Home /News /north-gujarat /ગાંધીનગર : નવા વર્ષની શરૂઆતે ગેસગળતરથી 5 શ્રમિકોનાં મોત, ભાઈબીજના દિવસે બહેનોએ ભાઈ ગુમાવ્યા

ગાંધીનગર : નવા વર્ષની શરૂઆતે ગેસગળતરથી 5 શ્રમિકોનાં મોત, ભાઈબીજના દિવસે બહેનોએ ભાઈ ગુમાવ્યા

કલોલની ખાત્રજ જીઆઈડીસીમાં કરૂણાંતિકા, ગેસગળતરથી પાંચ શ્રમિકોનાં મોત

Gandhinagar News: ગાંધીનગરના કલોલની ખાત્રજ જીઆઈડીસીમાં કરૂણાંતિકા, ફેકટરીની ટાંકી સાફ કરનવા ઉતરેલા શ્રમિકોનાં જીવ ગયા

ગાંધીનગર : રાજ્યમાં અવારનવાર ગટરોમાં અને કંપનીઓના ટાંકામાં સાફ સફાઈ (Workders Death Due to Suffocation) કરવા ઉતરતા શ્રણિકાનાં મોત થતા હોવા છતાં એકવાર પણ તકેદારી રાખવામાં આવતી નથી. એક પછી એક આવી ઘટનાઓ ઘટ્યા કરે છે અને નિર્દોષ શ્રમિકોનાં જીવ હોમાઈ જાય છે. નવા વર્ષની શરૂઆતે જ આવી ઘટના પાટનગર ગાંધીનગરના (Five Workers suffocated to death in Khatraj Gandhinagar) કલોલની ખાત્રજ જીઆઈડીસીમાં ઘટી ગઈ છે. અહીંયા ગટર સાફ કરવા ઉતરેલા શ્રમિકોનાં ગેસ ગળતરથી મોત થયા છે. ખાનગી કંપનીની ટાંકીમાં સાફ સફાઈ કરવા જતા પેટિયુ રળવા આવેલા આ મજૂરોને મોત મળ્યું છે. આમ ભાઈ બીજના દિવસે આ ઘટનાના કારણે પાંચ બહેનોએ (Five sisters Lost Brothers on bhaidooj) પાંચ ભાઈઓ ગુમાવ્યા છે.

ઘટનાની વિગતો એવી છે કે ગાંધીનગર જિલ્લાના કલોલની ખાત્રજ જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં આજે પાંચ શ્રમિકોનાં મોત નીપજ્યા હતા. દવા બનાવતી ફાર્મા કંપનીની ગંદા પાણીની ટાંકીમાં સાફસફાઈ કરવા એક શ્રમિક ઉતર્યો હતો. એક શ્રમિક ગૂંગાળાયા બાદ અન્ય ચાર શ્રમિકો પણ ગૂંગળાયા હતા અને તેમના જીવ જતા રહ્યા હતા.

આ પણ વાંચો : સુરત : બેસતા વર્ષની લોહિયાળ શરૂઆત! પેટ્રોલ પમ્પ પર લાઇનમાં આડા આવેલા યુવકની છરાના ઘા ઝીંકી હત્યા

એકને બચવાવા જતા પાંચેયના મોત

આ ટાંકીમાં કામ કરી રહેલા શ્રમિકોને અચાનક ગૂંગળામળ થવા લાગી હતી. દરમિયાનમાં ટુત્સન ફાર્મા કંપનીની ટાંકીમાં શ્રમિકોનાં શ્વાલ રૂંધાવા લાગ્યા હતા. દરમિયાન એકને બચાવવા જતા અન્ય ચાર પણ ગૂંગળાઈ ગયા હતા અને પાંચેય શ્રમિકોનાં મોત નીપજ્યા હતા.

કેમિકલનું ગંદુ પાણી પ્રોસેસ કરવાનો ટાંકો હતો

પ્રાપ્ત અહેવાલો મુજબ કેમિકલનું ગંદુ પાણી પ્રોસેસ કરવાનો આ ટાંકો હતો. આ પ્રકારના જોખમી કેમિકલ વાળા પાણી જ્યારે કોઈ બંધ ટાંકામાં આવે ત્યારે તે ગેસ ગળતર કરતા હોય છે. શ્રમિકો પેટિયુ રળવા માટે નીકળતા હોય છે ત્યારે આ સ્થિતિમા સેફ્ટિના કોઈ સાધનો ન હોવાથી શ્રમિકો ગુંગળાઈ જતા હોય છે.



રોબોટથી થઈ શકે છે સાફ સફાઈ

અગાઉ આવા ગેસગળતરના પ્રશ્ને જાહેર ગટરોને સાફ કરવા માટે રોબોટોના ઉપયોગ કરવા અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગૃહ ગજાવી ચુક્યા છે. તેમણે પોતાના પગારમાંથી ગટર સાફ કરવાનો રોબોટ ખરીદવાની વાત કરી હતી. જોકે, ત્યારબાદ ગાંધીનગરમાં આવો રોબોટ લાવવામાં આવ્યો હતો.]

આ પણ વાંચો : રાજકોટ : ફટાકડાં ફોડવા જતા કરેલો ચાળો મોંઘો પડ્યો! ભડભડ સળગ્યો યુવાન, જુઓ live video 

તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રોબોટનું લોકાર્પણ કર્યુ હતું

ઉલ્લેખનીય છે કે આ રજૂઆતોના પગલે ગાંધીનગરમાં આવો એક રોબોટ કંપનીના સીઆસરના માધ્યમથી લાવવામાં આવ્યો હતો. ગેસ ગળતર ન થાય તે માટે આવા રોબોટ પહેલાં ઉતારી અને સ્થિતિ સામાન્ય થાય તો જ માણસોને ટાંકીમાં ઉતારવાના પ્રયોજન હતા પરંતુ ખાનગી કંપની માટે મજૂરોના જીવ કરતા રૂપિયા વધારે મહત્ત્વપૂર્ણ હશે એટલે જ આજે પાંચ કમનસીબ શ્રમિકોએએ ભાઈ બીજના દિવસે ભાઈ ગુમાવ્યા છે
First published:

Tags: Gujarati news, અકસ્માત, ગાંધીનગર, ગુનો