Home /News /north-gujarat /

Gandhinagar: યુથ કોંગ્રેસની શિબિરમાં આ નેતાએ કાર્યકર્તાઓને ભાજપ સામે દંડાવાળી કરવા કહ્યું

Gandhinagar: યુથ કોંગ્રેસની શિબિરમાં આ નેતાએ કાર્યકર્તાઓને ભાજપ સામે દંડાવાળી કરવા કહ્યું

ગુજરાતમાં ચૂંટણી વહેલી હોવાની અટકળો વચ્ચે કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ નિવેદન આપતા કહ્યું હતું કે વર્તમાન ભાજપ સરકાર લુલી લંગડી સરકરા છે.

ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના મહુડી ખાતે યુથ કોંગ્રેસ (Youth Congress)ની પ્રક્ષિશણ શિબિર ચાલી રહી છે. શિબિરના બીજા દિવશે યુવા કાર્યકર્તાઓને સંબોધન કરવા અને માર્ગદર્શન આપવા માટે પ્રદેશ કોંગ્રસ પ્રભારી ડો રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂનભાઇ મોઢવાડિયા હાજર રહ્યા હતા.

વધુ જુઓ ...
ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના મહુડી ખાતે યુથ કોંગ્રેસ (Youth Congress)ની પ્રક્ષિશણ શિબિર ચાલી રહી છે. શિબિરના બીજા દિવશે યુવા કાર્યકર્તાઓને સંબોધન કરવા અને માર્ગદર્શન આપવા માટે પ્રદેશ કોંગ્રસ પ્રભારી ડો રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂનભાઇ મોઢવાડિયા હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિપક્ષ નેતા સુખરામ રાઠવા યુવા કોંગ્રેસના કાર્યકર્તા સંબોધન કરતા કહ્યું હતુ કે હવે ભાજપ સામે દાદાગીરી કરી દંડાવાળી પણ જો કરવી હોય તો રોકાશો નહી.

યુથ કોંગ્રેસની શિબિરમાં જ યુથ કોંગ્રેસના કાર્યકરોને ભાજપ સામે લડવા દંડાવાળી કરવા વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાકલ કરી હતી. સુખરામ રાઠવાએ જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટનું સ્વપ્ન પૂરું કરવા યુવાનોએ આગળ આવું જોઇએ. ચૂંટણી સમયે ભાજપ દ્વારા દાદાગીરી થતી હોય છે.  કેટલાક વિસ્તારોમાં બુથ કેપ્ચરિંગની ઘટના થતી હોય છે.  બાહુબલી ઉમેદવારો કોંગ્રેસના કાર્યકરોને ભગડતા હોય છે. આવી જગ્યાએ દંડાવાળી કરવાની જરૂર પડે તો કરજો. કારણ કે આવી પરિસ્થિત માટે સૌ કોઇએ તૈયાર રહેવુ પડશે.

યુથ કોંગ્રેસની શિબિરમાં જ યુથ કોંગ્રેસના કાર્યકરોને ભાજપ સામે લડવા દંડાવાળી કરવા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ હાકલ કરી હતી


ગુજરાતમાં ચૂંટણી વહેલી હોવાની અટકળો વચ્ચે કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ નિવેદન આપતા કહ્યું હતું કે વર્તમાન ભાજપ સરકાર લુલી લંગડી સરકરા છે. ચૂંટણી વહેલી આવે તો નવાઇ નહી. ચૂંટણી આ વર્ષમાં જ ભાજપ સરકાર બદલીને પોતાની નિષ્ફળતા હોવાનો પુરાવો આપ્યો છે.

આ પણ વાંચો- જામનગરમાં ક્રિકેટનો જંગ જામ્યો, 4 કોર્પોરેટરોની 64 ટીમ તેમજ ભાજપના વોર્ડ સમિતિના પ્રમુખોની 16 ટીમો વચ્ચે થશે ટક્કર

વધુમા યુથ કોંગ્રેસ યુવા ક્રાંતિ બુનિયાદી પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી  ડો. રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ સારા ન આવતા નિરાશા આવે એ સ્વાભાવિક છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પણ આ બાબતો ઉપર ચર્ચા થઈ હતી. વર્ષ 1977માં કોંગ્રેસ હારી અને નવા નેતાઓ સામે આવ્યા જે એન.એસ.યુ.આઈ. માંથી ઉપર ઉઠ્યા હતા. જ્યારે એમ લાગે કે કોંગ્રેસમાં કમજોરી પડી છે ત્યારે નવું નેતૃત્વ સામે આવે છે. વર્ષ 2017માં દમખમ સાથે ચૂંટણી લડ્યા અને 40 દિવસ રાહુલ ગાંધી અહીંયા રહ્યા પણ તેમ છતાંય અમે હાર્યા હતા. ચૂંટણી રણનીતિમાં શુ પરિવર્તન લાવવું એ બાબતને લઈને તમારા સુઝાવો જરૂરી છે.

આ પણ વાંચો- Sandeep Nangal Ambian Shot Dead : ભારતના કબડ્ડી પ્લેયરની મેચ દરમિયાન ગોળી મારીને હત્યા, ટૂર્નામેન્ટમાં અંધાધુંધ ફાયરિંગ

ડો. રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે, આજે ગુજરાતમાં યુવાનો માટે પર્યાપ્ત અવસર છે. 6 થી 8 વાર હારેલી સીટો ઉપર લડવા માટે યુવાનો તૈયાર આપ કરો.  દ્વારકા ચિંતન શિબિરમાં મેં ઘણી વાતો કરી પરંતુ પાર્ટીમાં એ દિશામાં કામ નથી થઈ રહ્યું એ બાબતનો મને અફસોસ છે. બુથ સેન્ટ્રીક પોલિસી લાવીને બુથ કમિટી દ્વારા બુથ મજબૂત કરીશું તો જ જીતીશું. આજે મુદ્દાઓ ઘણા છે પરંતુ તેમ છતાંય ભાજપ જીતે છે, એ બાબતનો વિચાર કરવાની જરૂર છે.
Published by:rakesh parmar
First published:

Tags: Assembly Election, Gandhinagar News, Gandhinagar Sachivalaya, Gujarati news, ગાંધીનગર

આગામી સમાચાર