હોળીના રંગો કાઢતી વખતે ભૂલથી પણ ના કરતા આ ભૂલો, નહિં તો સ્કિન પર થશે મોટી અસર
હોળીના રંગો કાઢતી વખતે ભૂલથી પણ ના કરતા આ ભૂલો, નહિં તો સ્કિન પર થશે મોટી અસર
કલર કાઢવા માટે નારિયેળ તેલનો ઉપયોગ સૌથી બેસ્ટ
રંગોનો તહેવાર (Festival) એટલે હોળી (Holi). આજે એટલે કે 17 માર્ચના રોજ સમગ્ર જગ્યાએ હોળીની ઉજવણી થઈ રહી છે. હોળી એક એવો તહેવાર છે જે અનેક લોકો ઉત્સાહભેર ઉજવતા હોય છે.
રંગોનો તહેવાર (Festival) એટલે હોળી (Holi). આજે એટલે કે 17 માર્ચના રોજ સમગ્ર જગ્યાએ હોળીની ઉજવણી થઈ રહી છે. હોળી એક એવો તહેવાર છે જે અનેક લોકો ઉત્સાહભેર ઉજવતા હોય છે. બાળકોથી લઇને મોટા લોકો પણ પિચકારી (Pichkari) જેવી અનેક વસ્તુઓ લઇને રંગો (Color) સાથે હોળીની ઉજવણી કરતા હોય છે.
જો કે આજકાલ રંગોમાં અનેક પ્રકારના કેમિકલ્સ (Chemicals) હોય છે. કેમિકલ્સને કારણે તમારી સ્કિન (Skin) ખરાબ થઇ જાય છે. એની સૌથી મોટી સાઇડ ઇફેક્ટ (Side Effect) તમારા સ્વાસ્થ્ય પર પણ થતી હોય છે. આ માટે હોળીના તહેવારમાં ખાસ કરીને તમારે તમારી સ્કિનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હોળીના આ કલર્સ તમારી સ્કિનને ખરાબ કરી નાંખે છે. આ માટે જો તમે પણ આ ભૂલો કરી બેસો છો તો તમારી સ્કિનને અનેક ગણું નુકસાન થાય છે.
સ્કીન પીલિંગ, પોલિશિંગ, પાર્લર ફેશિયલ, બ્લીચિંગ કે હેર કલરનો ઉપયોગ ટાળો
આજકાલ હોળીના રંગોમાં અનેક કેમિકલ્સ આવવાને કારણે જ્યારે પણ તમે હોળી રમી લો ત્યારબાદ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સ્કીન પીલિંગ, પોલિશિંગ, પાર્લર ફેશિયલ, બ્લીચિંગ કે હેર કલરનો ઉપયોગ કરવાનો ટાળો. આ બધી વસ્તુ યુઝ કરવાથી તમારી સ્કિન (Skin) વધારે ડેમેજ (Damage) થાય છે અને તમને ખંજવાળ આવવાનું પણ શરૂ થઇ જાય છે.
જ્યારે તમે હોળીના રંગોને કાઢો ત્યારે એ રંગને જલદીથી પહેલા સાફ કરી લો. આ સાથે જો તમને લીંબુ સ્કિન પર ઘસવાની આદત હોય તો તમે ચેતી જજો. રંગ પર આ બધું ઘસવાથી તમારી સ્કિન વધારે ડેમેજ થાય છે.
અનેક લોકો હોળીના રંગો કાઢવા માટે કપડાં ધોવાના સાબુનો (Soap) ઉપયોગ કરતા હોય છે. અનેક લોકો કપડાં ધોવાના સાબુથી સ્કિન પર ઘસે છે. જે કારણે તમારી સ્કિન ખરાબ થાય છે.
કલર કાઢવા માટે નારિયેળ તેલનો ઉપયોગ સૌથી બેસ્ટ
જો તમે હોળીના કલર કાઢવા માટે નારિયેળ તેલનો (Coconut Oil) ઉપયોગ કરો છો તો આ સૌથી બેસ્ટ છે. નારિયેળ તેલ તમારી સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે. આ માટે રંગો કાઢવા માટે ખાસ કરીને નારિયેળ તેલનો ઉપયોગ કરો.