ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સત્તાના જોરે ઘોળકામાં જીત મેળવી હતી : કૉંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડ

News18 Gujarati
Updated: May 12, 2020, 12:58 PM IST
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સત્તાના જોરે ઘોળકામાં જીત મેળવી હતી : કૉંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડ
કૉંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, મને કોર્ટ પર પુરેપુરો વિશ્વાસ હતો.

કૉંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, મને કોર્ટ પર પુરેપુરો વિશ્વાસ હતો.

  • Share this:
ગાંધીનગર  : ધોળકા વિધાનસભા સીટ પર કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશનનો ચુકાદો આવતા બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કૉંગ્રેસનાં ધોળકાનાં ઉમેદવાર અશ્વિન રાઠોડે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આપેલા આ ચુકાદામાં વિધાનસભાની ધોળકા બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી છે. આ અંગે ન્યૂઝ18ગુજરાતીએ કૉંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, મને કોર્ટ પર પુરેપુરો વિશ્વાસ હતો.

સત્તાના જોરે ભૂપેન્દ્રસિંહ જીત્યા હતા

કૉંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડે વાતચીતમાં જણાવ્યું કે, અમારી અરજીમાં મુખ્ય બે મુદ્દા હતા. એક તો બેલેટ પેપર રદ કરવામાં આવ્યાં હતાં અને અમે રિકાઉન્ટિંગ માંગ્યું હતું તે આપ્યું ન હતું. મને મળેલા મત કેમ રદ કરવામાં આવ્યાં તે પણ જણાવવામાં આવ્યું ન હતું. આ મામલામાં ચૂંટણી નિરક્ષક સામે પણ કાર્યવાહી થશે. અમારા તરફી નિર્ણયમાં મારા કાર્યકરો અને મને જેમણે વોટ આપ્યાં હતાં તે બધાને સંપૂર્ણ વિશ્વાસ હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સત્તાનાં જોરે આ બધી ગરબડી કરી હતી. ફરીથી ચૂંટણીમાં ઉમેદવાર અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, ઘોળકાની ફરીથી ચૂંટણી થશે ત્યારે પક્ષ અને કાર્યકર્તાઓ જેમને નક્કી કરશે તે લડશે.

આ પણ વાંચો - શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો : ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી

આ જીત અંગે રાજીવ સાતવે ટ્વિટ કરીને જણાવ્યું કે, ચૂંટણીનાં #GujaratModelનો પર્દાફાશ થયો છે.ભરતસિંહ સોલંકીએ પણ ગુજરાત હાઇકોર્ટનાં નિર્ણયને આવકારવા સત્ય મેવ જયતે લખ્યું છે.જ્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે, રાજ્યનાં કાયદામંત્રી બનેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની જીવ ખોટી રીતે નક્કી કરી હતી.આ સાથે અમિત ચાવડાએ પણ ગુજરાત હાઇકોર્ટનાં નિર્ણયને આવકારતા ટ્વિટ કર્યું છે.

આ પણ જુઓ - 

 
First published: May 12, 2020, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading