પહેલા રોજગારી પછી ચૂંટણી : શિક્ષિત બેરોજગારોએ ગુજરાત સરકાર સામે ચઢાવી બાંચો, 10 લાખ યુવાનો કરશે ચૂંટણીનો બહિષ્કાર

News18 Gujarati
Updated: July 16, 2020, 2:03 PM IST
પહેલા રોજગારી પછી ચૂંટણી : શિક્ષિત બેરોજગારોએ ગુજરાત સરકાર સામે ચઢાવી બાંચો, 10 લાખ યુવાનો કરશે ચૂંટણીનો બહિષ્કાર
સોશિયલ મીડિયામાં તસવીરો ટ્રેન્ડ થઇ રહી છે.

જો સરકાર અમને રોજગારી નહીં આપે તો અમે 10 લાખ બેરોજગારો રાજ્યમાં આવનારી પેટાચૂંટણી અને પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં શિક્ષિત બેરોજગારોએ (Educated unemployed) ગુજરાત સરકાર (Gujarat Government) સામે બાંયો ચઢાવી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ ટ્વિટરનાં (Twitter) માધ્યમથી એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં તેમણે '#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી' ના હેશટેગ સાથે સરકાર સામે લાલ આંખ કરી છે. શિક્ષિત બેરોજગારોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો સરકાર અમને રોજગારી નહીં આપે તો અમે 10 લાખ બેરોજગારો રાજ્યમાં આવનારી પેટાચૂંટણી અને પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

માંગ છે કે રાજ્ય સરકારે જે ભરતીઓની જાહેરાત કરી છે તે ભરતીની પ્રોસેસ ચાલુ થાય, જે ભરતીઓની પરીક્ષાઓ લેવાઇ ગઇ તેના પરિણામો આપે આ ઉપરાંત અનેક એવી પણ ભરતીઓ છે જેમાં પરીક્ષા લેવાઇ ગઇ છે, પરિણામો જાહેર થયા છે પરંતુ તે માટેનાં લેટર પેન્ડિંગ છે તે બધાની યોગ્ય અને જલ્દી કામગીરી થાય. વર્ષોથી બેરોજગારો હાહ જુએ છે હવે આંદોલન કરશે.

ન્યૂઝ18ગુજરાતી સાથે યુવા નેતા યુવરાજસિંહે વાત કરતા તેમણે જણાવ્યું કે, 'રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની વાત કરીએ તો 30થી 35 લાખ લોકો બેરોજગાર છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ અરજીઓ પેન્ડિગ છે. ત્યારબાદ જો ફક્ત નિમણૂંક પત્ર અને પરિણામ આપવાના બાકી હોય તેવી ભરતી 3500થી 4000 જેટલી છે.'

સોશિયલ મીડિયામાં તસવીરો ટ્રેન્ડ થઇ રહી છે.


યુવરાજસિંહે કહ્યું કે, 'તેમ શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા આ આંદોલન ચલાવવા પાછળનું એક જ કારણ છે કે, સરકાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ જાગે છે અને ચૂંટણી બાદ કુંભકર્ણની જેમ સૂઇ જાય છે. એટલે અમારૂં કેહવું એ જ છે કે, જો સરકાર યુવાનોના વોટ મેળવવા માંગતા હોય તો ખાસ સરકારી ભરતીઓ જે અટકી પડી છે તે ફરીથી શરૂ કરાય.રાજ્યમાં આવનારી પંચાયત અને પેટાચૂંટણીઓનો બહિષ્કાર કરીશું.'

આ પણ જુઓ - 

તેમણે વધુમાં જણાવ્યું કે, 'અત્યારે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ડિજીટલ ઇન્ડિયા. અમે તે જ માધ્યમથી રજૂઆત કરી રહ્યાં છે. અમને વિશ્વાસ છે કે, સરકાર અમારૂં જરૂરથી સાંભળશે અને પેન્ડિંગ ભરતની પ્રોસેસ ચાલુ કરશે.'

આ પણ વાંચો - માસ્ક ન પહેરવા બદલ પિતા-પુત્રને ઢોર માર મારનાર ચાર પોલીસકર્મી સસ્પેન્ડ, પિતા-પુત્ર હજુ સારવાર હેઠળ
Published by: Kaushal Pancholi
First published: July 16, 2020, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading