કૉંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, પેટાચૂંટણીમાં ટિકિટ નક્કી, બેની 'ઘર વાપસી'

News18 Gujarati
Updated: June 27, 2020, 2:40 PM IST
કૉંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, પેટાચૂંટણીમાં ટિકિટ નક્કી, બેની 'ઘર વાપસી'
બાકીના બાગી કૉંગ્રેસીઓના ઓપરેશન લૉટસ અંગે હજુ અવઢવ પત્તા ખૂલતા વાર લાગે તેવી વકી

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ પાંચ ધારાસભ્યોને ખેંસ પહેરાવી ભાજપ પ્રવેશ કરાવ્યો, મેરજા અને જાડેજાની ઘર વાપસી

  • Share this:
ગાંધીનગર : રાજ્યના (Gujarat)નાં રાજકારણમાં (Politics)માં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસનો (Five Ex MLA of Congress) હાથ છોડી બગાવત કરનારા 8 ધારાસભ્યો પૈકીના પાંચ પૂર્વ કૉંગ્રેસી ધારાસભ્યોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ (BJP) આજે કેસરિયા કર્યા છે. આજે ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશઉત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કૉંગ્રેસના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા. આ યાદીમાં કૉંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યના નામ ઉમેરાયા તે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, (Brijesh merja Morbi) ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયા, (Jv Kakadia Dhari) કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી(jitu chaudhary kaprada) , કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ (Akshay patel Karjan), અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના (Pradhyumansinh jadeja abdasa)નો સમાવેશ થાય છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં યોજાયેલા સમારોહમાં જીતુ વાઘાણીએ તમામ ધારાસભ્યોને ખેંસ પહેરાવ્યો હતો.

ભાજપમાં જોડાવાથી તમામ કામ પૂર્ણ થશે : જે.વી. કાકડિયા

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું કે હું આજે કમલમમાં જવાનો છું. હું મારા મતવિસ્તારોના તમામ કામ પૂર્ણ કરવા માટે વિશ્વાસ આપું છું. મારી સાથે 8 ધારાસભ્યો જેમણે પદ છોડ્યું છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. હું ભાજપમાં જોડાઈને મારા વિસ્તારના જે કામ અધૂરા છે તે પૂર્ણ કરીશ.


આ પણ વાંચો :   અમદાવાદ : બેંકકર્મીએ ખાતેદારોની FDનાં 1.69 કરોડ પત્નીના જ એકાઉન્ટમાં નાખી દીધા, બેન્ક સાથેની ઠગાઇનો અજીબ કિસ્સો

મારા તાલુકા પંચાયત અને મતવિસ્તારના કામો બદલ ફરી જીતીશ : અક્ષય પટેલકરજણના પૂર્વ ધારાસભ્ય પટેલે કેસરિયા કરતા પહેલાં જણાવ્યું હતું કે ' મેં તાલુકા પંચાયત અને વિધાનસભા મત વિસ્તારમાં જે કામ કર્યા છે તેના પર મને વિશ્વાસ છે અને હું ફરીથી વિધાનસભામાં કરજણનું પ્રતિનિધિત્વ કરીશ. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી મારા મતદારોને નારાજ નહીં કરે'

આ પૂર્વ ધારાસભ્યોના નામ પર અટકળો

આજે જે પૂર્વ ધારાસભ્યોના નામ નથી આવ્યા તેમાં લીંબડીના સોમા ગાંડા પટેલ, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂં, ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનું નામ હજુ પ્રવેશોત્સવમાં સામે આવ્યું નથી. ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્યોને પેટાચૂંટણીમાં ટિકિટ આપશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે.

આ પણ વાંચો :    રાજકોટ : મેડિકલ કૉલેજના ડીનની ઑફિસના બે કર્મચારી કોરોના પોઝિટિવ, Dean નો પણ રિપોર્ટ થશે

સપ્ટેમ્બરમાં આવી શકે છે પેટા ચૂંટણી

નિયમ મુજબ ખાલી પડેલી વિધાસનભા અને લોકસભાની બેઠકમાં 6 મહિનામાં ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે માર્ચમાં જ કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસનું દામન છોડ્યું હતું જેમાં ગઢડા, ડાંગ, લીંબડી અને અબડાસા અને ધારીના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. આ બેઠકો સાથે બાકીના તમામ બેઠકોમાં સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે. આ તમામ શક્યતાઓને જોતા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી નાંખી છે.

8 માંથી પાંચ ધારાસભ્યને જ વિધાનસભામાં ટિકિટ મળશે

કોંગ્રેસ માંથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો માંથી માત્ર 5 ધારાસભ્યો ને ભાજપ વિધાનસભા ની પેટાચૂંટણીની ટીકીટ આપશે જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ,કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી,ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી ધરસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.
First published: June 27, 2020, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading