Home /News /north-gujarat /

રાજ્ય સરકારનો મોટો નિર્ણય: હવે કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ જરૂરી નહીં

રાજ્ય સરકારનો મોટો નિર્ણય: હવે કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ જરૂરી નહીં

તસવીર: @Mukeshias

ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે હવે ડૉક્ટરની ભલામણ ચીઠ્ઠીની જરૂર નહીં પડે, વ્યક્તિ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવી શકશે.

    ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus Gujarat)ની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના ટેસ્ટ (Corona Test) મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગ (Health Department- Gujarat)ના જણાવ્યા પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી લેબમાં ડૉક્ટર (Doctor)ની ભલામણ વગર કોરોના ટેસ્ટ કરાવી શકશે. આ પહેલા ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ ચિઠ્ઠી (Doctor Prescription) ફરજિયાત હતી. હવે કોઈ પણ વ્યક્તિ જેને એવું લાગે કે તેને કોરોનાનો ટેસ્ટ (Corona Test) કરાવવો છે તે સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબ (Private Lab)માં કોરોના ટેસ્ટ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના ટેસ્ટ માટે સરકારે કેટલીક ખાનગી લેબને મંજૂરી આપી છે. આ ઉપરાંત સરકારી હૉસ્પિટલો અને જે તે શહેરના તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ ટેન્ટ ઊભા કરીને કોરોના ટેસ્ટ કરવાની કામગારી કરવામાં આવી રહી છે.

    ગુજરાત RT-PCR ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા કરાયો

    ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પહેલી ડિસેમ્બરના રોજ સરકારે કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ગુજરાતમાં હવે કોરોનાના કેસ (Coronavirus Cases) માટે કરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR Test)ની કિંમત 800 રૂપિયા રહેશે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરી (Private Laboratory)માં 800 રૂપિયા ચાર્જ ચૂકવાની આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે.

    આ પણ વાંચો: અમદાવાદ: ટ્રાફિક પોલીસે જપ્ત કરેલું વાહન છોડાવવા યુવકનો તમાસો, ટોઇંગ વાહન પર ચઢી ગયો

    આ પણ જુઓ-

    બીજા કેસમાં જો વ્યક્તિ લેબકર્મીને ઘરે બોલાવે છે તો તેણે આ માટે 1,100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. આ પહેલા ગુજરાતમાં ખાનગી લેબ તરફથી આરટી-પીસીઆર ટેસ્ટ માટે 1,500 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. જો લેબકર્મી ઘરે આવીને સેમ્પલ લઈ જાય તો 2,000 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. સરકારની નવી જાહેરાતથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકોને રાહત મળશે. સાથે જ ઓછી કિંમત હોવાથી વધારે લોકો તેનો લાભ પણ લેશે. ખાનગી લેબ ઉપરાંત સરકાર તરફથી કોરોના અંગેનો ફ્રી ટેસ્ટ ચાલુ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, RT PCR Test, ગુજરાત, ડોક્ટર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन