corona સાથે ચોમાસા માટે તંત્ર સજ્જ, આ વર્ષે ગુજરાતમાં 96થી 104 ટકા વરસાદની સંભાવના


Updated: May 15, 2020, 3:40 PM IST
corona સાથે ચોમાસા માટે તંત્ર સજ્જ, આ વર્ષે ગુજરાતમાં 96થી 104 ટકા વરસાદની સંભાવના
કેરળમાં સંભવિત તારીખ ૫ જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત ૧૫થી ૨૦ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે

વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કીટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતીપૂર્વક પાલન કરવું પડશે.

  • Share this:
ગાંધીનગર: રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખીને કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ તકેદારીપુર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્ર અને મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આજે ગાંધીનગર ખાતે સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ મૂકીમે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કીટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતીપૂર્વક પાલન કરવું પડશે. બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ એ સંબંધિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમના એક્શન પ્લાન રજૂ કર્યા હતા જેમાં મુખ્ય સચિવએ જરૂરી તલસ્પર્શી સૂચનો કર્યા હતા.

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ ૫ જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત ૧૫થી ૨૦ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે તેમ જણાવી સરકારે ગત આ વર્ષે ગુજરાતમાં થયેલા વરસાદની વિગતવાર આંકડાકીય વિગતો રજૂ કરી હતી.

આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સંભવીત વરસાદની પરિસ્થિતિમાં પુર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ સુરક્ષાઓની તૈયારીઓ અને તેમને સાવચેતીના ભાગરૂપે રાખવાને થતી કાળજી અંગે તેમજ જરૂરી સૂચનો કર્યા હતા.

આ પણ વાંચો : Big News: હવામાન વિભાગની આગાહી, સમયથી વહેલું આવી જશે ચોમાસુ, જાણો - તમારા રાજ્યમાં ક્યારે થશે વરસાદ?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રિમોન્સૂન અંગેની વિડિયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવ એ તેમની ઓફિસમાંથી જ્યારે વિવિધ ઉચ્ચ અધિકારીઓએ સ્વર્ણિમ સંકુલમાં આવેલા તાપી હોલ ખાતેથી આ બેઠકમાં ભાગ લઇને તેમજ માસ્કથી સજ્જ અધિકારીઓએ સંપૂર્ણપણે સામાજિક અંતર જાળવ્યું હતું.આ પ્રિમોન્સૂન બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ, રાહત કમિશનર કે.ડી. કાપડિયા સહિત વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, સિંચાઈ, કૃષિ, માર્ગ અને મકાન, પાણી પુરવઠો, અન્ન અને નાગરિક પુરવઠા, વન, બંદરો અને વાહન વ્યવહાર, પંચાયત, ઉર્જા, શ્રમ, ઉદ્યોગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પશુપાલન, શહેરી વિકાસ તેમજ માહિતી ખાતાના ઉચ્ચ સનદી અધિકારીઓએ ઉપસ્થિત રહીને આ અંગે પોતાના દ્વારા કરેલી તૈયારીઓ રજૂ કરી હતી.

આ ઉપરાંત બેઠકમાં આર્મી, હવાઈ દળ, બીએસએફ, એનડીઆરએફ, સીઆઇએસએફ, ગુજરાત પોલીસ, બીએસએનએલ, GSDMA, જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
First published: May 15, 2020, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading