લૉકડાઉનની રાહત વચ્ચે નાગરિકોને DGPનો મહત્ત્વપૂર્ણ સંદેશો, નિયમો તોડ્યા તો કડક કાર્યવાહી થશે

News18 Gujarati
Updated: May 19, 2020, 6:25 PM IST
લૉકડાઉનની રાહત વચ્ચે નાગરિકોને DGPનો મહત્ત્વપૂર્ણ સંદેશો, નિયમો તોડ્યા તો કડક કાર્યવાહી થશે
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગાંધીનગરથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની રૂટિન સ્થિતિની સમીક્ષા કરી હતી.

આજથી રાજ્યમાં લૉકડાઉનની છૂટ આપવામાં આવી છે તેની વચ્ચે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં (Gujarat) આજથી લૉકડાઉનમાં (Lockdown)માં ઘણી છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં લૉકડાઉનના રિલેક્શન વચ્ચે (Lockdown Relaxation)  પ્રથમ દિવસે જ લોકોના ધાડેને ધાડા ઉતરી પડ્યા હતા. ઠેરઠેરથી સોશિલ ડિસ્ટન્સિંગના લીરેલીરાં ઉડતા જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે ગાંધીનગરથી ફેસબૂકના માધ્યમથી રાજ્યની જનતાને પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં એક મહત્ત્વનો સંદેશો આપ્યો છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે રાજ્યમાં જે વિસ્તારોમાં લૉકડાઉનની છૂટ નથી આપવામાં આવી ત્યાં પોલીસ કડક પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ વ્યક્તિને કન્ટેનમેન્ટ (containment Zone) ઝોનની બહાર નીકળવા નહીં દેવાય.

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું, 'લોકો સ્વેચ્છાએ આ નિયમો અને ગાઇડલાઇનું પાલન કરે તેવી અપીલ છે. નવી ગાઈડલાઈન પ્રમાણે લોકડાઉનમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ તમામ લોકો આપેલી છૂટનો ઉપયોગ કરતી વખતે સંક્રમણથી બચવાની તકેદારી રાખે તે જરૂરી છે. નવી ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા જણાવી દેવાયું છે.'

આ પણ વાંચો :  BigNews : નીતિન પટેલનું મોટું નિવેદન, 'કન્ટેનમેન્ટ ઝોન સિવાય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી'

તેમણે ઉમેર્યુ કે 'આ ગાઈડલાઇનનું કે સ્થાનિક તંત્ર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનું ધ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી તમામ પ્રકારની સેવા બંદ રાખવાની રહે છે. જે વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યાં મોલ્સ, સ્વિમિંગ પૂલ, જીમ અને ધાર્મિક મેળાવડા યોજવા મનાઇ છે, જો તેનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કન્ટેઇનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ જ લોકડાઉનનનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે.'

આ પણ વાંચો :  ખુશખબર! બુધવારથી સુરતમાં હીરા ઉદ્યોગ ધમધમશે, ટેક્સટાઇલ બજારો પણ ખૂલશે

રાજ્યમાં નિયમો તોડનારાને પાસા કરાયાશિવાનંદ ઝાએ રૂટિન લૉ એન્ડ ઑર્ડરની સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે 'રાજ્યમાં કોરોના વાયરસના કારણે એપિડેમિક ડિસિઝ એક્ટ અને જાહેરનામાનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાસા અંતર્ગત કોરોના વૉરિયર્સ સામે હુમલો કરનારા અને અન્ય શખ્સો સામે પાસા કરવામાં આવ્યા છે. રાજ્યમાં આવા 94 શખ્સોને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.
First published: May 19, 2020, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading