Home /News /north-gujarat /ગાંધીનગર : પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, 6મેના રોજ કેમ્પ યોજાશે

ગાંધીનગર : પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, 6મેના રોજ કેમ્પ યોજાશે

સરકારની મોટી જાહેરાત, આ લોકોને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) એ કહ્યું હતુ કે,, 6 મેના રોજ જિલ્લા પ્રાથમિક નિયમાક કચેરી (District Primary Regulatory Office) એ શિક્ષકોની જિલ્લાફેર બદલી (Replacement of teachers) માટે કેમ્પ યોજાશે, તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 31 ડિસેમ્બરી 30 એપ્રિલ સુધી જે શિક્ષકો દ્વારા અરજીઓ કરવામાં આવી છે

વધુ જુઓ ...
ગાંધીનગર : પ્રાથમિક શિક્ષકોની બદલી (Replacement of primary teacherss) ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ આજે ફરી મોટી જાહેરાત કરી છે. જેમાં 6મેના રોજ જિલ્લા પ્રાથમિક નિયામક કચેરી (District Primary Director Office) ખાતે કેમ્પ યોજાશે, અને શિક્ષકોની બદલી માટે જેમણે અરજી કરી હોય તેમની અરજીનો નિકાલ કરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 6 મેના રોજ જિલ્લા પ્રાથમિક નિયમાક કચેરીએ શિક્ષકોની જિલ્લાફેર બદલી માટે કેમ્પ યોજાશે, તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 31 ડિસેમ્બરી 30 એપ્રિલ સુધી જે શિક્ષકો દ્વારા અરજીઓ કરવામાં આવી છે, તે હાલમાં માન્ય રહેશે, અને આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ પહેલા 3 એપ્રિલના રોજ શિક્ષકોની જિલ્લાફેર બદલીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શિક્ષકોની બદલીની સમય મર્યાદા ઘટાડી 5 વર્ષ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લાખો શિક્ષકોને ફાયદો થશે.



શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) એ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, શિક્ષકોના બન્ને સંગઠનો સાથે ચર્ચા કર્યા બાદ સર્વ સમંતિથી શિક્ષકોની બદલી અને બઢતીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અંતર્ગત રાજ્યના બે લાખ જેટલા શિક્ષકોને તેની અસર થશે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, 10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઈ ગઈ છે, પરંતુ 10 ટકાથી વધુ મહેકમ ખાલી હતું, જેથી છૂટા થઈ શક્યા નથી. પરંતુ હમણાં જ મેં આ શિક્ષકોને છૂટા કરવાની ઓર્ડર ફાઇલ પર સહી કરી દીધી છે, લગભગ 3-4 હજાર શિક્ષકો છૂટા થઈ જશે. સાતે જ 10 વર્ષ એક જ સ્થાને નોકરી કરવાની શરતે નોકરી પર રાખવામાં આવ્યા છે તેઓ 5 વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જલ્લા અસરપરતની અરજી કરી શક્શે. વર્ષોથી શિક્ષકોની માંગણી, સંધોની માંગણી અને તેની લાગણીઓને અનરૂપ અમે )રાજ્ય સકરારે) નિર્ણય લીધો છે.

આ પણ વાંચોAhmedabad Honey Trap : 'જો તું લગ્ન નહી કરે તો હું આત્મહત્યા કરી, તને ફસાવી દઈશ', વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, સરકારી કર્મચારી એક જિલ્લાથી બીજા જિલ્લામાં બદલીને પાત્ર છે, તેવા કર્મચારીઓના પતિ-પત્ની સરકારી શાળામાં મુખ્યશિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મુકી શકાશે. બદલીના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરવામા આવી છે. અહીં શિક્ષકો તેમની સમસ્યા, બદલી અંગેની ફરિયાદ કરી શકશે. જેનાથી શિક્ષકોને બિનજરૂરી ખર્ચો, સમય બચશે અને શિક્ષણ વિભાગને ફાયદો થશે
First published:

Tags: Gujarat goverment, Gujarat latest news, Jituvaghani, Teachers, જીતુ વાઘાણી, શિક્ષક, શિક્ષકો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો