અમદાવાદઃ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના (coronavirus) કેસ વધતા જાય છે ત્યારે અત્યારે તહેવારોની સિઝન (Festive season) પણ સામે આવી રહી છે. કોરોના વાયરસની મહામારીમાં (corona pandemic) વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને અને ધાર્મિક સ્થળો અને પૂજાના સ્થળો અંગે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડેલી SOPને અનુલક્ષીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ પગપાળા યાત્રાઓ ઉપર પ્રતિબંધ (ban) મૂક્યો છે.
મળતી માહિતી પ્રમાણે આગામી 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી, 15થી 21 ઓગસ્ટ દરમિયાન પર્યુષણ, 21 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન તરણેતરનો મેળો, 22 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવ, 28 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન રામાપીરનો મેળો, 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો આવા તમામ તહેવારોની ઉજવણી થનારી છે.
જોકે, રાજ્યમાં હાલતની કોરોનાની મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી ધાર્મિક તહેવારો દરમિયાન ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રા/ સરઘસ તથા શોભાયાત્રાઓ જેવી પ્રવૃત્તિઓ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થવાની શક્યતા રહેલી છે. જેથી જાહેર આરોગ્યની જાળવણી અર્થે ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ-સુરત સિવિલની વધુ એક બેદરકારી! કોરોના દર્દીના પરિવાર પાસેથી કિટ માટે વસૂલ્યા રૂ.10,000
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1101 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1135 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 23 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 226 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 69,986 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,530 છે.
આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત
આ પણ વાંચોઃ-OMG! આશા છોડી ચૂકી હતી માતા, અપહરણ થયેલો પુત્ર 32 વર્ષે આવી રીતે મળ્યો પાછો
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 226, અમદાવાદમાં 158, વડોદરામાં 113, રાજકોટમાં 93, જામનગરમાં 54, ભાવનગર 47, અમરેલી 33, જૂનાગઢ 32, પંચમહાલ 31, મહેસાણા, ગાંધીનગરમાં 30-30, દાહોદમાં 27, ગીર સોમનાથમાં 26, કચ્છમાં 22, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 20, પાટણમાં 19, વલસાડમાં 17, ભરૂચ, નર્મદામાં 11-11, ખેડામાં 10, આણંદ, બોટાદ, મહીસાગરમાં 9-9, છોટા ઉદેપુર, સાબરકાંઠામાં 8-8, નવસારીમાં 7, બનાસકાંઠા, પોરબંદરમાં 5-5, દેવભુમિ દ્વારકામાં 4, અરવલ્લીમાં 3, તાપીમાં 2 અને ડાંગમાં 1 સહિત કુલ 1101 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 10, અમદાવાદમાં 5, જૂનાગઢ, કચ્છ, વડોદરામાં 2-2 અને અમરેલી, ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆાંક 2629 થયો છે. બીજી તરફ સુરતમાં 549, અમદાવાદમાં 121, વડોદરામાં 67 સહિત કુલ 1135 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.