Home /News /north-gujarat /

હૃદયદ્રાવક ઘટના! ગાંધીનગરઃ Birthdayની ઉજવણી કરવા જતાં ત્રણ મિત્રોને ડમ્પરે ટક્કર મારી, બર્થડે બોય સહિત બેના મોત

હૃદયદ્રાવક ઘટના! ગાંધીનગરઃ Birthdayની ઉજવણી કરવા જતાં ત્રણ મિત્રોને ડમ્પરે ટક્કર મારી, બર્થડે બોય સહિત બેના મોત

અકસ્માતમાં મોતને ભેટેલા મિત્રો

Gandhinagar hit and run: એક્ટિવા ઉપર જતાં ત્રણ મિત્રોને ડમ્પરે અડફેટે લીધા (dumper hit activa) હતા. જેના પગલે એક મિત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે જેનો જન્મદિવસ (birthday) હતો તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

    ગાંધીનગરઃ અકસ્માતોની (accident news) ઘટનાઓ રાજ્યના માર્ગો ઉપર બનતી રહે છે. આવી ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. પરંતુ ગાંધીનગર જિલ્લામાં (Gandhinagar news) એક હૃદયદ્વાવક અકસ્માતની ઘટના બની હતી. અહીં જન્મદિવસે જ યુવકને અકસ્માત (boy died in accident on birthday) કાળ બની ભરખી ગયો હતો. એક્ટિવા ઉપર જતાં ત્રણ મિત્રોને ડમ્પરે અડફેટે લીધા (dumper hit activa) હતા. જેના પગલે એક મિત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે જેનો જન્મદિવસ (birthday) હતો તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા મિત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતાં ડભોડા પોલીસે (dabhoda police station) ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

    હૃદયદ્વારક ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના નરોડા હાઈવે રોડ વડોદરા પાટિયા પાસે જન્મ દવિસની પાર્ટી ઉજવવા માટે એક્ટીવા ઉપર ત્રણ મિત્રો જઈ રહ્યા હતા. રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં દહેગામ-નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

    એક્ટિવા મયૂર લાખાણી ચલાવતો હતો. આ દરમિયાન લીલારાવ પાર્ટી પ્લોટ સામે ડમ્પર ટ્રક (GJ-07-YZ-7018)ના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી અને પૂરપાટ ઝડપે હંકારી પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી.

    ડમ્પરની ટક્કરના પગલે ત્રણે મિત્રો એક્ટિવા ઉપરથી ઉછળીને જમની ઉપર પટકાયા હતા. જેને કારણે નીલ અમીનને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બન્ને મિત્રને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.

    આ પણ વાંચોઃ-Ahmedabad news: પોલીસની શરમજનક કરતૂત! નિકોલ પોલીસકર્મીએ રોડ પરના ગરીબ કરતાંય જાય તેવું કર્યું

    બનાવના પગલે રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફત મયૂર લાખાણીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ મયૂર ઠાકોરને ખાનગી એમ્બ્યુલન્સમાં દહેગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલમાં ગંભીર ઈજાગ્રસ્ત મયૂરની સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ થોડીક વારમાં જ તેનું પણ અકાળે અવસાન થયું હતું.

    આ પણ વાંચોઃ-Drugs racket: દુબઈથી ડ્રગ્સ માફિયા કૈલાશ રાજપૂત 30 કિલો MD ડ્રગ્સ Mumbai મોકલતો હતો, બેની ધરપકડ

    અકસ્માતની જાણ થતાં ત્રણેય મિત્રનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. જ્યારે મયૂરનો જન્મદિવસ જ મોતનો દિવસ સાબિત થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. જ્યારે બન્ને મિત્ર પરિવારમાં એકના એક પુત્ર હોવાથી શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

    આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો સાથે થઇ શકે છે દગો, જાણો રાશિફળ

    ગાંધીનગર જિલ્લાના દહેગામની અમીન વાડોમાં રહેતા 23 વર્ષીય મયૂર સુધીરભાઈ ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ડભોડા પોલીસે ફરિયાદના આધારે ડમ્પર ચાલકની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Accident News, Birthday Boy, Gandhinagar News, Gujarati News News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन