રાજયની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ માટે હવે 15% બેઠકો નેશનલ કવોટાંથી ભરાશે

રાજયની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ માટે હવે 15% બેઠકો નેશનલ કવોટાંથી ભરાશે
નાયબ મુખ્યમંત્રી નીતિન

રાજયની આયુર્વેદિક અને હોમિયો પેથિકની 65 કોલેજોની 5929 બેઠકો પૈકી 889 બેઠકો પર નેશનલ કવોટાથી પ્રવેશ અપાશે.

  • Share this:
ગાંધીગનરઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે (Dy cm Nitin Patel) જણાવ્યું છે કે રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપથી કોલેજોમાં (Colleges from Ayurvedic and Homeopathy) પ્રવેશ માટે હવે 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરવામાં આવશે.

આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વ્યાવસાયિક તબીબી શેક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કેરાજ્યમાં આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં હાલ સો ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ મેરીટના ધોરણે આ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે.પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હવે મેડિકલ કોલેજની તમામ શાખાઓમાં જે રીતે 15% નેશનલ કોટા થી પ્રવેશ અપાય છે તે જ રીતે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોમા 15 ટકા બેઠકો પર નેશનલ કોટાથી ભરવાનો નિયમ લાગુ કર્યો છે તે મુજબ હવે રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપથી કોલેજોમાં પણ 15 ટકા નેશનલ કોટા થી મેરિટના આધારે પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચોઃ-રાજકોટઃ જેતપુરમાં હોળીના જ દિવસે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, મોટા ભાઈએ નાનાભાઈની કાતર વડે કરી હત્યા

આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

તેમણે ઉમેર્યું કે રાજ્યમાં હાલ આયુર્વેદિક ની 30  કોલેજો કાર્યરત છે તેમાં 2340 બેઠકો તથા હોમિયોપેથીની 35 કોલેજો કાર્યરત છે જેમાં 3589 બેઠકો ઉપલબ્ધ છે. આ બંને કોલેજોની મળી કુલ ૫૯૨૯ બેઠકો ઉપર 15% નેશનલ કોટા મુજબ 889 બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.જેમા રાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા અન્ય રાજયોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. આ માટે ફી નિયત કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને જે ફી નિર્ધારણ કમીટી ની રચના કરાઈ છે એ કમિટી જે ફી નકકી કરશે એ મુજબ ફી નિયત કરાશે.
Published by:ankit patel
First published:March 31, 2021, 22:26 pm

ટૉપ ન્યૂઝ