Home /News /north-gujarat /

નવા વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી, નિરામય ગુજરાત સહિતની યોજનાઓની કરી જાહેરાત

નવા વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી, નિરામય ગુજરાત સહિતની યોજનાઓની કરી જાહેરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Gandhinagar news:આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના (health minister rushikesh patel) સતત માર્ગદર્શનમાં રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી ‘નિરામય ગુજરાત યોજના’ (Niramay Gujarat yojana) જાહેર કરવામાં આવી છે.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ નવા વર્ષની પહેલી કેબિનેટ બેઠક (The first cabinet meeting of the new year) મળી હતી . બેઠકમાં અનેક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા . રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ (jitu vaghani) નૂતન વર્ષ નિમિત્તે રાજ્યના સૌ નાગરિકોને નૂતનવર્ષાભિનંદન પાઠવતા જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે  મળી રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના (CM bhupendra patel) નેતૃત્વવાળી અમારી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો (Important decisions) કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી પ્રેસ માહિતી આવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કૌશલ્ય વિકાસને બળ આપવા અલગ કૌશલ્ય યુનિવર્સિટીની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ રાજ્યનો શ્રમ અને રોજગાર વિભાગ હવે ‘શ્રમ, કૌશલ્ય અને રોજગાર’ વિભાગના નવા નામથી ઓળખાશે તેના માટે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુ પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી ‘નિરામય ગુજરાત યોજના’ જાહેર કરવામાં આવી છે.  સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૧૨ નવેમ્બરે સવારે ૧૧.૩૦ કલાકે પાલનપુરથી, જ્યારે સવારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ મહેસાણાથી  આ નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ શિરવાણ ગામમાં હુસેન બ્લોચની કુહાડીના ઘા મારી હત્યા, દિનુ મીર અને ફિરોઝ મકવાઝાની ધરપકડ

વધુમા પ્રવક્તા મંત્રી વાઘાણી કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આગામી તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન ગ્રામ વિકાસ વિભાગ તેમજ અન્ય આઠ વિભાગોને સાંકળી લઇને આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ગ્રામ વિકાસ યજ્ઞના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ યોજવામાં આવશે.

આ યાત્રા દરમિયાન અંદાજે રૂા.૫૦૦ કરોડના ખર્ચે વિવિધ જિલ્લાઓમાં ૨૩,૮૩૫ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ ૯,૫૦૩ જેટલા લોકાર્પણ કરવામાં આવશે. આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ તા. ૧૮ નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તેમજ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં  મહેમદાવાદથી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-ખેડાઃ જમીન મુદ્દે ખેલાયો ખૂની ખેલ! ગળા ઉપર ધારિયાના ઘા કરી યુવકને રહેંસી નાંખ્યો

પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લાભપાંચમથી ટેકાના ભાવે રાજ્યવ્યાપી ખરીદીનો શુભારંભ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવીન કૃષિ કાયદો અમલી બનાવ્યો જેના પરિણામે બજારમાં મગફળીની કિંમત વધુ સારી મળતાં ઓછા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેના પરિણામે ખેડૂતોને ફાયદો થયો છે. હાલમાં  રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫૫૦૦ ના ભાવે કરવામાં આવે છે. જેની સામે બજારમાં પ્રતિ ક્વિન્ટલ ખરીદી રૂ. ૬૦૦૦-૬૫૦૦ના ભાવે થઇ રહી છે.

અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૩૨૨૪ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ છે. જેની સામે રૂ ૧૮૦ કરોડની રકમ ખેડૂતોને ચૂકવી દેવાઈ છે. આ રકમ PFMS દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવી દેવામાં આવી છે. મગફળીની ખરીદી બાદ તેના સંગ્રહ માટે પણ વેરહાઉસિંગ અને નાફેડ દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકો માટે અમલી સરકારી યોજનાના લાભો ઘર આંગણે પ્રાપ્ત થાય તે માટે રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્ર્મો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ૫૬ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં હવે કૃષિ પેદાશનું પ્રદર્શન અને મફત લીગલ એઈડ સર્વિસ સહિત અન્ય સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આજ સુધીમાં ૧૦,૮૧,૪૦૬ અરજીઓ આવી હતી એમાં ૧૦,૮૧,૨૯૫નો નિકાલ કરી ૯૯.૯૮ ટકા જેટલી સિદ્ધિ હાંસલ કરી છે.

તેમણે ઉમેર્યુ કે મહેસૂલ વિભાગ દ્વારા પ્રતિબંધિત ન હોય એવી સરકારી  પડતર જમીન લાભાર્થીઓને અગ્રતાક્રમ અનુસાર પ્રમાણસર સોંપણી  માટે વહેંચણી કરાય છે જે અંતર્ગત કચ્છ જિલ્લામાં ૨૮૫ લાભાર્થીઓને એકસાથે ૯૮૪ એકર  જમીન સોંપણી મહેસૂલ મંત્રીના હસ્તે ભૂજના ડુંમરા ખાતેથી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-સુરતઃ ચોરને મળ્યું વિચિત્ર મોત! દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર મજૂરો જાગતા ભાગ્યા, એક ધાબા પરથી નીચે પટકાયો

પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યુ હતુ કે કે ધો. ૧થી ૫ના વર્ગો એક સાથે શરૂ કરવા માટે  તજજ્ઞોની કમિટિની રચના કરવામાં આવી છે. જેના મંતવ્યો મેળવીને તેમના સૂચનો સંદર્ભે અભ્યાસ કરી યોગ્ય સમયે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarat Government, Gujarati News News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन