ગાંધીનગર: CM રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ લીધી કોરોનાની રસી

ગાંધીનગર: CM રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ લીધી કોરોનાની રસી
રસી લેતા અંજલીબેન રૂપાણી

આ મુદ્દે અપીલ કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી

 • Share this:
  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM Vijay Rupani) પત્ની અંજલીબેન રૂપાણીએ (CM Vijay Rupani wife Anjali Rupani) આજે કોરોનાની રસી (Corona vaccine) લીધી છે. ગાંધીનગર (Gandhinagar) પાસે આવેલા ભાટ ગામની એપોલો હોસ્પિટલ ખાતે સવારે રસી લીધી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે સીએમ રૂપાણીએ તમામ સિનીયર સિટીઝનને વેકસીન લેવા અનુરોધ કર્યો છે. ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે.

  આજથી 60 વર્ષથી વધુ વયના લોકોને રસી અપાશે  પહેલી માર્ચથી ગુજરાત સહિત ભારતમાં કોરોના વાયરસની રસી માટે બીજા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. સાથે સાથે 45 વર્ષથી વધુ વયના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસીના ડોઝ આપવામાં આવશે એવું સરકારે કહ્યું છે .

  સુરત: મિલમાં પાંચ કલાકની જહેમતે ભીષણ આગ પર કાબૂ, એક કર્મી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદ્યો

  ક્યાં ક્યાં મળશે કોરોના વેક્સીનના ડોઝ

  રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલી ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે છે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.

  બનાસકાંઠા: બાયોગેસના કૂવામાં ઉતરેલા પ્લાન્ટનાં માલિકના પુત્ર અને ભાગીદારનું ગૂંગળામણથી મોત

  સીએમ રૂપાણીએ કરી અપીલ

  આ મુદ્દે અપીલ કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી. 60 વર્ષથી વધુની વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.  સીએમ રૂપાણીએ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર, પરિવાર અને આસપાસના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.
  Published by:Kaushal Pancholi
  First published:March 01, 2021, 09:37 am

  ટૉપ ન્યૂઝ