ગુજરાત બજેટ 2020 : 26 ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે

News18 Gujarati
Updated: February 26, 2020, 9:16 AM IST
ગુજરાત બજેટ 2020 : 26 ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે
ફાઇલ તસવીર

વિધાનસભામાં રજૂ થનારા બજેટમાં કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ધાનાણીની અધ્યક્ષતામાં આજે બેઠકે

  • Share this:
ગાંધીનગર : મંગળવનારે 26મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. સત્રના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ પ્રસ્તુત કરશે. આ બજેટમાં રાજ્ય સરકાર નાણાંકીય સંતુલનની સાથે રાજ્યની મહાનગર પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરા વધારાની દરખાસ્ત રજૂ ન કરે એવી શક્યતાઓ છે. દરમિયાન બજેટ સત્ર ધમાલિયું રહેવાના અણસાર છે. ખંભાત કસ્ટોડિયલ ડેથ મામલે અને અન્ય મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ ઘડી રહી છે. આજે વિરોધપક્ષના નેતા ધાનાણીની અધ્યક્ષતામાં સરકિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ ઘડશે.

આવતીકાલે ગુજરાત રાજ્યનુ બજેટ રજૂ થશે. નાણાં પ્રધાન નિતીન પટેલ બપોરે બાર વાગ્યે તેેમની બજેટ સ્પીચ નો પ્રારંભ કરશે. ઉલ્લેખનીય છેકે આવતીકાલ થી બજેટ સત્રનો પણ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે. વિધાનસભાના કામકાજને મુદે આજે સાંજે ચાર વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવી છે જેમાં ચૌદમી વિધાનસભાના છઠ્ઠા સત્ર દરમિયાન હાથ ધરાનારા કામકાજને બહાલી આપવામાં આવશે.

અગાઉ ગુજરાતનુ બજેટ 24 ફેબ્રુઆરી એ રજૂ થનાર હતુ પરંતુ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને​બજેટ બે દિવસ પાછુ ઠેલવામાં આવ્યુ હતુ. જે હવે આવતીકાલે રજૂ થશે.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મળી રહેલી બેઠકમાં રજૂ થયેલા કામકાજ અનુસાર આવતીકાલે તા.26 ફેબ્રુઆરીએ  નાણાપ્રધાન નીતિનભાઈ પટેલ વર્ષ 2019–20ના ખર્ચના પૂરક પત્રક અને વર્ષ 2020–21ના અંદાજપત્રની રજૂઆત કરશે. ત્યારબાદ

તા.૨૭મી ફેબ્રુઆરી એ બજેટ સત્ર દરમ્યાન બે બેઠક મળશે જયારે તા.૨૮મી એ એક બેઠક મળશે ત્યારબાદ શનિ–રવિની રજા  બાદ પુનહ બજેટ સત્ર કન્ટીન્યુ થશે.એક મહિનો ચાલનારા બજેટ સત્ર દરમ્યાન  આગામી બીજી અને ત્રીજી માર્ચ દરમ્યાન ચર્ચા હાથ ધરાશે. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા ૪ દિવસ થશે,

અને ૧૨ દિવસ પૂરક માગણીઓ પર ચર્ચા હાથ ધરવામાં આવનાર છે. આ સિવાય સરકારી અને બિનસરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ તા.૩૧મી માર્ચે આપવામાં આવશે.​વિધાનસભાના સત્ર દરમિયાન તા.૯મીએ માર્ચે બેઠક બધં રાખીને સળગં ચાર દિવસનું હોળી–ધૂળેટીનું નાનુ વેકેશન આપવામાં આવ્યું છે. પરિણામે ધારાસભ્યો તહેવારોક ની ઉજવણી તેમના મત વિસ્તારમાં કરી શકશે. સમગ્ર સત્ર દરમિયાન ત્રણ દિવસ બે–બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર રજામાં ધૂળેટી, ચેટીચાંદની રજાઓ આવશે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈ વિધાનસભાનું બજેટ સત્ર બે દિવસ મોડુ શરુ થઇ રહ્યુ છે.​
First published: February 25, 2020, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading