Home /News /north-gujarat /ગાંધીનગર : શાતિર સચિને પ્રેમિકાની હત્યા કરી પુત્રને ત્યજી દીધો, બાદમાં પત્ની સાથે ગયો હતો મોલમાં

ગાંધીનગર : શાતિર સચિને પ્રેમિકાની હત્યા કરી પુત્રને ત્યજી દીધો, બાદમાં પત્ની સાથે ગયો હતો મોલમાં

ગાંધીનગર: પેથાપુરમાં ગૌશાળામાંથી (baby abandoned from Pethapur gaushala) મળી આવેલા બાળકને હવે દત્તક (Adoption process) લઈ શકાશે. બાળકના હત્યારા પિતા સચીન દીક્ષિતે (Sachin Dixit) બાળકને દત્તક આપવાની મંજૂરી આપી દીધી છે. ગાંધીનગરના (Gandhinagar) પેથાપુરમાં ત્યજી દેવામાં આવેલા બાળકને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તેવી માહિતી મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ (Jagruti Pandya) આપી હતી. (સચિન દિક્ષિત અને મહેંદી પેથાણીની ફાઇલ તસવીર)

Gandhinagar Shivansh Sachin Mehndi case : આરોપીને લઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું, કાલે પોલીસ સચિનને લઈને રૂટ ચકાસવા વડોદરા જશે

અમદાવાદ: ગાંધીનગર નાપેથાપુરમાં માસુમ બાળક શિવાંશને (Shivansh Sachin Dixit)  તરછોડી દેનાર ક્રૂર પિતા સચિન દીક્ષિતને (Sachin  Dixit)  આજે કોર્ટમાં રજૂ કરી 14મી સુધીના રિમાન્ડ (Police Remand of Sachin Dixit)  પોલીસે મેળવ્યા છે. આરોપી સચિનની (Sachin Dixit Mehndi Pethani Murder case)  પૂછપરછમાં વધું એક ઘટસ્ફોટ થયો છે. જેમાં શિવાંશને ત્યજીને સચિન તેની પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા ગયો અને બાદમાં ઉત્તર પ્રદેશ પોતાના પરિવાર સાથે નીકળી ગયો હતો. એટલું જ નહીં પહેલા પ્રેમિકાની હત્યા કરી લાશનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હાલ તો આરોપી સચીન પેથાપુર ગૌશાળામાં ધટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને પોલીસને પણ મહત્વના વધુ એક સીસીટીવી હાથ લાગ્યા છે.

સમગ્ર રાજ્યમાં શિવાંશના હસતા ચહેરાને હજી કોઈ ભૂલી નથી શક્યું પણ તે હાલ માં - બાપ વિનાનો નોંધારો થઈ ગયો છે. બીજી બાજુ ક્રૂર પિતા સચીન વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી અને અન્ય પુરાવા એકત્ર કરવા પોલીસ કામ કરી રહી છે. જેમાં આજે કોર્ટમાં રજુ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે 14મી તારીખ સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે.

સચિનનો કેસ કોઈ નહીં લડે

પોલીસ દ્રારા અલગ અલગ મુદ્દાઓ પર રિમાન્ડ માંગ્યા હતાં જો કે બચાવ પક્ષના વકીલે રિમાન્ડ અરજી નાંમજૂર કરવાની રજુઆત કરી હતી. ત્યારે બાળક શિવાંશ લઇ વકીલોમાં લાગણી જોડાઇ ગયા હોવાથી બાર કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો છે કે આરોપી સચીનનો કોઈ કેસ નહીં લડે.

આ પણ વાંચો : વડોદરા : મહેંદી પેથાણી કેસ બાદ હવે માતાપુત્રીનું શંકાસ્પદ મોત, મહિલાના ભાઈએ જતાવી હત્યાની આશંકા

સચિન દિક્ષીત અવારનવાર નિવેદન બદલે છે

જો કે મફત કાનુની સહાય કોર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવાઈ હતી. પોલીસે રજૂ કરેલા રિમાન્ડના મુદ્દાઓની વાત કરીએ તો ગુનામાં સાહેદોની ઓળખ જરૂરી છે એટલે રીમાન્ડ મળવા જરૂરી છે, આરોપી સચિન દિક્ષીત અવારનવાર નિવેદન બદલે છે, આરોપીની મદદગારી કોણે કરી ? તે જાણવું જરૂરી છે, ગુનામાં વિવિધ સીસી ટીવી કબ્જે લેવાના છે, પ્રેમીકાની હત્યા કરી વડોદરા બાળક લઇ કઈ રીતે આવ્યો, વડોદરા થી ગાંધીનગર કયો રૂટ પર આવ્યો, અન્ય કોઈની સંડોવણી હોઈ શકે છે તે તપાસ બાકી છે,  રાજસ્થાનમાં તેને કોણે આશરો આપ્યો છે તે જાણવા રાજસ્થાન જવું જરૂરી છે, આરોપીના બે મોબાઈલ કબ્જે લેવાના બાકી છે જેમાં સી.ડી.આર મેળવાના બાકી છે, આરોપી તપાસમાં સહકાર આપતો નથી, ગુનો કર્યા બાદ કોને કોને મળ્યો તે તપાસ બાકી છે. આ તમામ ગ્રાઉન્ડ પર પોલીસે રિમાન્ડ મેળવ્યા હોવાનું ડીવાયએસપી એમ કે રાણાએ જણાવ્યું છે.

બેગમાં રહેલ લાશ ઉચકાઈ ન હોવાથી રસોડામાં મુકી દીધી હતી

આરોપી સચીન દીક્ષિતની પૂછપરછમાં એક પછી એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં આરોપી સચીન કબૂલાત કરી છે કે પ્રેમિકા મહેંદીની શિવાંશ સામે જ હત્યા કરી દીધાં બાદ લાશને બેગમાં નાખી દીધી. જે પછી લાશને પોતાની કારમાં નાખી ને નાશ કરવા માંગતો હતો પરતું બેગમાં રહેલ લાશ ઉચકાઈ ન હોવાથી રસોડામાં મુકી દીધી હતી. બાદમાં વડોદરા થી બાળક શિવાશને લઇ ગાંધીનગર આવ્યો અને ત્યાં પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળામાં બાળકને તરછોડી ઘરે જતો રહ્યો હતો. જે પછી સચિન તેની પત્ની આરાધના ને લઇ રાત્રે દસ વાગે એક મોલમાં ખરીદી કરવા લઇ ગયો હતો. જે બાદ સચિન પરિવાર સાથે ઉત્તર પ્રદેશ જવા નીકળી ગયો હતો. આ તમામ જગ્યાએ આરોપી સચિનને લઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ પણ વાંચો :  તરછોડાયેલા શિવાંશના પિતા સચિને પ્રેમિકાની હત્યા કરી! લાશને બેગમાં પેક કરી રસોડામાં મૂકી દીધી

ભાટ પાસે એક જગ્યાએ સીસીટીવીમાં કારમાં બાળક શિવાંશ અને સચિન દેખાયા

આ કેસનો ભેદ ઉકેલવામાં અને આરોપીની સૌથી પહેલી કડી ભાટ પાસે એક જગ્યાએ સીસીટીવીમાં કારમાં બાળક શિવાંશ અને સચિન દેખાયા. ત્યાર બાદ આખી ઘટનાની કડીઓ જોડાતી ગઈ હતી. હાલ આરોપી સચીન પોલીસ કસ્ટડીમાં છે ત્યારે આરોપી સચિનની પૂછપરછમાં એક પછી એક નવા ખુલાસા થઈ શકે છે. પણ કાલે આરોપી સચીનને વડોદરા લઇ જવામાં આવશે જયાં વડોદરાથી ગાંધીનગરના રૂટ પર  રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. હાલ સચિન પણ ડિપ્રેશનમાં છે અને તેનો પરિવાર પણ ડીપ્રેશન માં છે. બીજીતરફ સચિનના પરિવારને તેની પર ભરપૂર ગુસ્સો આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી હજુ પણ તેઓનું કાઉન્સેલિંગ યથાવત રાખવામાં આવ્યું હોવાનું એસપી મયુર ચાવડા એ જણાવ્યું છે.
Published by:Jay Mishra
First published:

Tags: Gandhinagar News, Mehndi Pethani Murder case, Sachin Dixit, Shivansh

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો