ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલમાં કોરોનાએ દસ્તક દીધા, મંત્રીની ઓફિસના એક ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલમાં કોરોનાએ દસ્તક દીધા, મંત્રીની ઓફિસના એક ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ
ફાઇલ તસવીર

મંત્રી જયદ્રથસિંહ પરમાર (Gujarat Minister Jaydrathsinh Parmar)ની કચેરીમાં ક્લાર્ક તરીકે કામ કરતા ભરતસિંહ ડાભી (Bharatsinh Dabhi)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 • Share this:
  ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલ (Swarnim Sankul)માં કોરોના વાયરસે (Coronavirus) દસ્તક દીધા છે. અહીં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે એક મંત્રીની કચેરીના ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં મંત્રીની ઓફિસના તમામ કર્મીઓને હોમ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મંત્રી જયદ્રથસિંહ પરમાર (Gujarat Minister Jaydrathsinh Parmar)ની કચેરીમાં ક્લાર્ક તરીકે કામ કરતા ભરતસિંહ ડાભી (Bharatsinh Dabhi)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં કચેરીના તમામ સ્ટાફને હૉમ ક્વૉરન્ટીન (Home Quarantine) કરી દેવામાં આવ્યા છે. ઓફિસ ખાતે ફક્ત મંત્રીના પીએ અને પીએસ હાજર રહેશે.

  વિધાનસભામાં અધ્યક્ષે માસ્કનું ચેકિંગ કર્યુ  કોરોનાનું સંકમણ વધી રહ્યું છે તેને નાથવા માટે રાજ્ય સરકારે માસ્ક નહીં પહેરનાર પાસેથી 500 રૂપિયા દંડ લેવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તેઓ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના કાર્યાલય પર ગયા હતા. તેઓએ વિપક્ષના નેતા ઉપરાંત વિધાનસભાના સચિવ ડી. એમ. પટેલની કચેરીની મુલાકાત લીધી હતી.

  આ પણ વાંચો : ગુજરાતમાંથી પકડાયેલા નક્સલીઓએ પથ્થરગડી ચળવળ માટે 6 જગ્યાએ પથ્થરો ગાડ્યા હોવાનો ખુલાસો

  ચેકિંગ દરમિયાન ચાર વ્યક્તિ માસ્ક પહેર્યાં વગર મળી આવ્યા હતા. જેમને તેઓએ 500 રૂપિયા લેખે દંડ કર્યો છે. બીજી તરફ હવે વિધાનસભામાં કોઈ માસ્ક વગર બીજી વખત પકડાશે તો તેમને 1,000 રૂપિયા દંડ અને ત્યાર બાદ અધ્યક્ષના આદેશના અનાદરની નોટિસ આપવામાં આવશે.

  વીડિયો જુઓ : મહેસૂલ પ્રધાનનું વર્ક ફ્રોમ હોમ

  ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,108 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13,198 પર પહોંચી ગઈ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,032 દર્દી સાજા પણ થયા છે. આમ રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 42,412 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24 દર્દીનાં મૃત્યું થયા છે. રાજ્યમાં કોરોનાના દર્દીનાં મોતની સંખ્યા 2,372 પર પહોંચી ગઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:July 29, 2020, 12:55 pm

  ટૉપ ન્યૂઝ