નીતિન પટેલે કહ્યું, 'રાજસ્થાન ગયેલા ધારાસભ્યોને આ શરતે વિધાનસભામાં પ્રવેશ મળશે'

News18 Gujarati
Updated: March 17, 2020, 2:55 PM IST
નીતિન પટેલે કહ્યું, 'રાજસ્થાન ગયેલા ધારાસભ્યોને આ શરતે વિધાનસભામાં પ્રવેશ મળશે'
નીતિન પટેલની ફાઇલ તસવીર

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ફરી રાજકારણ ગરમાયું, જો સરકારની કસોટીમાં કોંગ્રેસના ધારાસભ્યો ખરા નહીં ઉતરે તો ગૃહમાં પ્રવેશ ન મળે તેવી સ્થિતિનું નિર્માણ

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં રાજયસભા (Rajyasabah Elections 2020) પહેલાં રાજકારણ (Politics)નો પારો ચરમસીમાએ છે. એક તરફ કોંગ્રેસના (congress)ના પાંચ ધારાસભ્યો (MLAs) રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે ત્યારે વધુ ધારાસભ્યોને બળવો કરતા રોકવા કોંગ્રેસ ધારાસભ્યોને રાજસ્થાન (Rajasthan)માં રિસોર્ટ (Resort)માં લઈ ગઈ છે. હાલમાં કોંગ્રેસના 62 જેટલા ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ જયપુરના રિસોર્ટમાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (DyCm)એ આ ધારાસભ્યોના ગુજરાતમાં પરત આવવા પર અને વિધાનસભા (Gujarat Assembley) પ્રવેશ પર મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલેના નિવેદન મુજબ વિધાનસભાના અધ્યક્ષ (Speaker of Assembly) પરવાનગી આપશે તો રાજસ્થાન ગયેલા સદસ્યોની એક કસોટી થશે

તો કોંગ્રેસના ધારાસભ્યોએ આ કસોટીમાં ખરા ઉતરવું પડશે

નીતિન પટેલે જણાવ્યું કે 'ગુજરાત કરતાં રાજસ્થાનમાં કોરોના વાયરસ (CoronaVirus)નો કહેર વધારે છે. આ સ્થિતિમાં કોંગ્રેસના સદસ્યો રિસોર્ટમાં રોકાયેલા છે. રાજ્યની સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખતા આ તમામ સદસ્યોના વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરતા પહેલાં કોરોના વાયરસના ટેસ્ટ કરાવવા જોઈએ. જો વિધાનસભા અધ્યક્ષ મંજૂરી આપશે તો રાજસ્થાન ગયેલા વિધાનસભાના સદસ્યોનાં સ્વાસ્થ્યની ચકાસણી કરાશે. જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય સારૂ હશે તેને જ ગૃહમાં પ્રવેશ મળે તેવું મારૂ આરોગ્ય મંત્રી તરીકે મંતવ્ય છે. '

આ પણ વાંચો : કોરોનાનો કહેર : વિશ્વમાં 7007 લોકોનાં મોત, દેશમાં 127 પોઝીટીવ કેસ, 3નાં મોત, જાણો રાજ્યવાર સ્થિતિ

નર્મદા અને કડાણાનું પાણી 20 દિવસ વધુ મળશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે 'સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી અને સિંચાઈ માટે નર્મદા અને કડાણાનું પાણી 15 માર્ચથી બંધ કરવાનો નિર્ણય સ્થગિત કર્યો છે. હવે ખેડૂતોની માંગણી હતી તેના કારણે આગામી 20 દિવસ વધારે કડાણા અને નર્મદાનું પાણી મળશે. ખેડૂતો અને સ્થાનિક આગેવાનોની  માંગણી મુદ્દે મુખ્યમંત્રી સાથે વિમર્શ કરી આ નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોના વાયરસની દેશમાં લાઇવ સ્થિતિ

Responsive (async)

!function(e,i,n,s){var t="InfogramEmbeds",d=e.getElementsByTagName("script")[0];if(window[t]&&window[t].initialized)window[t].process&&window[t].process();else if(!e.getElementById(n)){var o=e.createElement("script");o.async=1,o.id=n,o.src="https://e.infogram.com/js/dist/embed-loader-min.js",d.parentNode.insertBefore(o,d)}}(document,0,"infogram-async");
AMP

મેડિકલ સ્ટોરના માલિકો માસ્કના વધુ ભાવ લૂંટશે તો ખેર નથી

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે 'રાજ્યમાં આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ કમિશનરને આદેશ આપ્યા છે. તેઓ દરેક મેડિકલ વિક્રેતાઓને સૂચના આપશે અને ચકાસણી કરશે. જે કોઈ મેડિકલ વિક્રેતાઓ માસ્ક સહિતની ચીજોનું ગેરવ્યાજબી ભાવે વેચાણ કરતા માલૂમ પડશે તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :  પરબધામના મહંતનો વિશ્વને ચોંકાવનારો વીડિયો Viral, 2020માં વાયરસ દુર્ધટના થશે એવી આગાહી કરી હતી!

કોરોનાની દેશમાં સ્થિતિ

ચીનથી શરૂ થયેલા જીવલેણ કોરોનાવાયરસની (CoronaVirus) અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. મંગળવારે મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના વાયરસના ચેપને કારણે એક 64 વર્ષિય વૃદ્ધનું મોત થયું છે. દરમિયાન આ માણસનાં પત્નીને પણ કોવિડ 19 (COVID 19) લાગ્યો છે. મહારાષ્ટ્રમાં આ મૃત્યુ પછી, ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે વધીને 3 થઈ ગઈ છે. તમને જણાવી દઇએ કે ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા પણ વધીને 127 થઈ ગઈ છે.

 
First published: March 17, 2020, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading