કોરોના સામે લડત : ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો 1-1 લાખ રૂપિયા આપશે


Updated: March 26, 2020, 10:53 AM IST
કોરોના સામે લડત : ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો 1-1 લાખ રૂપિયા આપશે
જીતુ વાઘાણી (ફાઇલ તસવીર)

કોરોના સામેના જંગમાં ભાજપના કાર્યકરો ઘરે રહીને લોકોને મદદ કરશે, આ માટેનું આયોજન ઘડી કઢાયું : જીતુ વાઘાણી

  • Share this:
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ની 21 દિવસના દેશ વ્યાપી લોકડાઉન (21 Days Lockdown)ની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજચ રૂપાણી (Chief Minister Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રીએ કેટલાક નિર્ણયો કર્યા હતા. જેમાં રાજ્યની અંદર જીવનજરૂરી વસ્તુઓના પૂરવઠો જળવાઈ રહે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. તો સાથે જ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિ (CM Relief Fund)માં આપશે તેવી જાહેરાત પણ કરી હતી. રૂપાણી સરકારની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ ધારાસભ્યોને 1-1 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવા જાહેરાત કરી હતી.

ભાજપ પ્રમુખે દાવો કર્યો કે, સરકાર કોરોના સામે લડવા માટે અનેક પગલાં ભરી રહી છે. તેવા સંજોગોમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓ પણ તંત્ર સાથે સંકલન જાળવી લોકોને મદદ કરે તે જરૂરી છે. 21 દિવસના લોકડાઉન દરમિયાન નાગરિકો ડરે નહીં અને તેમને જીવન જરૂરી તમામ વસ્તુઓ મળી રહે તે માટે ભાજપ તંત્ર સાથે સંકલન કરશે.

આ પણ વાંચો :  કોરોનાના ખતરા વચ્ચે બીજી આફત : રાજ્યના વાતાવરણમાં પલટો, ભારે પવન ફૂંકાવાની આગાહી

લોકડાઉન દરમિયાન વધુ લોકોએ ભેગા ન થવાનું હોવાથી ટેલિફોનિક સંપર્ક દ્વારા ભાજપના પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો તંત્ર સાથે સંકલન કરે તેવો નિર્દેશ પણ ભાજપ પ્રદેશ પ્રમુખે કર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખનો દાવો છે કે કોઈપણ કપરા કાળમાં પ્રજાની સાથે હંમેશા રહ્યા છીએ. ત્યારે કોરોના સામેની લડાઈમાં પણ ભાજપના કાર્યકરો લોકોની સાથે રહેશે.

લોકડાઉન દરમિયાન લોકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહેશે. જેના માટેની સંપૂર્ણ તૈયારી તંત્રે કરી છે અને આ સમયે ભાજપના કાર્યકરો પદાધિકારીઓ સ્થાનિક સ્તરે સંકલન જાળવવામાં આગળ આવે તેવી ટકોર પણ કરી હતી.

નાગરિકોમાં ભય ન ફેલાય તેમજ નાગરિકો અફવાથી દૂર રહે તે માટે પણ ભાજપના કાર્યકરો કામ કરશે. સામાન્ય રીતે પક્ષના કાર્યક્રમમાં કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આવે છે. કોરોના સામેના જંગમાં પણ ભાજપના કાર્યકરો ઘરે રહીને લોકોને મદદ કરશે. તેના માટેનું આયોજન પણ ભાજપે કર્યું છે. લોકો ગભરાયા વગર ઘરમાં જ રહીને કોરોના સામેના લોકડાઉનને સ્વયં શિસ્તથી સફળ બનાવે તે જરૂરી છે ત્યારે ભાજપ પ્રમુખે પણ આ માટે પહેલ કરી છે.
First published: March 26, 2020, 10:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading