Gandhinagar Abandoned Child Shivansh: ગાંધીનગરમાંથી મળી આવેલા બાળકનું નામ શિવાંશ (Shivansh), તેના પિતાનું નામ છે સચિન દિક્ષીત (Sachin Dixit), સચિનની પ્રેમિકાથી જન્મ્યો હતો. સચિને આ બાળકની માતા તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી
પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી ગઇકાલે રાત્રે મળી આવેલ બિનવારસુ બાળકના (Gandhinagar Abandoned child case Update) પિતાનું નામ સચીન દીક્ષિત (Sachin Dixit Father of Gandhinagar Abandoned Child) હોવાનું સામે આવ્યું છે . જ્યારે આ બાળકનું સાચું નામ શિવાંશ (Shivansh Name of Gandhinagar Abandoned Child) હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે ગાંધીનગર પોલીસની ટીમને આ બાળકના પિતાનું પગેરું શોધવામાં સફળતા મળી હતી. શિવાંશના પિતા સચિન દિક્ષીત ગઈકાલે વહેલી સવારથી રાજસ્થાનના કોટા જતા રહ્યા હતા. શિવાંશના પિતા સચિન અને તેની પત્નીની પોલીસે કોટાથી તેમને ગાંધીનગર એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. દરમિયાન પોલીસની તપાસમાં સચિને પોપટની જેમ કબૂલાત કરી લીધી છે. શિવાંશ તેનો અને તેની પ્રેમિકાનો બાળક છે (Shivansh Inside Story) શિવાંશના જન્મથી લઈને સચિના પ્રેમ વિશે તેની પત્ની અથવા તો પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. સચિને તેની પ્રેમિકા સાથેના અનૈતિક સંબંધમાં બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ દબાણ વધી જતા હીનાની હત્યા કરી નાખી (Sachin Dixit Murdered Killed Lover Hina Mehndi)
ઈનસાઇડ સ્ટોરી : શિવાંશના પિતા પોલીસને કેવી રીતે મળ્યા તેની ઇનસાઇડ સ્ટોરી ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીને સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું કે શિવાંશના જન્મ અંગે સચિને પોલીસ સામે વટાણા વેરી નાખ્યા છે. તેણે કબૂલ્યું કે શિવાંશ તેનો અને પ્રેમિકાનો પુત્ર છે. દરમિયાન સચિનની પત્નીએ પણ પોલીસને જણાવ્યું કે તે આ બાળક વિશે જાણતી નથી. વાત કઈક એમ છે સચિન વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. દરમિયાન તેને એક યુવતી સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમમાં બંને એટલા આગળ વધી ગયા કે શિવાંશનો જન્મ થયો. સચિન શનિ-રવિ જ ગાંધીનગર આવતો હતો બાકી વડોદરા નોકરી કરતો અને શિવાંશની માતા હીના સાથે રહેતો હતો.
શુક્રવારે રાતે વડોદરામાં શું થયું
આ અંગે ગાંધીનગર રેંજ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું કે શુક્રવારે રાતે વડોદરામાં જે કઈ ઘટના ઘટી ત્યારબાદ શિવાંશની માતાએ બાળક સચિનને આપી દીધું આ બાબતે તકરાર થઈ અને સચિને હીનાની હત્યા કરી નાખી. સચિને હીનાની ગળુ દબાવી અને હત્યા કરી અને બાદમાં તેની લાશને બેગમાં પેક કરી નાખી. જોકે, બેગ ફેંકવાની હિમ્મત ન હોવાથી રસોડામાં જ બેગ મૂકીને નીકળી ગયો હતો'
ગાંધીનગરમાંથી તરછોડાયેલા બાળકના પિતા સચિનની ફાઇલ તસવીર, પોલીસે ગાંધીનગરમાં તેને સાથે રાખી તપાસ કરી
હીના કેશોદની વતની હોવાની માહિતી
ગાંધીનગર રેંજ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું કે હીના મહેંદી નામની આ યુવતી જેના થકી સચિન અને તેને આ બાળક શિવાંશનો જન્મ થયો હતો તે મૂળ કેશોદ જૂનાગઢના વતની હોવાની માહિતી સામે આવી છે. હાલમાં તેનો મૃતદેહ વડોદરાના સચિન હિનાના ઘરમાં રસોડામાં પડેલી બેગમાં છે જે તેણે જણાવ્યું છે. હવે તેની સામે હત્યાનો ગુનો વડોદરામાં નોંધાશે.
સચિન માટે વડોદરાથી ગાંધીનગરનો રસ્તો એક એક પળ માટે જીવલેણ હતો. બાળકને ગાડીમાં મૂકીને તે ગાંધીનગર આવી રહ્યો હતો ત્યારે કઈ કેટલાય વિચારો તેના માનસ પટ પર ઘૂમી રહ્યા હતા. શિવાંશ વિશે પત્નીને શું કહેવું, માતાપિતાને શું કહેવું વિ.વિ વિચારોએ તેને કોરી ખાધો હતો. દરમિયાન પેથાપુર ગુરૂકુળની ગૌશાળામાંથી સચિનના ઘરે દૂધ આવતું હતું. તેણે આ જગ્યા પસંદ કરી અને ગલગોટા જેવા શિવાંશને ત્યાં કઠણ કાળજે ત્યજી દીધો.
પત્ની કોટા હતી સચિન બહાનું કરી માતાપિતાને લઈ ગયો
દરમિયાન સચિનની પત્ની અગાઉથી જ રાજસ્થાનના કોટામાં લગ્ન પ્રસંગે ગઈ હતી. સચિનને પોતાના પાપની ખબર હતી એટલે તે પરિવારને લઈને કોટા જતો રહ્યો. દરમિયાન ગાંધીનગર સહિતનું આખું ગુજરાત શુક્રવારથી આ માસૂમના માતાપિતાને શોધી રહ્યુ હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મેદાને હતા. તેમણે પોલીસને ફોર્સ કામે લગાડી અને આ બાળકના વાલી શોધવા સૂચના આપી.
સફેદ સેન્ટ્રોએ સચિન સુધી પોલીસને પહોંચાડી, સીસીટીએ ભાંડો ફોડ્યો
શિવાંશના પિતા સચિને તેને પોતાની જે સફેદ સેન્ટ્રો કારમાંથી ઉતરીને તરછોડ્યો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસને આગળના સીસીટીવમાં પણ આ કાર જોવા મળી હતી. આ કારના નંબર પરથી તેના માલિક તરીકે સચિન દિક્ષિતનો પતો મળ્યો. પોલીસ ગાંધીનગર ગ્રીન સિટી સેક્ટર 26માં પહોંચી તો ઘરે અલીગઢી તાળા હતા. આસપાસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે પરિવાર કોટા ગયો છે. રેંજ આઈજી અભય ચુડાસમા અને એસપી મયૂર ચાવડાએ માનવીય અભિગમથી તપાસ કરવાની સૂચના આપી હતી.
શિવાંશની માતા હીનાની સચિન દીક્ષિતે કેમ કરી હત્યા ?
હત્યા કર્યાં બાદ સચિને શિવાંશને કેમ તરછોડ્યો ? pic.twitter.com/l49IMmz6HC
દરમિયાન પોલીસે સચિનના પિતા એન.કે. દિક્ષીતને ફોન કર્યો અને સમગ્ર ઘટના અંગે માહિતી આપી. પિતાએ આ બાળકથી પરિચીત હોવાનો ઇન્કાર કર્યો. જોકે, પિતાએ પોલીસને કહ્યું કે જો તેના દીકરાએ આવું કઈ કર્યુ હશે તો એ જાતે લઈને આવશે પોલીસ તેમના સ્વજનોને ત્યાં ન આવે. રે.આઈજી ચુડાસમા અને એસપી ચાવડાએ જૈફ દિક્ષિતની વાત માની અને વિશ્વાસ રાખ્યો. પિતાએ સચિનને પૂછતા તે ભાંગી પડ્યો અને બાળક પોતાનું હોવાની કબૂલાત કરી.
સચિન હીનાની હત્યા કરી આ સેન્ટ્રો કારમાં શિવાશને લઈને નીકળ્યો હતો અને પેથાપુર ગુરૂકુળ પાસે આ બાળકને છોડી દીધું હતું.
દિક્ષિત પરિવાર કોટાથી નીકળ્યો પોલીસ ઉદેપુરથી પડછાયાની જેમ રહી
પોલીસની સૂચના બાદ પરિવાર કોટાથી નીકળ્યો. પોલીસ વચન મુજબ પ્રસંગમાં ન ગઈ પરંતુ રાજસ્થાનના ઉદેપુરથી અઘટિત ઘટના ન બને તે હેતુસર સાથે રહી અને ગાંધીનગર પરિવારને લઈ આવી. સચિનને એલસીબી ઓફિસ લઈ જવાયો જ્યાં તેની પૂછપછ થઈ અને તેણે સ્વીકારી લીધું કે બાળક વડોદરા રહેતી તેની પ્રેમિકાનું અને તેનું છે પત્ની અને પરિવારને જાણ નથી.
દરમિયાન સચિનનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. પોલીસ સચિનનો ડીએનએ ટેસ્ટ કરશે જેથી શિવાંશ તેનો જ બાળક છે તે સ્થાપિત કરી શકાય. આ બાળકને હાલમાં શિશુગૃહમાં મોકલવામાં આવશે જેના માટે સંઘવીએ સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી પ્રદિપ પરમાર સાથે ચર્ચા કરી છે. પોલીસે આ મામલે હજુ સુધી સચિનની ધરકપકડ કરી નથી.