના લોકો અને અન્ય લોકો કોરોના વાયરસની ગંભીરતા સમજે અને પોતાના ઘરમાં રહી પોતાને પોતાના પરિવારને અને દેશને સુરક્ષિત કરે.
First published: April 5, 2020, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading