ગાંધીનગર : રાજ્યમાં આજે પોલિયો અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરનાં કુડાસણ ખાતે આવેલી હોસ્પિટલમાં ઉપસ્થિત રહીને બાળકોને પોલિયોનાં ટીપા પીવડાવ્યા હતા. પોલિયોમુક્ત ભારત- પોલિયો મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યના 5 વર્ષ સુધીના 80 લાખ બાળકોને આ અભિયાનમાં આવરી લેવામાં આવશે. રાજ્યભરના 33,641 બૂથ મારફતે 1.52 લાખ આરોગ્યકર્મીઓ ફરજ બજાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં નાયબ નીતિન પટેલે કૉંગ્રેસ પર અનેક પ્રહાર કર્યા હતાં. તેમણે હાર્દિક પટેલની ધરપકડ પર કોગ્રેસનાં સોનિયા ગાંધીએ આપેલા નિવેદનનો જવાબ આપતા નીતિન પટેલે જણાવ્યું કે, પ્રિયંકાબેનને ખબર હોવી જોઇએ કે હાર્દિકની ધરપકડ કોર્ટનાં આદેશથી કરવામાં આવી છે, આ આખી કાયદાકીય પ્રક્રિયા છે. જેમાં સરકાર કે પોલીસ ક્યાંય વચ્ચે આવતી નથી. આ આખી જયુડીશરી પ્રક્રિયા છે.
આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીનો આરોપ, 'હાર્દિક પટેલને BJP વારંવાર હેરાન કરે છે'
રાજ્યની શાંતિને ડહોળવાનાં પ્રયાસ મુદ્દે, સીએમ વિજય રૂપાણીએ આપેલા નિવેદન સાથે ડે.સીએમે કહ્યું કે, 'અમારી સરકાર કાર્યશીલ અને ગતિશીલ છે, જે કેટલાક લોકો અશાંતિ ઉભી કરવા માંગતા હોય તેઓ નાના મોટા પ્રયત્નો કરતા હોય છે. પરંતુ કોઇ ગમે તે પ્રયત્ન કરે પ્રજા તેની વાતમાં આવતી નથી'
જ્યારે એલઆરડી આંદોલન અંતર્ગત ભાજપનાં જ સાંસદોએ લખેલા પત્રો મુદ્દે, નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું હતુ કે, કૉંગ્રેસને તો પત્રો લખનાર જ કોઇ નથી. 26 સાંસદો ભાજપના જ છે. અમારા સાંસદો એમના વિસ્તારનાં લોકોની લાગણી અમારા સુધી પહોંચાડે છે. એમને અશાંતિ ઉભી કરવાનો ઇરાદો નથી હોતો પરંતુ સરકારમાં પક્ષ કે વિપક્ષ સૌ કોઇ પત્રોથી જ લાગણીઓ રજૂ કરતા હોય છે. યોગ્ય રીતે રજૂઆત કરવાનો દરેકને અધિકાર છે. પરંતુ તેનું વિકૃત અર્થઘટન યોગ્ય નથી'
આ પણ વાંચો : અમદાવાદ : ઍમ્બ્યુલન્સમાટે બનાવવામાં આવ્યું ખાસ ટ્રાફિક સિગ્નલ, 800 મીટર દૂરથી આપશે સંકેત
આગામી સમયમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત વિઝીટ કરવાના છે અને હાઉડી મોદીની જેમ હાઉડી ટ્ર્મ્પ કાર્યક્રમ અમદાવાદમાં યોજાવા જઇ રહ્યો છે તેવી વાત ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે જાણકારી નહી હોવાનુ તેમણે જણાવ્યું હતું.