Home /News /north-gujarat /

સાધુના વેશમાં શેતાન! ગાંધીનગરમાં લૂંટતા હતા સોનું-રોકડ, 'મદારી'બંધુનો ફૂટી ગયો ભાંડો

સાધુના વેશમાં શેતાન! ગાંધીનગરમાં લૂંટતા હતા સોનું-રોકડ, 'મદારી'બંધુનો ફૂટી ગયો ભાંડો

ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડે્લા શખ્સોએ લૂંટની ઘટનાઓની કબૂલાત કરી હતી.

Gandhinagar News : અમદાવાદના પરદેશીનાથ હજાનાથ પઢીયાર ( મદારી ) અને તેના ભાઈ જવારીનાથ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઝપટમાં આવી ગયા, પોલીસને જણાવ્યું ક્યાં ક્યાં અને કેવી રીતે કરતા હતા લૂંટ

ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar)  જિલ્લામાં લૂંટના (Loot) બનાવો યથાવત રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે . ગાંધીનગરમાં બાવાનું (sadhu) રૂપ ધારણ કરી વ્યક્તિઓને રસ્તામાં રોકી આશ્રમનું સરનામું પૂછવાના બહાને ધ્યાન ભટકાવી સોનાના (Gold Jewellery) દાગીના તેમજ રોકડ (Cash) રકમ સેરવી લઈ ફરાર થઈ જનાર બે સગા ભાઈઓને ક્રાઇમ બ્રાંચ (Cirm Branch Gandhinagar Police) દ્વારા પૂર્વ બાતમીના આધારે કલોલ પિયર કેનાલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે .   આ અંગે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ આરતી તેમની ટીમ સાથે કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોસ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે બે ઈસમો પિયજ કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા છે જેમાંના એક ઈસમે ભગવા કલરના કપડા તેમજ બીજાએ ટીશર્ટ તેમજ લોઅર પહેર્યું છે . જેઓ લોકોને વિશ્વાસમાં લઈ દાગીના તેમજ રોકડ રકમ સેરવી લેતાનું બાતમીદારે જણાવ્યું હતું

જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મળેલ સ્થળે દરોડો પાડતા મૂળ ગણેશપુરા ગામના હાલ રહે ગલોડિયાનો ટેકરો અમદાવાદના પરદેશીનાથ હજાનાથ પઢીયાર ( મદારી ) અને તેના ભાઈ જવારીનાથને ઝડપી પાડયા હતા .
પુછપરછ કરતા નાગાબાવાનું રૂપ ધારણ કરીને આશ્રમ સરનામું પૂછવાના બહાને એકલ દોકલ વ્યક્તિને વાતોમાં રાખી દણીના રોકડ રકમ સેરવી લેતા હોવાનુ આરોપીઓએ કબૂલ્યું હતું .

આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે , બન્ને ભાઈઓ તેના સાગરીત કાળુંનાથ ગુલાબ નાથ મદારી ( રહે , ગોકુળપુરા ગાંધીનગર દષ્ણામ ) ની કારમાં ગાંધીનગર , મહેમદાવાદ , મહુધા અને સાબરકાંઠાના વાલી વિસ્તારમાં જતા હતા .

બાદમાં જવારીનાથ નાણાબાવાનો વેશ ધારણ કરતો હતો અને એકલદોકલ જતી વ્યક્તિઓને આશ્રમનું સરનામું પૂછવાના બહાને રોકીને વાતોમાં ધ્યાન ભટકાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ કાઢી લઈને કારમાં ફરાર થઈ જતા હતા.

આ પણ વાંચો : પાણીના બમણા ભાવ લેતી હોટલો સામે જંગે ચઢ્યા અમદાવાદી, એકસાથે 11 Hotel સામે કરી નાખી ફરિયાદ

આ પણ વાંચો : વલસાડ : ચોરીછુપે બાયોડીઝલ વેચવા જોરદાર પ્લાન બનાવ્યો હતો, યુક્તિ જાણી પોલીસ પણ ચોંકી ગઈ!

પાંચ મહિના અગાઉ જ આજ મોડસ ઓપરેન્ડીથી બ્રણા રોડ પર એક વ્યક્તિનો સોનાનો દોરો કાઢી લીધો હતો જે સંદર્ભે વડાલી પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે . જેમની કડક રીતે પૂછપરછ કરત બે ગુનાનો ભેદ ઉકેલી દાગીના રોકડ રકમ મળીને કુલ . 4,72,400 નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે..
Published by:Jay Mishra
First published:

Tags: Cash, Gandhinagar Crime Branch, Gandhinagar News, Loot, ગાંધીનગર, ગુજરાતી ન્યૂઝ, ગુનો, ગોલ્ડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन