ગાંધીનગર સચિવાલયનાં ઘેરાવ પૂર્વે 50થી વધુ LRD પુરુષ ઉમેદવારોની અટકાયત

News18 Gujarati
Updated: June 22, 2020, 2:02 PM IST
ગાંધીનગર સચિવાલયનાં ઘેરાવ પૂર્વે 50થી વધુ LRD પુરુષ ઉમેદવારોની અટકાયત
સચિવાલયનાં ગેટ નંબર 1 અને 4 પર પોલીસ ખડકી દેવામાં આવી છે. બાકીનાં તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે.

સચિવાલયનાં ગેટ નંબર 1 અને 4 પર પોલીસ ખડકી દેવામાં આવી છે. બાકીનાં તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે.

  • Share this:
ગાંધીનગર - ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીને કારણે એક જગ્યાએ વધુ લોકો ભેગા થવા દેવામાં નથી આવતા. ત્યારે ગાંધીનગર સચિવાલયની બહાર LRD ભરતી મામલે રાજ્યભરમાંથી પુરૂષ ઉમેદવારો દ્વારા ફરીથી આંદોલનનાં ભણકારા વાગી રહ્યાં હતા. જોકે, આ પહેલા જ 50થી વધુ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી છે. અંદાજ પ્રમાણે અહીં 600થી વધુ ઉમેદવારો આવવાની ગણતરી હતી. એલઆરડી પુરુષોના આંદોલનને કારણે સચિવાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સચિવાલયનાં ગેટ નંબર 1 અને 4 પર પોલીસ ખડકી દેવામાં આવી છે. બાકીનાં તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે.

સચિવાલય પાસે ભેગા થયેલા પુરૂષ ઉમેદવારોની માંગ હતી કે, લોકરક્ષક દળમાં (LRD) સ્ત્રી ઉમેદવારોની સંખ્યા બંધારણીય જોગવાઈ મુજબની જ રાખવામાં આવે. લોકરક્ષક દળના પુરુષ ઉમેદવારોએ, બંધારણીય જોગવાઈ મુજબ 67 ટકા પુરુષ અને 33 ટકા મહિલાઓનુ ધારાધોરણ જાળવી રાખવાની માંગ સાથે સચિવાલય ધેરાવનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી.સચિવાલય ધેરાવનો કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ ગાંધીનગર પોલીસે, પુરુષ એલઆરડી ઉમેદવારોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો - રાજકોટ : ઇન્કમટેક્ષ અધિકારીએ કામ કરવા માંગી લાંચ, વીડિયોનાં આધારે થઇ ધરપકડ

આ પણ જુઓ - 

'યોગ્ય માઘ્યમ દ્વારા રજૂઆત કરો અહીં ભેગા ન થશો'

આ અંગે ગાંધીનગરનાં એસ.પી મયૂર ચાવડાએ જણાવ્યું કે, જે લોકો દેખાવ કરી રહ્યાં છે તેમણે પોલીસ પાસે કોઇ મંજૂરી માંગી ન હતી. જો તેમણે મઅમારી પાસે માંગી પણ હોત તો અમે કોરોનાનાં સંજોગોમાં તેમને મંજૂરી આપી ન હોત. હું મીડિયાનાં માધ્યમથી એટલી જ આ લોકોને વિનંતી કરૂં છું કે, તમે અહીં આવીને જાતે જ સંક્રમિત ન થાવ અને બીજાને સંક્રમિત ન કરો. તમારી જે પણ માંગણી છે તે યોગ્ય પ્લેટફોર્મ ઉપર પહોંચાડો. તમે વોટ્સએપથી વાત કરો કે ઇમેઇલ લખો. અહીં જો એકત્ર થશે તો અમે તેમની અટકાયત પણ કરૂીશું અને તેમની પર ગુનો પણ દાખલ કરીશું.

 
First published: June 22, 2020, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading