શું વિવાદનો આવશે સુખદ અંત? ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય

News18 Gujarati
Updated: September 30, 2020, 9:51 AM IST
શું વિવાદનો આવશે સુખદ અંત? ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય
ફાઇલ તસવીર

ગાંધીનગરમાં સરકારની કેબિનેટ મીટિંગ મળશે જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા થશે અને ત્યારબાદ સરકાર નિર્ણય જાહેર કરશે.

  • Share this:
કોરોના વાયરસનાં સંક્રમણને કારણે શાળા હજુ પણ ઓનલાઇન જ ચાલે છે. વિદ્યાર્થીઓ મોબાઇલનાં માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યાં છે. ત્યારે વાલીઓને ફી અને સિલેબસ અંગે ઘણી મૂંઝવણ છે. જેમાંથી આજે ગુજરાત સરકાર એક મુદ્દે મુંઝવણ ઓછી કરી શકે છે. ગુજરાત સરકાર આજે ફી અંગે મહત્વનો નિર્ણય લઇ શકે છે. સ્કૂલ ફી અંગે સરકારની મીટિંગનો દૌર પૂર્ણ થયો છે અને હવે કોઈ પણ મીટિંગ નહી બોલાવાય. આજે બુધવારે ગાંધીનગરમાં સરકારની કેબિનેટ મીટિંગ મળશે જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા થશે અને ત્યારબાદ સરકાર નિર્ણય જાહેર કરશે.

બીજી બાજુ મંગળવારે, એટલે ગઇકાલે, વાલી મંડળોમાં ફી ઘટાડા મુદ્દે વિખવાદ ઉભો થયો છે. મંગળવારે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી જતા ફી માફીનું કોકડું ગુંચવાયું હતું. સ્કૂલ ફી માફી કરવી કે નહીં અને માફી કરવી તો કેટલી કરવી તે સવાલ ઉભો થયો છે. લૉક્ડાઉનથી ચાલતો આ વિવાદનો શું ફી માફીનો નિર્ણય કર્યા બાદ અંત આવશે કે કેમ તે કહેવું પણ મુશ્કેલ છે.

શિક્ષણમંત્રી સાથે વાલી મંડળોની બીજી મીટિંગ બાદ વિખવાદ

હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે ફી ઘટાડા મુદ્દે પોતાની રીતે નિર્ણય લેવા પ્રક્રિયા શરી કરી હતી. જેમાં સૌપ્રથમ ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલોના સંચાલકોની મીટિંગ બોલાવી હતી. ત્યારબાદ વાલી મંડળોની મીટિંગ બોલાવી હતી. જેમાં સંચાલકો 25 ટકા ફી ઘટાડા મુદ્દે સહમત થઈ ગયા હતા. જ્યારે વાલી મંડળોમાં વિખવાદ તો હતો જ. જેથી મંગળવારે સાંજે શિક્ષણમંત્રી સાથે વાલી મંડળોની બીજી મીટિંગ હતી.પરંતુ આ મીટિંગ બાદ મંડળો વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. વાલી મંડળોમાંથી એક વાલી મંડળના સભ્યએ બીજા વાલી મંડળના સભ્ય સામે સરકાર સાથે સેટિંગનો આક્ષેપ કર્યો હતો. મીટિંગ બાદ વાલી મંડળના બે ગ્રુપ સામે સામે આવી ગયા હતા અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. સચિવાલયમાં વાલી મંડળનાં પડેલા બે ફાંટા વચ્ચે ભારે માથાકુટ થઈ હતી અને એક બીજાની સામે ફી ઘટાડવા મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપો શરી થયા હતા.

આ પણ વાંચો -  અમદાવાદ: બે મિત્રોની રિક્ષાવાળા સાથે થઇ બોલાચાલી, ચાલકે એક મિત્રને ધક્કો મારતા કેનાલમાં થયું મોત

સરકાર દ્વારા 25 ટકા ફી માફીની વાત કરાઈ હતીત્રણ દિવસ અગાઉ વાલી મંડળમાંથી નરેશ શાહ, ભાવિન વ્યાસ, અમિત પંચાલ, કમલ રાવલ સહિત આગેવાનો ભુપેન્દ્રસિંહને મળવા ગયા હતા. તેમાં સરકાર દ્વારા 25 ટકા ફી માફીની વાત કરાઈ હતી જ્યારે વાલી મંડળમાં 50 ટકા અને 100 ટકા ફી માફીની માંગ કરાઈ હતી. જેના કારણે તે દિવસે મિટિંગમાં ફી મામલે કોઇ નિરાકરણ આવ્યું ન હતુ. ત્યારબાદ મંગળવારે ફરી વાલીઓ અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક ગોઠવાઈ હતી. પરંતુ આ બેઠકમાં સ્કૂલ સંચાલકો કેવીરીતે પહોંચી ગયા તે સવાલ પણ ઉઠ્યો છે. એટલું જ નહીં સ્કૂલ સંચાલકોને કોણે ગાંધીનગર બોલાવ્યા તે સવાલો પણ ઉઠ્યા હતા. તેવામાં સ્કૂલ ફી માટે મિટિંગમાં વાલી મંડળના નરેશ શાહ અને ભાવિન વ્યાસ તેમજ સ્કૂલ સંચાલકો જ પહોંચ્યા હતા. જ્યારે અન્ય વાલી મંડળના સભ્યો અને આગેવાનોને મિટિંગમાં તેમનો પક્ષ રજૂ કરવાની તક નહીં મળતા વાલી મંડળમાં બે ગ્રૂપ પડી ગયા હતા.

આ પણ જુઓ - 

આ પણ વાંચો હાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર

મિટિંગ માટે ગાંધીનગર આવેલા અન્ય વાલી મંડળના આગેવાનો કમલ રાવલ, અમિત પંચાલ, મિતેષ ભાઈ અને સતીષ ભાઈ સહિતના આગેવાનો મિટિંગમાં નહીં જઇ શકતા તેઓ રોષે ભરાયા હતા અને ફી માફીની વાત કોરાણે મુકાઈ ગઈ હતી. ત્યારે સવાલ એ થાય છે કે વાલી મંડળના બે આગેવાનો અને સ્કૂલના સંચાલકો અને શિક્ષણ મંત્રી વચ્ચે શુ ચર્ચા થઈ તે ના પર સવાલો ઉઠ્યા છે. સરકાર ફી માટે કોઈ નિરાકરણ લાવી શકે છે કે કેમ તેના ઉપર પણ મોટો સવાલ છે.
Published by: Kaushal Pancholi
First published: September 30, 2020, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading