CM રૂપાણી Exclusive interview: 'કોંગ્રેસ મૃતપાય છે, ત્રણેય બેઠકો ઉપર ભાજપની જીત નક્કી, કોરોના સાથે લોકોને જીવવું પડશે'

News18 Gujarati
Updated: June 6, 2020, 7:16 AM IST
CM રૂપાણી Exclusive interview: 'કોંગ્રેસ મૃતપાય છે, ત્રણેય બેઠકો ઉપર ભાજપની જીત નક્કી, કોરોના સાથે લોકોને જીવવું પડશે'
ઈન્ટર્વ્યૂની તસવીર

મુખ્યમંત્રીએ આ વાતચીતમાં ગુજરાતના રાજકારણ, કોરોનામાં ગુજરાતની સ્થિતિ, આગામી રથયાત્રા સહિત પર્યાવરણ દિવસ અંગે વાત કરી હતી.

  • Share this:
ગાંધીનગરઃ કોરોનાના કહેર અને ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની (Gujarat Rajyasabha election) જાહેરાત કર્યા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને જાય છે. ભાજપે ખરીદ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) news18 ગુજરાતી સાથે exclusive interviewમાં વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ આ વાતચીતમાં ગુજરાતના રાજકારણ, કોરોનામાં (Coronavirus) ગુજરાતની સ્થિતિ, આગામી રથયાત્રા (Rathyatra) સહિત પર્યાવરણ દિવસ અંગે વાત કરી હતી. તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણે બેઠકો ઉપર ભાજપની જીત નક્કી હોવાનો દાવો પણ કર્યો હતો.

વાતચીત દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપવા અંગે પૂછાયેલા પ્રશ્નમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 'હું માનું છું કે કોંગ્રેસની કાયમની પ્રક્રૃતિ રહી છે. પાર્ટીમાં સખત અસંતોષની પરાકાષ્ઠા છે. પાર્ટી પોતાના કાર્યકર્તાઓને સાચવી શકતી નથી. કોઈ પાર્ટીમાંથી ખરીદીની કોઈ વાત નથી. કોંગ્રેસના નિષ્ઠાવાન બિરજાભાઈએ રાજીનામું આપ્યું. રાજીનામું આપે એટલે વેચાણાં. એ રાજીનામું આપે છે અને કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસને છોડી સીધે સીધી ભાજપની પાલટીએ નથી બેસતો. ઘણા વખતથી પાર્ટીમાં આક્રોસ ચાલતો હોય છે પરંતુ આ સમય આવે છે ત્યારે પાર્ટી છોડે છે. આજે અમે ત્રણે ત્રણ બેઠકો જીતેલા છે.'

આ પણ વાંચોઃ-આખો પરિવાર તબાહ! 'હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું', ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીની આત્મહત્યા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ મૃતપાય છે. કોંગ્રેસ વેન્ટિલેટર ઉપર જ છે. આમ પણ કોંગ્રેસને દેશી વેન્ટિલેટર ફાવતું નથી.' આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું ઓપરેશન શક્તિ સફળ રહ્યું છે કે નહીં. અમે તો અમારા ઉમેદવારોની જીત થાય એના માટે પ્રયત્નો કર્યા છે. આ રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણે બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીત નક્કી છે.

આ પણ વાંચોઃ-તમારા ઘરે નોકરાણી આવે છે તો સાવધાન! દિલ્હીમાં હાઉસમેડના કારણે 20 લોકોને થયો કોરોના, 750 ક્વોરન્ટાઈન

કોરોના અંગેની પ્રશ્નના જવાબમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'સમગ્ર વિશ્વમાં મહામારી છે. કોરોનામાં કોઈ દેશ અને રાજ્ય બાકાત નથી. સૌથી શક્તિશાળી દેશો વધારે સંક્રમિત થયા છે. રશિયા, અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી, જર્મની, બ્રિટન બધા સંક્રમિત થયા છે. કોરોના સમયમાં લોકોને જાગૃત કરવામાં આવે અને દવા તેમજ હોસ્પિટલોની સારવાર ગુજરાત સરકારે બધું કર્યું છે. આંકડામાં તુલના કરવી એ યોગ્ય નથી. હું દાવા સાથે કહું છું કે આટલા મોત કોરોના પોઝિટિવથી નથી થયા અને છેલ્લી ઘડીએ સિરિયર થઈને થયા હોયને કોરોના પોઝિટિવ થઈને આવ્યા છે. 'આ પણ વાંચોઃ-આદિવાસીઓ સામે સરકાર ઘૂંટણીએ! સ્ટેસ્ચૂ ઓફ યુનિટી વિસ્તારમાં ફેન્સિંગની કામગીરી સ્થગિત

તેમણે જણાવ્યું હતું કે, 'આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે લક્ષણોવાળા દર્દીઓનો ટેસ્ટ કરવામાં આવે. ગુજરાત સરકારની સૂચના છે અને લક્ષણ વગરના લોકોને ઘરમાં આઈસોલેશન રહી અને સારવાર કરવામાં આવે. જો આડેધડ કરશું, તો જે જરૂરિયાતવાળા રહી જશે.' કોરોનાની સ્થિતિમાં સરકારે બે વસ્તુઓ કરવાની છે જ્યાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી કોરોનાની સાથે જ જીવવાનું છે. એટલે બે વસ્તુઓ કરવાની છે. જેમાં એકતો માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવી, ભીડભાડ વાળી જગ્યાએ ન જવું. આમ છતાં કોરોના પોઝિટિવ થયા તો યોગ્ય સારવાર મળે તેની વ્યવસ્થા કરવી.

ગુજરાતની રફતા ફરી પાટા ઉપર આવે એ માટે ગુજરાત સરકારે 14000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. પરપ્રાંતિઓ વતન ગયા છે અને ઉદ્યોગ ધંધાને પાટા ઉપર આવવા માટે એક મહિનાનો સમય લાગશે. કોરોનાની સ્થિતિમાં નવા અનુભવો અંગે તેમણે જણાવ્યું હતું કે, આ સમયે ચોક્કસ નવો અનુભવો થયા છે. નવી સિસ્ટમ વડે કામ કરવું છે. ગુજરાતની જનતાને ધન્યવાદ કે સરકારની તમામ સૂચનાઓનું પાલન કર્યું છે.

અમદાવાદની આગામી ભગવાન જગ્ગનાથની રથયાત્રા અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રા અંગે કોઈ નિર્ણય થયો છે. મંદિરના બોર્ડ સાથે બેસીને ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લઈશું. પર્યાવરણ દિવસ નિમિત્તે દર્શકોને શુભકામનાઓ પાઠવી હતી. અને પર્યાવરણને સાચવવાની પણ અપીલ કરી હતી.
First published: June 5, 2020, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading