ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી: ત્રણ દિવસથી ગુમ Corona દર્દી શૌચાલયમાંથી મૃત હાલતમાં મળ્યો

ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી: ત્રણ દિવસથી ગુમ Corona દર્દી શૌચાલયમાંથી મૃત હાલતમાં મળ્યો
ગાંધીનગર સિવિલમાં બેદરકારી

દર્દીના સગાઓએ કોરોના વોર્ડમા જાતે જ શોધખોળ કરીને મૃતદેહ શોધ્યો, સિવિલ તંત્ર તો ત્રણ દિવસ સુધી ગોળ ગોળ જવાબ જ આપતુ રહ્યું

  • Share this:
ગાંધીનગર : ગત રાત્રે ગાંધીનગર સિવિલની ગંભીર બેદરકારી સામે આવી હતી. ગાંધીનગરના મુળ રહેવાસી અને સિવિલમાં કોરોનાની. સારવાર લઈ રહેલ દર્દી ત્રણ ત્રણ દિવસથી ગુમ થતાં અને સિવિલના જવાબદારો યોગ્ય જવાબ ન આપતાં મામલો બિચક્યો હતો. પરિવારના સભ્યોએ આ મામલે ભારે હંગામો મચાવ્યો હતો. દિવસભર શોધખોળના અંતે આખરે ત્રણ દિવસથી ગુમ દર્દી સિવિલના શૌચાલયમાંથી મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.

પરિવારના મોભીના મોતના સમાચાર સાંભળી કનોજીયા પરિવારના માથે આભ ફાટી પડ્યું હતું. પ્રથમ તબક્કે તો પરિવારે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાની ના પાડતાં મામલો બિચક્યો હતો. જેના પગલે સિવિલમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ગાંધીનગર સિવિલની ગંભીર બેદરકારી અને અંધેર વહિવટ આજે દિવસભર પાટનગરમાં ભારે ચર્ચા જગાવી હતી. સિવિલ હોસ્પિટલમાંથી દાખલ કરાયેલ કોરોનાગ્રસ્ત દર્દી ગાયબ થઈ જવાના મામલે સિવિલના જવાબદારો સામે બેજવાબદારી ભર્યાના આક્ષેપો લાગ્યા હતા.બનાવની વિગતો એવી છે કે, સર્કિટ હાઉસ સ્ટાફ ક્વાટર્સમાં બ્લોક નં .૬ માં રહેતા અશ્વિનભાઈ અમરતભાઈ કનોજીયા બ્લોક -૧૪ માં માર્ગ મકાન વિભાગના નાયબ સચિવની ગાડી ચલાવે છે. તેઓને કોરોના હોવાથી તા .૬ એપ્રિલના રોજ ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો તેઓને ટીફીન સહિત પુરૂ પાડવા પણ જઈ રહ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી દર્દીનો કોઈ અતો-પતો ન લાગતાં પરિવારની ચિંતા સતત વધી રહી હતી. ત્યારે આ મુદ્દે પરિવારના સભ્યોએ સિવિલ હોસ્પિટલમાં દર્દી ગુમ થવાના મુદ્દે હંગામો કર્યા હતો અને સિવિલની આ લાલીયાવાડી સામે અવાજ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો - રાજકોટ : જનેતા બની જમ, પ્રેમમાં આડખીલી પાંચ વર્ષના પુત્રની પ્રેમી સાથે મળી કરી હત્યા, કેવી રીતે ખુલ્યું રહસ્ય?

જેના પગલે સિવિલનું તંત્ર હરકતમાં આવ્યું હતું. જોકે દર્દીના સગાઓએ જાતે જ કોરોના વોર્ડમાં ધુસીને શૌચાલયમાંથી મૃત હાલતમાં અશ્વિન ભાઇને શોધી કાઢ્યા હતા. આ બનાવની જાણ થતાં પરિવારના માટે આભ ફાટી પડ્યું હતું અને રોકકળના દ્રશ્યો સર્જાયા હતા. સિવિલમાં ઘટેલી આ ઘટનાના પગલે રોષે ભરાયેલા પરિવારે પ્રથમ તો મૃતદેહ સ્વિકારવાની ના પાડી દેતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

આ પણ વાંચોરાજકોટમાં તબીબી જગતનો ચોંવનારો કિસ્સો : Doctor પતિના કારણે ડેન્ટિસ્ટ પત્નીએ કરી આત્મહત્યા

મામલાની ગંભીરતાને જોતા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસ તેમજ તંત્રની દરમિયાનગીરી બાદ પરિવારના સભ્યો છેલ્લે મૃતદેહ સ્વિકારવા તૈયાર થતાં મામલો શાંત પડ્યો હતો. જ્યારે ત્રણ દિવસ સુધી દર્દીનું ગુમ થવું અને તે મૃત હાલતમાં શૌચાલયમાંથી મળી આવવા સુધીના ઘટનાક્રમમાં બેજવાબદારી રાખનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ચોમેરથી માંગ ઉઠી છે. આ મુદે ન્યુઝ ૧૮એ સિવિલના વડા નિયતીબેન સાથે વાત કરતા તેઓએ આ મામલે તપાસ સોંપી હોવાનું અને જવાબદાર સામે કડક પગલા ભરાશે તેમ જણાવ્યું હતું.
Published by:kiran mehta
First published:April 10, 2021, 23:32 pm

ટૉપ ન્યૂઝ